એમ. એસ. ધોનીના ઘરની વીજળી ગુલ.. પત્ની સાક્ષીએ પરેશાન થઈ લખ્યું કઈક આવું…

મિત્રો આપણે જાણીએ છીએ કે આજના સમયમાં લગભગ લોકો પોતાના પ્રશ્નને સોશિયલ મીડિયામાં જણાવે છે. પરંતુ આજે અમે એક એવી સેલિબ્રિટીની પત્ની વિશે જણાવશું. જેને પોતાની ફરિયાદ સીધી સોશિયલ મીડિયામાં જણાવી હતી. કેમ કે આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં સૌથી વધારે લોકો એક્ટીવ જોવા મળે છે. તો તે સેલિબ્રિટીનું નામ છે મહેન્દ્રસિંહ ધોની. મિત્રો મહેન્દ્રસિંહ ધોનીની પત્નીએ ટ્વીટર પર એક ફરિયાદ કરી હતી. જે ખુબ જ વાયરલ થઇ હતી. તો ચાલો જાણીએ કે શું કરી છે સાક્ષી ધોનીએ ફરિયાદ.

મિત્રો એમ.એસ. ધોનીની પત્ની સાક્ષી ધોનીએ એક ટ્વીટ કર્યું હતું. જે હાલમાં ખુબ જ વાયરલ થયું હતું. આ ટ્વીટમાં રાંચીમાં જે વીજળીની સમસ્યા છે તેને ટ્વીટર જાહેર કરી હતી. સાક્ષીએ રાંચીમાં જે વીજળીની પરેશાની છે તેને સીધી ટ્વીટર પર ઉજાગર કરી હતી. તો મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં જ ઝારખંડમાં થોડા જ મહિનાઓ બાદ વિધાનસભાની ચુંટણી થવાની છે. તેવામાં મુખ્યમંત્રી રઘુવર દાસ પ્રદેશમાં વિકાસના કાર્યનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. જેમાં વીજળીની આપૂર્તિ પણ શામિલ છે. પરંતુ તેનું એક જુનું ટ્વીટ વાયરલ થઇ રહ્યું હતું. જેમાં લખ્યું હતું કે, 2018 સુધીમાં ચોવીસ કલાક વીજળીની વ્યવસ્થા હશે. પરંતુ નેતાના આ દાવા પર સાક્ષી ધોનીએ પોલ ખોલી નાખી હતી.

વીજળીના કાપથી પરેશાન થઈને સાક્ષી ધોનીએ ટ્વીટ કર્યું અને કહ્યું કે, “રાંચીના લોકો હર રોજ વીજળીના કાપનો અનુભવ કરે છે. જેમાં રોજ 4 થી 7 કલાક સુધી વીજળી ચાલી જાય છે. પરંતુ 19 સપ્ટેમ્બર, 2019 ના રોજ છેલ્લા 5 કલાકથી વીજળી ન હતી. જેમાં વીજળી ન હોવું કોઈ એવું ખાસ કારણ પણ ન હતું. જેમ કે મૌસમ પણ સારો હતો, કોઈ તહેવાર ન હતો. આશા કરું છું કે સંબંધિત સત્તાધારીઓ તેની નોંધ લે.

સાક્ષીએ ગુરુવાર સાંજે ચાર વાગ્યે ટ્વીટ કર્યું હતું. જેમાં ખબર લાહ્ય બાદ 2 હજાર કરતા વધારે લાઈક અને 400 કરતા પણ વધારે રી-ટ્વીટ મળી ચુક્યા હતા. તેના ટ્વીટ પર રીએક્શન આવી રહ્યા હતા. એક રાંચીના યુઝર  દ્વારા એવું લખવામાં આવ્યું હતું કે, ‘हमारा नेता कैसा हो, साक्षी भाभी जैसा हो.’ તો બીજા એક યુઝર દ્વારા લખવામાં આવ્યું હતું કે, ચાલો કોઈએ તો ધ્યાન આપ્યું. પરંતુ અમુક લોકોએ તો ટ્વીટરમાં ધોનીના મીમ્સ બનાવીને પણ મુક્યા જે ખુબ જ ફન્ની છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment