સેનાના જવાનો અને અધિકરીઓને કહેવાયું કે, આટલી એપ ડિલીટ કરો… માહિતી થઇ શકે છે લીક.

આપણા દેશની આર્મી દેશમાં જે બલીદાન આપે છે, તેનું કોઈ મુલ્ય કહી જ ન શકાય. હાલ ચીન સાથે વધેલા તણાવને લઈને સેનમાં ઘણા મહત્વના નિર્ણય લેવાય છે. પરંતુ હાલમાં ભારતીય સેના દ્વારા 89 એપ્સના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે પ્રતિબંધનું પાલન દેશના જવાનો અને અધિકારીઓ કરવાનું રહેશે. ટૂંકમાં દેશના જવાનો અને અધિકારીઓ માટે 89 મોબાઈલ એપ્લિકેશન બેન કરવામાં આવી છે. સુત્રોના આધારે મળતી જાણકારી અનુસાર જાણવામાં આવ્યું છે કે, સેનાના જવાનો અને અધિકારીઓએ પોતાના સ્માર્ટ ફોનમાંથી 89 એપ ડિલીટ કરી નાખવી. જેમાં ફેસબુક, ટીકટોક, ટ્રુ-કોલર, ઇન્સ્ટાગ્રામ જેવી એપ પણ શામિલ છે. એવું જાણવામાં આવી રહ્યું છે કે આ બધી એપ્સ દ્વારા સૂચનાઓ લિક થવાની આશંકા છે. તો ચાલો જાણીએ કંઈ કંઈ એપ પર લાગ્યો પ્રતિબંધ.

તો સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા અમુક સમયથી સેના સાથે સંબંધિત અધિકારીઓને પાકિસ્તાની અને ચીનની ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એટલા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ સેનાના જવાનોને ઓફિશિયલ કામો માટે વોટ્સએપ ઉપયોગ ન કરવા માટેની જણાવ્યું હતું. સંવેદનશીલ મુદ્દાઓને જોનાર અધિકારીઓને ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.(1) મેસેજિંગ પ્લેટફોર્મ : ફેસબુક, બાઈડુ, ઇન્સ્ટાગ્રામ, એલો, સ્નેપચેટ, વિચેટ, ક્યુ ક્યુ, કિક, આઉં વો, નીમ્બુઝ, હેલો, ક્યુ ઝોન, શેર ચેટ, બાઈબર, લાઈન, આઈએમઓ, સ્નો, ટુ-ટોક અને હાઈક.  (2) વિડીયો હોસ્ટિંગ : ટીકટોક, લાઈકી, સમોસા, ક્વાલી, કન્ટેન્ટ શેરીંગ, શેર ઈટ, ઝેંડર, જાપ્યા.  (3)વેબ બ્રાઉઝર : યુસી બ્રાઉઝર, યુસી બ્રાઉઝર મિની. (4)વિડીયો એન્ડ લાઈવ સ્ટ્રીમીંગ : લાઈવ મી, બીગો લાઈવ, ઝૂમ, ફાસ્ટ ફિલ્મ્સ, વી મેટ, અપ લાઈવ, વિગો વિડીયો. (5) યુટિલિટી એપ્સ : કેમ સ્કેનર, બ્યુટી પ્લસ, ટ્રુ-કોલર. 

(6) ગેમિંગ એપ્સ : પબજી, નોનો લાઈવ, ક્લેશ ઓફ કિંગ્સ, ઓલ ટેન્સેન્ટ ગેમિંગ એપ્સ, મોબાઈલ લીજેન્ડ્સ. (7)ઈ-કોમર્સ : ક્લબ ફેક્ટરી, અલી એક્સ્પ્રેસ, ચાઈના બ્રાન્ડ્સ, ગિયર બેસ્ટ, બેંગ ગુડ, મિનીન ધ બોક્સ, ટાઈની ડીલ, ડીએચ એચ ગેટ, લાઈટેન ધ બોક્સ, ડીએક્સ, એરિક ડેસ્ક, ઝોફુલ, ટીબીડ્રેસ, મોડેલિટી રોજગલ, શીન, રોમવી.  (8) ડેટિંગ એપ્સ : ટીંડર, ટ્રુઅલી મેડલી, હેપ્પ્ન, આઈલ, કોફી મીટ્સ બેજલ, વુ, ઓકે ક્યુપિડ, હિંગ, એજાર, બમ્બલી, ટેનટેન, એલીટ સિંગલ્સ, ટેઝેડ, કાઉચ સર્ફિંગ. (9) એન્ટી વાયરસ : 360 સિક્યુરિટી.  (10) ન્યુઝ, ઓનલાઈન બુક રીડિંગ એપ્સ : ન્યુઝ ડોગ, ડેલી હન્ટ, પ્રતિલિપિ, વોકલ.

(11) લાઈફસ્ટાઈલ એપ : પોપએક્સો. (12) હેલ્થ એપ : હિલ ઓફ વાઈ. (13) મ્યુઝિક એપ : હંગામા, સોંગ્સપીકે બ્લોગિંગ/માઈક્રો બ્લોગિંગ : યેલ્પ, તુમ્બિર, રેડિટ, ફ્રેન્ડસ ફિડ, પ્રાઈવેટ બ્લોગ્સ. 

29 જુનના રોજ ભારત સરકારે 59 ચીનની એપ્સ પર બેન લગાવી દીધો છે. તેને લઈને સરકારે જણાવ્યું હતું કે, આ બધી ચાઇનીઝ એપના સર્વર દેશની બહાર છે, તેના દ્વારા યુઝર્સના ડેટા ચોરી શકાય, તેના કારણે દેશની સુરક્ષા અને એકતાને પણ ખતરો ઉભો થઈ શકે. માટે આ એપો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. દેશની આંતરિક અને બાહ્ય બંને સુરક્ષા માટે ભારત સરકારે આ પગલું લીધું છે.

Leave a Comment