ગરમીમાં વાહન ચલાવતા પહેલા ચેક કરો આ 5 વસ્તુ, નહિ તો થઈ શકે છે મોટી દુર્ઘટના… જાણો ગાડીના ટાયરની કેપેસિટી અને ક્વોલિટી ચેક કરવાની ટીપ્સ…

દેશના અનેક ભાગમાં ગરમીનો પારો ચરમસીમા પર છે. કેટલાય શહેરોમાં આ પારો 42 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે. ઉનાળામાં ગરમીની અસર જેટલી સજીવ સૃષ્ટિ પર થાય છે તેટલી જ નિર્જીવ વસ્તુઓ પર પણ થાય છે. આવી સ્થિતિમાં વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ સામે આવતી રહે છે. કેટલીક વાર લોકો આ કારણથી મોટી ઘટનાનો શિકાર પણ બને છે.

આખરે પ્રશ્ન એ ઉદભવે છે કે, ઉનાળામાં ટાયર કેમ આટલી જલદી ફાટે છે ? તેનો જવાબ એ છે કે, ઉનાળામાં રોડ  વધારે ગરમ રહે છે. તેવામાં ટાયર અને રોડની વચ્ચે થતા ઘર્ષણથી પણ વધારે ગરમી ઉત્પન્ન થાય છે. તેવામાં જો ટાયરમાં હવાનું પ્રેશર વધુ હોય કે ટાયર ખરાબ થાય છે કે થોડું ફાટેલા જેવું હોય તો ટાયર ફાટવાની સંભાવના વધી જાય છે. હવે પ્રશ્ન એ આવે છે કે, શું ટાયર ફાટવાની ઘટના રોકવી કે આ સંભાવનાને ઓછી કરવાનો કોઈ ઉપાય નથી ? તો એવું નથી કેટલીક ટિપ્સ ફોલો કરીને આપણે ફેરફાર થવાની સંભાવનાને ઓછી કરી શકીએ છીએ. જાણો એ કઈ ટિપ્સ છે.

ટાયરમાં ઓછું રાખો હવાનું પ્રેશર : ટાયરના દબાણને નિયમિત રૂપે તપાસ કરવું જોઈએ. કારણ કે તેની પર ગરમીની અસર વધુ થાય છે. તાપમાનના આધારે રબર અને હવાનો વિસ્તાર હોય છે. ઉનાળામાં ગાડી ચલાવતા સમયે ટાયર ગરમ થઈ જાય છે અને તેની અંદર હવાનું દબાણ વધી જાય છે. કેટલાક કિસ્સામાં તો ફાટી પણ શકે છે અને આ ઘાતક પણ બની શકે છે. તેથી જરૂરી છે કે, ટાયર પ્રેશરને હંમેશા બરાબર રાખવું. શ્રેષ્ઠ એ જ રહેશે કે ઉનાળામાં હવાનું પ્રેશર થોડું ઓછું જ રાખો.

ટાયરના વાલ્વનું માપ સાચું હોવું જોઈએ : ટાયરનો વાલ્વ સાચા આકારનો હોવો જોઈએ અને વાલ્વ કેપને ઢાંકીને ફીટ કરેલો હોવો જોઈએ. નહિ તો આજ વાલ્વ હવાના લિકેજનું કારણ બની શકે છે જેનાથી ટાયરમાં હવાનું દબાણ ઘટે છે, જે માઈલેજ અને કામગીરીમાં પણ ઘટાડો આવે છે. વાલ્વ કેપ વાલ્વને ધૂળ, પાણી અને કીચડથી પણ બચાવે છે.

ચેકિંગ અને વોશિંગ : ઉનાળાથી પહેલા ટાયરની વ્યવસ્થિત રીતે તપાસ કરાવી લેવી જોઈએ, જેથી કરીને બાદમાં સમસ્યા ઊભી કરતી નુકશાનદાયક વસ્તુઓની ખબર પડી જાય. ટાયરના દોરાની તપાસ કરવાની એક સારી રીત સિક્કો છે. જો સિક્કાનો એક ચતુર્થાંશ ભાગ દોરાની વચ્ચે નથી તો ટાયર બદલવાનો સમય આવી ગયો છે. ટાયરને નિયમિત સમયાંતરે ધોવા અને તેને વેક્સ કરવા એ ગરમીનો સામનો કરવાનીક સારી પ્રક્રિયા છે. પાણી અને વેક્સીનથી સાફ કરવાથી ટાયર સુકાતા નથી અને જલ્દી ખરાબ પણ નથી થતા.

10,000 km પર ટાયર બદલો : કારના ટાયરોને દર દસ હજાર કિલોમીટર ચાલ્યા બાદ બદલી દેવા જોઈએ. વાયર પર કોઈ પણ પ્રકારનું રબર ન કરાવવું જોઈએ. એટલું જ નહીં આ પગલું ટાયર ફાટવાના જોખમને અત્યંત ઓછું કરી દે છે. રસ્તા પર સરળ સવારી, સારી પકડ અને ચોક્કસ બ્રેકિંગ પ્રદાન કરે છે.

હવાને બદલે નાઇટ્રોજનનો ઉપયોગ કરો : વધારે ગરમીને કારણે, હવા નાઇટ્રોજન કરતાં વધુ ઝડપથી ફેલાય છે. તેથી હંમેશા કારના ટાયરમાં હવાને બદલે નાઈટ્રોજન ભરાવવું જોઈએ. આ ટાયર ફાટવાના જોખમને દૂર કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment