પૂજાનું નારીયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યા છે આવા સંકેતો…. આ વાત કોઈને ખબર નહિ હોય.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁  પૂજાનું નારીયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યા છે આવા સંકેતો

હિંદુ ધર્મમાં નારિયેળનું ખુબ જ મહત્વ છે. આપને દેવી દેવતાઓને પગે લાગવા જઈએ ત્યારે અચૂક પૂજાની સામગ્રી લઇ જતા હોઈએ છીએ. જેમાં નારીયેળનું ખુબ જ મહત્વ હોય છે. નારિયેળ એ ખુબ જ શુભ અને શ્રદ્ધાનું પ્રતિક કહેવાય છે, અને નારિયેળ આપને ભગવાનને અર્પિત કરીએ છીએ.

ઘણી વખત  આપણે જે શ્રીફળ ભગવાનને અર્પિત કરીએ છીએ તે બગડેલું નીકળે છે. તો આપણે વિચારવા લાગીએ છીએ કે કેમ મારું નારિયેળ બગડી ગયેલું નીકળ્યું આની પાછળ શું કારણ હશે? આ આપણે અવનવી કલ્પના કરતા હોઈએ છીએ. આનો મુખ્ય પ્રશ્ન ત્યાં આવી ને અટકે છે કે શું આ શ્રીફળ બગડી ગયેલું નીકળે તો એ શુભ કહેવાય કે અશુભ કહેવાય ?

હકીકતે ચાલો આપણે જાણીએ કે આ શુભ કહેવાય કે અશુભ..

આના વિશે લોકો એમ પણ કહે છે કે ભગવાન તમારા પર કોપાયમાન (નારાજ) છે માટે તમારું શ્રીફળ બગડી ગયેલું નીકળ્યું. ઘણા લોકો કહે છે કે તમારું ધારેલું કામ સફળ નહિ જાય માટે બગડેલું નીકળ્યું. અને ઘણા તો એમ પણ કહી દે છે કે તમે જે કામ કરો છો તેમાં કોઈ અદ્રશ્ય શક્તિ તમારું કામ થવા નહિ દે તેના સંકેત છે. આમ કહી તે લોકો કહે છે કે તમારું શ્રીફળ જો બગડેલું નીકળે તો તે અશુભ કહેવાય.

પણ સાચી જાણકારી તે લોકોને નથી હોતી..હકીકતે વધેરેલુ શ્રીફળ જો બગડી ગયેલું નીકળે તો એ શુભ કહેવાય છે. તેની પાછળ એ કારણ છે કે શ્રીફળ આમ તો સૌ દેવી દેવતાઓને ચડે છે પણ સૌપ્રથમ એ લક્ષ્મીમાતાનું પ્રથમ પ્રતિક માનવામાં આવે છે.

જયારે કોઈ ભક્ત ભગવાનને શ્રીફળ ચડાવે છે ત્યારે તે ભગવાનને પોતાની નાનકડી ભેટ અર્પણ કરે છે એમ કહેવાય, આ શ્રીફળ જયારે બગડી ગયેલું નીકળે ત્યારે સમજવું કે ભગવાને તમારી ભેટ સ્વીકારી લીધી છે કેમ કે કહેવાય છે કે શ્રીફળ એક જીવંત ફળ માનવામાં આવે છે અને જયારે તે બગડી જાય છે ત્યારે તે નિર્જીવ થઇ જાય છે તેનો અર્થ એ છે કે એ ભેટ ભગવાન તરફથી સ્વીકારાઈ છે જેથી તે નિર્જીવ થઇ જાય છે.

એવું પણ કહેવાય છે  કે ખાસ કામ ઈચ્છા પૂરી કરવા માટે શ્રીફળ વધેર્યું હોય અને તે બગડેલું નીકળે તો માનવામાં આવે છે કે તમારું ધારેલું કામ સફળ થશે..
જયારે આપને સારું શ્રીફળ વધેરીએ અને તે સારું નીકળે અને તેની પ્રસાદી આપને ગ્રહણ કરીએ તે પર શુભ જ કહેવાય છે કે ભગવાનનિ કૃપાથી તેની પ્રસાદી આપણે ગ્રહણ કરી શકીએ છીએ, આમ પણ તમે જોયું જ હશે કે ભગવાનને વધેરેલું નારિયેળ મીઠું હોય છે આમ જ શ્રીફળ ખાવ ત્યારે તે થોડો સ્વાદમાં ફેર પડે છે. આ વાત સત્યનારાયણ ભગવાનના પ્રસાદ જેવી છે કે તે પ્રસાદ જેવો સ્વાદ ઘરે બનાવેલ રવામાંથી ક્યારેય નથી આવતો.

જો તમારે એ જાણવું હોય કે ભગવાનને પૂજામાં શ્રીફળ જ કેમ ચડાવવામાં આવે છે બીજું કોઈ ફળ કેમ નહિ, તો કોમેન્ટમાં પાર્ટ – 2 લખો..

અને તમારે જો તે જાણવું હોય કે સત્યનારાયણ ભગવાનની પૂજામાં બનાવેલ પ્રસાદ જેવો સ્વાદ આપણા  ઘરે બનાવેલ પ્રસાદમાંથી કેમ નથી આવતો?  તો કોમેન્ટમાં પાર્ટ -૩ લખીને અમને જણાવો…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

3 thoughts on “પૂજાનું નારીયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યા છે આવા સંકેતો…. આ વાત કોઈને ખબર નહિ હોય.”

Leave a Comment