કોરોનાનો આ લક્ષણ દર્દીઓ માટે સાબિત થયો ફાયદાકારક ! જેના કારણે બચી ગયા લાખો જીવ.

આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના વાયરસનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેને ધ્યાનમાં લઈને ઘણા રાજ્યોની સરકારો દ્વારા રાત્રી કર્ફ્યું કરી દેવામાં આવ્યું છે. જેમાં અમુક રાજ્યોમાં વધુ મારો છે. તેમાં રાજધાની દિલ્લી, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ સ્થિતિ અને હાલાતને જોતા કોરોના વાયરસે પોતાનું રૂપ ઘણી વાર બદલ્યું છે. પરંતુ તેના લક્ષણોમાં કોઈ બદલાવ જોવ નાથી મળતો. તેમજ કોરોનાના લક્ષણમાં એક એવું લક્ષણ પણ છે કે, સ્વાદ અને ભોજનની સુગંધ પરખવાની શક્તિ નથી રહેતી. તેમજ તેમાં છાતીનો દુઃખાવો, ગેસ્ટ્રીકની સમસ્યા પણ થાય છે. આ બધા જ લક્ષણ સામાન્ય રીતે કોરોના વાયરસના બીજા અઠવાડિયામાં શરૂ થાય છે.

વિશેષજ્ઞ ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોના વાયરસની શરૂઆત હોય છે ત્યારે સુગંધ અને સ્વાદની ઓળખ નથી કરી શકતા. ત્યાર બાદ એક બીજો પણ કોવિડનો સંકેત છે. જેના દ્વારા જાણી શકાય છે કે, આ વ્યક્તિને કોરોના હોવાની શક્યતા વધુ પ્રમાણમાં છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર લગભગ 40% કોરોના દર્દીઓમાં ગંધ અને સ્વાદ ન પારખી શકતા હોવાની સમસ્યા આવતી હતી. આ લક્ષણના કારણે ઘણા બધા દર્દીઓને જાણ થઈ જતી અને તેની સારવાર સમયસર થઈ જતી. તેના કારણે દર્દીઓ ઝડપથી સાઝા પણ થઈ જતા હતા. પરંતુ અમુક કોરોનાના કેસો એવા પણ સામે આવ્યા છે જેમાં કોઈ પણ પ્રકારના કોવિડ-19 ના લક્ષણ જોવા મળ્યા ન હતા. તે લોકો કોરોનાના હરાવી દે છે, પરંતુ બીજા લોકોમાં સંક્રમણ ફેલાય તેનો ભય રહે છે.કોરોનાના દર્દીઓની સારવાર કરતા એક  અન્ય ડોક્ટરે જણાવ્યું કે, ‘મારા રિચર્સમાં એવું જાણવા મળ્યું છે કે, ગંધ અને ભોજનના સ્વાદ પારખવાની શક્તિ જતી રહે એ મોટાભાગના દર્દીઓને ગંભીર બીમારી નથી થતી. તેઓને ઓક્સિજનના સપોર્ટની પણ જરૂર નથી પડતી અને ઘણાને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર નથી રહેતી.

ડોક્ટરે જણાવ્યું એ અનુસાર, જો તમને ભોજનમાં સ્વાદ ન આવતો હોય અને ગંધ નથી આવતી તો આ એક સારા સંકેત પણ છે. આ એક એવું લક્ષણ છે કે, જેનાથી એ વાતનો ખ્યાલ આવી જાય છે કે, તમે કોરોના સંક્રમિત છો. તેમજ જે લોકોમાં ગંધ અને સ્વાદની સમસ્યા હોય છે તેને શ્વાસની સમસ્યા નથી થતી. આવા દર્દીઓની હાલત વધુ બગડી નથી. પરંતુ હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે કોરોના વાયરસના દર્દીને ગંધ અને ભોજનનો સ્વાદ પરખવામાં મુશ્કેલી કેમ થાય છે ? તેની કોઈ ચોક્કસ જાણકારી નથી મળી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment