રોજ અંગત સંબંધો માણવાથી થાય છે આવું આવું….. મોટાભાગની વ્યક્તિઓને આ વાતની ખબર નથી હોતી.

રોજ અંગત સંબંધો માણવાથી થાય છે આવું આવું….. મોટાભાગની વ્યક્તિઓને આ વાતની ખબર નથી હોતી.

મિત્રો દરેક પતિપત્નીના લગ્ન સંબંધને વધુ ગાઢ અને અતુટ બનાવવા માટે અંગત સંબંધો બંનેના જીવનમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતે પતિપત્ની બંને પોતાનું જીવન સમજદારી પૂર્વક પસાર કરે અને એક બીજાની બધી જવાબદારીઓ સારી રીતે સંભાળે તેવી જ રીતે પતિપત્ની વચ્ચેના અંગત સંબંધોનું જીવન પણ ખુબ જ રોચક હોવું જરૂરી છે. આજે અમે પતિપત્નીના અંગત સંબંધો વિશે એક મજેદાર વાત જણાવવા જઈ રહ્યા છીએ. જે દરેક પતિપત્ની માટે ઉપયોગી બનશે અને તેની સાથે જોડાયેલી વાતો જાણીને તમને પણ ખુબ જ આશ્વર્ય થશે.

મિત્રો શું તમે જાણો છો કે સામાન્ય રીતે લગ્ન બાદ અંગત સંબંધથી માણવાથી ઘણા શારીરિક ફાયદાઓ થાય છે. પરંતુ રોજે પતિપત્ની દ્વારા નિયમિત અંગત સંબંધો માણવા આવે તો અવિશ્વસનીય ફાયદાઓ થાય છે. તે ફાયદાઓ જાણીને કદાચ તમે પણ તમારા અંગત સંબંધોનો દ્રષ્ટિકોણ બદલી નાખો.

દરેક લોકોને હંમેશા યુવાન દેખાવું પસંદ હોય છે. પરંતુ આધુનિક યુગમાં બદલાતા ખાનપાન અને જીવનશૈલીના કારણે વધારે પડતા લોકોના ચહેરા પર સમય પહેલા જ વૃદ્ધત્વ દેખાવા લાગે છે અને ખાસ કરીને લગ્ન બાદ વ્યક્તિ ઝડપથી વૃદ્ધ દેખાવા લાગતા હોય છે. તેઓ પોતાને યુવાન દેખાડવા માટે ઘણા ઉપાયો અને નુસ્ખાઓ પણ અપનાવતા  હોય છે. પરંતુ શું તમે જાણો છો કે નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી તમે વૃદ્ધ નથી દેખાતા. આવું એક અભ્યાસ બાદ સામે આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે અંગત સંબંધો માણે છે છે તે લોકો લાંબા સમય સુધી યુવાન દેખાય છે અને તેમનું આયુષ્ય પણ ખુબ જ લાંબુ રહે છે. અંગત સંબંધ બનાવવાથી કોલાજનનું ઉત્તપાદન થાય છે. જે ચહેરા પર એજ સ્પોટ્સ, ઢીલાશ અને કરચલીઓને આવતા રોકે છે. અંગત સંબંધથી થતા એજિંગ ફાયદાઓ વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો,  જેમાં જાતીય સંબંધો અને યુથને લઈને લગભગ 10 વર્ષ સુધી 3500 પુરુષ અને મહિલાનો પર અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં બે પ્રકારના દંપત્તિ સમાવિષ્ટ હતા. એક એવા જે રોજ નિયમિત અંગત સંબંધો માણતા હતા અને બીજા એવા દંપત્તિ હતા જે નિયમિત અંગત સંબંધો માણતા ન હતા.

આ અભ્યાસ બાદ જે લોકોના અંગત સંબંધોની લાઈફ ઘણી એક્ટીવ હતી એટલે કે જે લોકો નિયમિત રૂપે અંગત સંબંધોને માણતા હતા. તેમની ઉંમર અન્ય લોકોએ 7 થી 12 વર્ષ ઓછી આંકી. જ્યારે જે લોકો નિયમિત રૂપે અંગત સંબંધો માણતા ન હતા તેના ચહેરા લગભગ વૃદ્ધ થઇ ગયા હોય તેવા લાગતા હતા. માટે જો તમે લગ્ન બાદ પણ લાંબા સમય સુધી યુવાન દેખાવા માંગો છો તો તમારું અંગત સંબંધોની લાઈફને સારી રીતે એક્ટીવ અને નિયમિત રાખવી જોઈએ.

અંગત સંબંધો માણતા સમયે કોલાજનની સાથે સાથે એસ્ટ્રોજેન અને ટેસ્ટોસ્ટેરોન જેવા કેમિકલ્સ રીલીઝ થાય છે. આ કેમિકલ આપણા સ્કીન ટોનને જાળવી રાખે છે. ડો.થોમસના કહેવા અનુસાર એસ્ટ્રોજેન તમને યુવાન દેખાતી ત્વચા જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત અંગત સંબંધોના કારણે શરીરમાં સારા પ્રમાણમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે. જેનાથી લોહી શરીરના દરેક અંગોમાં વધારે કુશળ અને પ્રભાવશાળી રીતે પહોંચે છે. જેના કારણે શરીરને એક ગજબનું મોઈસ્યુરાઇઝર પણ મળે છે. જેથી ત્વચા યુવાન અને સુંદર દેખાય છે.

તો મિત્રો તમે ચુસ્ત અને તંદુરસ્ત તેમજ યુવાન દેખાવા માંગો છો તો તમારા લગ્ન જીવનમાં અંગત સંબંધની લાઈફને પણ અન્ય વસ્તુ જેટલું મહત્વ આપો અને શક્ય હોય ત્યાં સુધી તમારા જીવનસાથી સાથે નિયમિત અંગત સંબંધો માણવાનો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી તમારો માનસિક તણાવ તો દુર થશે જ, પરંતુ સાથે સાથે તે તમને યુવાન અને સુંદર દેખાવમાં પણ મદદરૂપ સાબિત થશે. પરંતુ તેનાથી પણ સૌથી મોટો ફાયદો એ થશે કે તમારા પાર્ટનર ખુબ જ ખુશ રહે છે. જેના કારણે બંને વચ્ચે પ્રેમ આખું જીવન ટકી રહે છે.

આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   

14 thoughts on “રોજ અંગત સંબંધો માણવાથી થાય છે આવું આવું….. મોટાભાગની વ્યક્તિઓને આ વાતની ખબર નથી હોતી.”

Leave a Comment