માત્ર 12 રૂપિયામાં જ લોકો વેંચી રહ્યા છે આલીશાન મકાન, કારણ જાણીને વિશ્વાસ નહિ આવે. જાણો ક્યાં આવેલી છે આ જગ્યા…

માત્ર 12 રૂપિયામાં જ લોકો વેંચી રહ્યા છે આલીશાન મકાન, કારણ જાણીને વિશ્વાસ નહિ આવે. જાણો ક્યાં આવેલી છે આ જગ્યા…

દરેક લોકોનું સપનું હોય છે કે, તેનું એક સુંદર મકાન હોય. આમ ઘર બનાવવું એ દરેકનું સપનું છે અને ઘર ખરીદવા માટે આખી જિંદગીની કમાણી ખર્ચ કરી દેવામાં આવે છે. પણ દુનિયાનો એક એવો જ દેશ પણ છે જ્યાં હાલ લોકો પોતોના સુંદર મકાનો વેંચી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, લોકો પોતાના ઘરને માત્ર 16 સેન્ટ (લગભગ 12 રૂપિયા) માં વેંચી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ક્રોએશિયાના ઉત્તરી ભાગના એક શહેર લેગ્રાડમાં લોકો પોતાનું ઘર 12 રૂપિયામાં વેંચવા માટે મજબુર થઈ ગયા છે. ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઓછી હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડીને જઈ રહ્યા છે. ત્યાર પછી પ્રશાસન પોતે જ આ મકાનને વેંચવાનો નિર્ણય લીધો છે.

લેગ્રાડના મેયર ઇવાન સાબોલીકે પોતાના ભાષણમાં જણાવ્યું છે કે, હાલમાં જ 19 ઘર એક સાથે ખાલી કરવામાં આવ્યા. આ મકાનની કિંમત 1 કુના એટલે કે લગભગ 12 રૂપિયા કરવામાં આવી હતી. તેમાંથી 17 મકાન અત્યાર સુધીમાં વેંચાઈ ગયા છે. તેમણે એ પણ જણાવ્યું કે, જ્યારે આ શહેર એક સીમાવતી શહેર બન્યું છે, ત્યારથી હજુ જન સંખ્યા સતત ઓછી થઈ રહી છે. લેગ્રાડની સીમા હંગરી સાથે જોડાયેલ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ માણસ જો અહીં ઘર ખરીદવા માંગે છે તો સ્થાનીય પ્રશાસન તેની મદદ કરશે. એટલું જ નહિ જો કોઈ અહીં રહેવા માંગે છે તો તેને ઓછામાં ઓછું 15 વર્ષ રહેવા માટેનો એગ્રીમેન્ટ કરવો પડશે.

એક તથ્ય એ પણ છે કે, લેગ્રાડ શહેર એક સમયે ક્રોએશિયાની બીજી એવી જગ્યા હતી, જ્યાં દેશની સૌથી વધુ જન સંખ્યા રહેતી હતી. પણ લગભગ 100 વર્ષ પહેલા ઓસ્ટ્રો અને હંગરીયન સામ્રાજ્ય તૂટ્યા પછી અહીં જન સંખ્યા સતત ઓછી થવા લાગી.

લેગ્રાડ શહેરની વાત કરવામાં આવે તો અહીં લીલોતરી ખુબ જ વધુ પ્રમાણમાં છે. ચારે બાજુ જંગલ છે. આ શહેરમાં 2.250 લોકો રહે છે. રિપોર્ટ અનુસાર 70 થી 100 વર્ષ પહેલા લેગ્રાડ શહેરમાં આજના સમયની તુલનામાં બેગણા વધુ લોકો રહેતા હતા. પણ ધીમે ધીમે લોકો અહીંથી પલાયન કરવા લાગ્યા.

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા આવો જ એક કિસ્સો ઇટાલીથી સામે આવ્યો હતો. જ્યારે ઇટાલીના સીસલી સ્થિત એક નાના એવા ટાઉનમાં 86 રૂપિયાની સામાન્ય કિંમતમાં મકાન વેંચાઈ રહ્યા હતા.સીસલીમાં આટલી ઓછી કિંમતે ઘર વેંચવા પાછળનું કારણ  પણ એ જ હતું. સીસલીમાં પણ છેલ્લા વર્ષોમાં ઘણા નાના નાના ગામડાઓમાં જન સંખ્યા ઓછી થવાની સમસ્યા જોવા મળી હતી.

આ જ કારણ છે કે, આવા કસબાઓમાં આટલી ઓછી કિંમતે ઘર વેંચતા હતા. આમ જનસંખ્યા ઓછી થવાના કારણે લોકોનું સ્થળાંતર થવું સ્વાભાવિક છે. કારણ કે લોકો રોજીરોટીની તલાશમાં આમ પલાયન કરતા હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!