બાળકોને ક્યારેય ન મોકલો એકલા આવી જગ્યાઓ પર…. જાણો શું થઇ શકે તે આ લેખમાં, માબા૫ આવી ભૂલો કરે છે.

બાળકોને ક્યારેય ન મોકલો એકલા આવી જગ્યાઓ પર…. જાણો શું થઇ શકે તે આ લેખમાં, માબા૫ આવી ભૂલો કરે છે.

મિત્રો આજે દિવસે દિવસે દુનિયામાંથી માણસાઈ ગાયબ થવા લાગી છે. અમુક લોકો આજે માણસ મટીને હેવાન બની ગયા છે. મિત્રો આપણા ભારત દેશમાં રેપ જેવા સંગીન અપરાધોની સંખ્યા દિવસે દિવસે ખુબ જ વધતી જાય છે. આજકાલ એ હેવાનિયત એટલી હદે વધી ગઈ છે કે યુવતીઓ અને સ્ત્રીઓ જ નહિ પરંતુ નાની બાળકીઓ પર પણ રહેમ નથી કરતા અને તેને પણ શિકાર બનાવતા હોય છે. આજનો અમારો આ લેખ વાંચીને કોઇપણ વ્યક્તિના રૂંવાડાં ઉભા કરી દેશે. માટે આ લેખને ખાસ જાણો અને સમાજમાં શું ચાલે છે તેના વિશે દરેક લોકોએ જાણવું જોઈએ.

આ ઘટના પાણીપત થાણા મોડલ ટાઉન ક્ષેત્રની છે. રવિવારે સાંજે સાત વાગ્યાની વાત છે. માસુમ બાળકીની માતાએ જમવાનું બનાવ્યું, તો બાળકીએ કહ્યું કે મારે ઠંડુ પાણી પીવું છે. ત્યાં નજીકમાં જ એક ફેક્ટરી હતી ત્યાં થાળું પાણી હતું. લોકો ત્યાંથી ભરી પણ લાવતા હતા. પરંતુ બાળકી તેની માતાને જિદ્દ કરે છે કે મારે ઠંડુ પાણી જોઈએ જ છે અને ભરી લાવવાની માંગ કરે છે. ત્યાર બાદ માતાએ બાળકીને પાણી ભરવા જવાની પરવાનગી આપી. બાળકી પોતાના ઘરથી 20 મીટર દુર આવેલી એક ફેક્ટરીમાં પોતાની પાંચ વર્ષની બહેનપણી સાથે પાણી ભરવા માટે જાય છે.

જ્યારે બંને બાળકીઓ ફેક્ટરીના વોટર કુલર પાસે પહોંચી તે દરમિયાન ફેક્ટરીમાં કામ કરતો એક મજુર બહાર આવ્યો અને તે બંને બાળકીઓને ખીજાયને ખે છે કે, આ કોઈ પાણી ભરવાની જગ્યા છે, ચાલો ભાગો અહીંથી. આ સાંભળી બંને બાળકીઓ જવા લાગી. જ્યારે 6 વર્ષની બાળકી પોતાની બહેનપણી સાથે જવા લાગી તો આ મજૂરે તેને પકડી લીધી અને તેની બહેનપણીને જવા માટે કહ્યું. પછી 6 વર્ષની બાળકીને ડરાવી ધમકાવીને ફેક્ટરીની છત પર લઇ ગયો.

ત્યાં નિર્દયી મજૂરે બાળકીના ગાલ પર થપ્પડો મારી અને ત્યાં જ તેની સાથે દુષ્કૃત્ય કર્યું. ત્યાર બાદ આરોપી તે બાળકીને દર્દમાં તડપતી અને લોહીથી લથપથ છોડીને ત્યાંથી ભાગી ગયો. ત્યાર બાદ તે બાળકી તેવી હાલતમાં જેમ તેમ કરીને નીચે આવી. બાળકીનો રોવાનો અવાજ સાંભળીને ફેક્ટરીના અન્ય મજુરો અને તેની માતા પણ ત્યાં પહોંચી ગઈ. સૌથી પહેલા તો લોકોને લાગ્યું કે તે પડી ગઈ હશે અને તેને વાગ્યું હશે તેટલે તે રડતી હશે. પરંતુ તે માસુમ બાળકી ખુબ જ ડરી ગઈ હતી. ઘણી વાર પૂછ્યા બાદ માસુમ બાળકીએ જણાવ્યું કે તેની સાથે એક મજૂરે છત પર લઇ જઈને ખોટું કામ કર્યું અને તેને મારીને ભાગી ગયો.

ત્યાર બાદ ફેક્ટરીના માલીકે હાજરી રજીસ્ટર ચેક કર્યું અને આરોપી ત્યાં ન હતો તેની તલાશ શરૂ કરી. ફેક્ટરીના માલિકે આરોપી શ્રમિક સોનુંને પોતાના ઘરેથી પકડ્યો અને ફેક્ટરી લઇ આવ્યા. તેને જોઇને બાળકી એકદમ ડરી ગઈ અને જોર જોરથી રડવા લાગી. પરંતુ બાળકીએ હિંમત કરીને જણાવ્યું કે આ જ વ્યક્તિએ તેની સાથે ખોટું કામ કર્યું છે. ત્યાર બાદ આરોપીને પોલીસના હાથમાં સોંપવામાં આવ્યો હતો.

જ્યારે 6 વર્ષની માસુમ બાળકીને લોહીથી લથપથ હાલતમાં સામાન્ય હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ડોક્ટર અને નર્સે પૂછ્યું કે બાળકી સાથે શું થયું છે ? ત્યારે તેની માતાએ સમગ્ર ઘટના કહી. જ્યારે ડોક્ટર અને નર્સ તે બાળકી સાથે વાત કરવા ગયા તો બાળકી ખુબ જ રડવા લાગી. માસુમ બાળકીને રડતી જોઇને ત્યાં ઉભેલી ત્રણ નર્સ પણ રડી પડી અને બોલી ઉઠી કે સમાજના આવા નરાધમોને માત્ર ફાંસી જ થવી જોઈએ. એટલું જ નહિ બાળકીના પરિવાર સાથે આવેલ પાડોશી પણ હોસ્પીટલના પરિસરમાં રડવા લાગ્યા હતા.

મિત્રો આ વાત ખુબ જ શરમ જનક છે અને એ માસુમ બાળકીની એવી હાલત જોઈને કોઈને પણ રડવું આવી જાય તે સ્વાભાવિક છે. મિત્રો આવા કિસ્સા સાંભળીએ ત્યારે એવું લાગે કે આજે સમાજમાં ખરેખર માસુમ બાળકો પણ સુરક્ષિત નથી. તેમની પર ખાલી કીડનેપીંગ નહિ, પરંતુ આવા બળાત્કાર જેવા અપરાધો પણ થઇ શકે છે. તેથી દરેક માતા પિતાએ આ બાબતે સજાગ રહેવું જોઈએ. કારણ કે દુનિયામાં એવા પણ નરાધમો છે જે પોતાની હેવાનિયતને સંતોષવા માટે માસુમ બાળકોનો પણ શિકાર કરી શકે છે.

તો મિત્રો આજના આ અમારા લેખમાં તમને એટલું જ જણાવવાનું કે તમારા બાળકોને થોડા આ બાબતે બાળપણમાં જ સજાગ બનાવી દો. કેમ કે જો તમારા બાળકોને કોઈ ખરાબ ઈરાદાથી સ્પર્શ કરે તો પણ ખબર પડી જવી જોઈએ. એટલા માટે દરેક માતાપિતાએ બાળકોને થોડું પોતાના શરીરના પ્રાઇવેટ અંગો વિશે અવગત કરાવવા જોઈએ. તેનાથી ઘણી વાર બાળકો પરિસ્થિતિને સમજી શકે, ઓળખી શકે અને એ પ્રમાણે તે એક્શન પણ લઇ શકે. જો તેની પાસે આવી માહિતી હોય તો કદાચ બાળક આવા શિકારીઓથી બચી પણ શકે છે. એટલા માટે બાળકોને માતાપિતા ખાસ સજાગ કરવા જોઈએ અને આ સમયમાં નાના બાળકોને કોઈ પણ જગ્યાએ એકલા બને ત્યાં સુધી ન મોકલવા જોઈએ ખાસ કરીને અવાવરું જગ્યાઓ પર. નાના બાળકો સાથે દરેક જગ્યાએ માતાપિતા અથવા ઘરના કોઈ મોટા સભ્યએ અવશ્ય જવું જોઈએ.

મિત્રો આજે તમારા માટે સવાલ છે કે કોઈ મહિલા, યુવતી કે કોઈ બાળકી અથવા બાળક પર દુષ્કર્મ કરે તો તેને શું સજા આપવી જોઈએ ? તમારો મંતવ્ય અમને કોમેન્ટ કરીને ખાસ જણાવો અને આ લેખને અવશ્ય શેર કરો જેનાથી ઘણા બાળકોની સુરક્ષા વધી જાય. અને હા, સજા વિશે જરૂર કોમેન્ટ કરજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment