ચીનના સેના એક્સપર્ટએ જાહેરમાં કર્યા ભારતીય સેનાના વખાણ, કહ્યું મોટા મોટા દેશો પાસે પણ નથી આવી ફોર્સ. 

ચીન અને ભારત રાષ્ટ્રીય સંબંધોને લઈને હાલ ઘણા વિવાદો અને તણાવમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભારતમાં લદ્દાખ અને અને ચીનની સરહદે ખુબ તણાવ જોવા મળી રહ્યો છે. આ સિવાય ચીન દ્રારા હાલ અમરનાથ યાત્રા પર પણ કાબુ મેળવી લીધો છે. એટલે કે, અમરનાથ જવા માટે ચીનની મંજુરી નથી મળી રહી. આવા સમયે જો એક દુશ્મન દેશ આપણા દેશની ફોર્સના વખાણ કરી જાય તો તે ખુબ સારી વાત છે.

આવા તણાવના સમયે ચીનની સેનાના એક્સપર્ટે ભારતીય સેનાના ભરપુર વખાણ કર્યા છે. તેમના કહ્યા મુજબ, ‘ભારત પાસે દુનિયાની સૌથી મોટી, અનુભવી, મજબુતને પહાડી સેના છે. જે અનેક દેશો પર ભારે પડી શકે છે. આ સિવાય ભારતની સેના પાસે ઉત્તમ અને મજબુત હથિયારો છે, જે લદ્દાખ જેવી સરહદ પર ખુબ ઉપયોગી થઈ શકે છે.’

આ સિવાય જાણવા મળતી માહિતી અનુસાર મોર્ડન વેપનરી મેગેઝીનના એડિટર હુઆંગ ઝુઓઝીએ એમ પણ કહ્યું છે કે, ‘હાલમાં ભારત જેવી અનુભવી, પહાડી, તેમજ મજબુત સેના ન તો અમેરિકા પાસે છે, ન તો રશિયા પાસે, કે ન યુરોપિયન દેશો પાસે. પરંતુ ભારત પાસે જ આવી ખડતલ સેના છે.’પરંતુ આ બધું ધ્યાનમાં રાખીને એ વાત ન ભુલવી જોઈએ કે, ભારતમાં સેનાને ચીનની સરહદને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે. પરંતુ એવું પહેલી વખત બન્યું છે કે, કોઈ ચીનની સેનાના એક્સપર્ટે ભારતની સેનાની તાકાત અને તેની વ્હૂહ રચનાના વખાણ કર્યા છે. 12 ડિવિઝનોમાં 2 લાખથી વધુ સેનાની ટુકડીઓમાં વિભાજીત ભારતીય પહાડી સેના દુનિયામાં સૌથી મોટી ફોર્સ છે. આ સિવાય હુઆંગનું એવું પણ કહેવું છે કે, ‘1970 પછી ભારતે પહાડી સેનામાં ખુબ વધારો કર્યો છે અને આ ઉપરાંત 50,000 જેટલી સ્ટાઇક ફોર્સ કરવાનો ઈરાદો છે.

આ અંગે વધુ વાત કરીએ તો હુઆંગે એવું પણ કહ્યું છે કે, પર્વતારોહણ ભારતીય સેનામાં દરેક સૈનિક માટે ખુબ જરૂરી છે. આ માટે જ ભારતે ઘણી જગ્યા પર નવા પ્રોફેશનલ અને નવા પર્વતારોહણના પ્રાઇવેટ સેક્ટર ઉભા કર્યા છે. સિયાચીન ગ્લેશિયરમાં ભારતની સેનાની હાજરીને લઈને હુઆંગે એમ પણ કહ્યું કે, ‘ભારતની સેનાએ સિયાચીન ગ્લેશિયર પર અનેક આઉટપોસ્ટ બનાવી છે. જેમાંથી કેટલીક 5 હજાર મીટર પર છે તો કેટલીક 6749 મીટર પર છે. ત્યાં 6 થી 7 હજાર ફાઈટર તૈનાત છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, ભારતની સેના વિશે તેમજ હથિયારો વિશે વાત કરતા હુઆંગે એવું પણ કહ્યું કે, ‘ભારત પાસે ઉંચાઈ અને પહાડો પર ચલાવવા માટે ખુબ સારા હથિયારો છે. આ હથિયારો ભારતે બહારથી તેમજ ઘરેલું સ્તરે પણ તૈયાર કર્યા છે.’ ભારત અમેરિકા પાસેથી એડવાસ્ક હેવી ઇક્વીક્મેન્ટની ખરીદી પર મોટી કિંમત ચૂકવે છે. જેમાં M777 અને ચીનુક હેવી ટ્રાન્સપોર્ટ હેલીકોપ્ટર છે. તેનાથી સેનાનો સપોર્ટ તેમજ આર્મર ક્ષમતા વધે છે.

આ સિવાય હુઆંગનું માનવું છે કે, ‘ભારતીય સેનાએ પોતાને અમેરિકાના AH-64 E LongBow Apache હેલિકોપ્ટરથી લેસ કરવાનો નિર્ણય લીધો હતો. તેના કારણે ભારતે પૂરી રીતે એરફિલ્ડ પર નિર્ભર ન રહેવું પડે.

આ સિવાય ભારતની ખામીઓ વિશે જણાવતા હુઆંગે કહ્યું, ‘ભારત હજી હથિયારોના આત્મ બળે સક્ષમ નથી. કારણ કે, હજુ તેમને હેવી હથિયારો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે. આમ ચીનના ઉચ્ચ મીલીટરી એક્સપર્ટે જાહેરમાં ભારતીય સેનાના વખાણ કર્યા અને ભારતની ફોર્સના વખાણ કર્યા છે. તે ભારતની સૈન્ય બળ વિશે પણ વાત કહી છે.

Leave a Comment