આ કેમિકલ સ્ટોકમાં આવી જોરદાર તેજી, ફક્ત 13,500 લગાવનારા બની ગયા કરોડપતિ: રોકાણકારોની કિસ્મત ચમકાવતો શેર

દીપક નાઈટ્રાઈટ કેમિકલ કંપની ની સ્થાપના વર્ષ 1970 માં કરવામાં આવી હતી. આ કંપની એગ્રોકેમિકલ્સ, કલરન્ટ્સ, રબર, ફાર્માસ્યુટિકલ્સ, સ્પેશિયાલિટી અને ફાઈન કેમિકલ્સ સહિતના રસાયણોના એક સ્પેક્ટ્રમનું ઉત્પાદન કરે છે. તેના સીઈઓ મૌલિક મહેતા છે.

એવું કહેવાય છે કે શેર બજાર ઉતાર ચઢાવથી ભરેલું હોય છે. તેમાં ક્યારે કયો શેર રોકાણકારો માટે ફાયદાનો સોદો બની જાય છે અને જમીન પરથી આસમાન પર પહોંચાડી દે છે તે કહી શકાતુ નથી. અમે એક એવા જ મલ્ટીબેગર સ્ટોકની વાત કરી રહ્યા છે જે લાંબા સમય ગાળા માટે રોકાણકારોને માલામાલ કરવા વાળો સાબિત થયો છે. કેમિકલ સેક્ટરની કંપની દીપક નાઈટ્રાઇટના શેરોએ માત્ર દસ વર્ષમાં જ એવી ઝડપ પકડી કે રોકાણકારોને આશ્ચર્યજનક ખુશીઓની ચાવી આપી છે. જોકે પાછલા કેટલાક દિવસોમાં તેમાં ઘટાડો જરૂર જોવા મળ્યો છે.1) લાંબા સમયગાળાનું રોકાણ આવ્યું કામ:- દિપક નાઈટ્રાઈટના શેર માં લાંબા સમયગાળામાં રોકાણ કરવા વાળા ગ્રાહકોને જોરદાર ફાયદો થયો છે. કંપનીના શેર વર્ષ 2010 બાદ રોકેટની ઝડપે વધ્યા અને જે રોકાણકારોએ આ શેરોમાં માત્ર 13000 રૂપિયાનું રોકાણ કર્યું હતું તે જોત જોતા માં કરોડપતિ બની ગયા. આ શેરોમાં તેજીના દોરની વાત કરીએ તો 15 નવેમ્બર 2002ના શેરનો ભાવ માત્ર 2.83 રૂપિયા હતો એક દસકા સુધી એટલે કે 2010 સુધી તેનો ભાવ ધીમે ધીમે વધ્યો. પરંતુ ત્યારબાદ તેની તેજીમાં વધારો થતો જ રહ્યો.

2) 2010 પછી શેર બન્યો રોકેટ:- કેમિકલ કંપનીના શેરના ભાવ 1 ઓક્ટોબર 2010 એ 17.81 રૂપિયા પર હતો. વળી, 5 ઓગસ્ટ 2016 એ આ પહેલીવાર સો રૂપિયાના સ્તર પર પહોંચ્યો. 19 ડિસેમ્બર 2020 એ દીપક નાઇટ્રેટ ના એક શેરની કિંમત વધીને 922 પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ પાછલા બે વર્ષોમાં શેરની તેજી સહેજ પણ અટકી નથી. અને 15 જાન્યુઆરી 2021 એ આ શેરે 1000 રૂપિયાના સ્તરને પાર કરી લીધો. પાછલા વર્ષે 14 ઓક્ટોબર 2021 એ આ પોતાના ઓલ ટાઈમ હાય 2887.80 રૂપિયાને પાર પહોંચી ગયો. જોકે ત્યારબાદ તેમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ.3) આ વર્ષે ઘટાડો નોંધવામાં આવ્યો:- વર્ષ 2022 ની શરૂઆતમાં 14 જાન્યુઆરીએ દિપક નાઈટ્રેટ ના શેર ની કિંમત 2659.85 રૂપિયા હતી જે 20 મે 2022 એ 1964.85 રૂપિયા પર આવી ગઈ. જો કે તેમાં એક વાર ફરીથી મામુલી સુધાર આવ્યો અને ગયા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસ શુક્રવાર 11 નવેમ્બરે કંપનીના શેર 2,119 રૂપિયાના સ્તર પર બંધ થયો. કંપનીનું માર્કેટ કેપ 28,901.69 કરોડ રૂપિયા છે.

4) રોકાણકારોની કિસ્મત ચમકાવતો શેર:- ભલે આ શેર રોકાણકારોની કિસ્મત ચમકાવતો સાબિત થયો હોય પરંતુ પાછલા કેટલાક સમયમાં આ શેરમાં આવેલા ઘટાડાના લીધે બ્રોકરેજ હાઉસે તેનું વેચાણ રેટિંગ જાળવી રાખ્યું છે. જો કે તેના શેરમાં રિકવરીનો તબક્કો પણ ચાલી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા પ્રમાણે, કાચો માલ, ઉપયોગિતાઓ અને લોજિસ્ટિક્સની ઊંચી કિંમતના લીધે કંપનીના માર્જિન પર દબાણ રહેશે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment