કાર અને બાઈકના કવર પર પડેલી કબુતરની ચરક, બે મિનીટમાં થશે ગાયબ… ગાડીઓના ગમે તેવા ગંદા કવર ચપટીમાં થશે સાફ અને ચોખ્ખા ચણક જેવા…

મિત્રો કાર કે બાઈક ચોખ્ખા હોય તો તેને ચલાવવા અને જોવાનું ખૂબ જ સારું લાગે છે. તેથી કેટલાક લોકો કાર અને બાઈકની સફાઈ પર વધારે ધ્યાન આપે છે. કાર અને બાઇકને ધૂળ-માટી થી બચાવવા માટે કેટલાક લોકો કવરનો પણ ઉપયોગ કરે છે. કવર નો ઉપયોગ કરવાથી ગાડી સાફ રહે છે અને જોવામાં પણ સારી લાગે છે.

કાર કે બાઈકના કવર ના કારણે ગાડી તો સાફ રહે છે પરંતુ કવર જરૂરથી ગંદુ થઈ જાય છે. ધૂળ-માટી કે કબૂતરો ના કારણે એક થી બે દિવસની અંદર જ કવર ગંદુ થઇ જાય છે. કેટલીક વાર કવર એટલું ગંદુ થઈ જાય છે કે તેનો ઉપયોગ કરવાનું મન પણ નથી થતું. આજે આ લેખમાં અમે કેટલીક ટિપ્સ અને હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે સરળતાથી કાર કે બાઈકનું કવર સાફ કરી શકો છો, તો આવો જાણીએ.સૌપ્રથમ કરો આ કામ:- કાર કે બાઈક ના કવરને સાફ કરવું કોઈ મુશ્કેલ કામ નથી પરંતુ તેને સાફ કરતા પહેલા તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. જેમ કે કવરને સાફ કરતા પહેલા તેને એક થી બે કલાક માટે તાપમાં રાખી દો. તેના સિવાય કોઈપણ ડીટરજન્ટ થી સાફ કરતા પહેલા તેને નોર્મલ પાણીમાં બોળીને લગભગ 10 થી 20 મિનિટ માટે રહેવા દો. જેથી કરીને કવર પર પડેલા ડાઘ નરમ પડી જશે  અને સરળતાથી નીકળી જશે

કવર ને સાફ કરવા માટે બેકિંગ સોડા:- ઘરની સફાઈ કે કોઈ કપડાના ડાઘ કાઢવા માટે તમે એકવાર નહીં પરંતુ અનેકવાર બેકિંગ સોડા નો ઉપયોગ કર્યો હશે. એવામાં તમને જણાવી દઈએ કે બેન્કિંગ સોડા ના ઉપયોગથી કાર અને બાઈકનું કવર પણ સરળતાથી સાફ કરી શકો છો.ફોલો કરો આ સ્ટેપ્સ:- સૌથી પહેલા એક થી બે લીટર પાણીમાં ડિટરજન્ટ પાવડરને નાખીને મિક્સ કરી લો. હવે તેમાં એક થી બે ચમચી બેકિંગ સોડાને નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ કવરને મિશ્રણમાં નાખીને લગભગ 20 મિનિટ માટે છોડી દો. 20 મિનિટ પછી ક્લીનીંગ બ્રશથી ઘસીને સાફ કરી લો. જો તમે ઈચ્છો તો પાણીને હૂંફાળું ગરમ કરીને પણ સફાઈ માટે ઉપયોગ કરી શકો છો.

કવરમાંથી ડાઘ કાઢવાની ટિપ્સ:- કાર કે બાઈકના કવર પર ડાઘ લાગવા સામાન્ય વાત છે. વિશેષ રૂપે કબુતર કવરની ઉપર મળમૂત્ર કરી દે છે જેથી કરીને કવર ઉપર ડાઘ ના નિશાન રહી જાય છે. એવામાં ડાઘને કાઢવા માટે તમે લીંબુનો રસ અને મીઠાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે ફોલો કરો આ સ્ટેપ્સ.પહેલા એક બાઉલમાં બે ચમચી મીઠું નાખો. હવે બાઉલમાં ત્રણથી ચાર ચમચી લીંબુના રસને નાખીને સરસ રીતે મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણને ડાઘ વાળી જગ્યા પર લગાવીને લગભગ પાંચ મિનિટ માટે રહેવા દો. પાંચ મિનિટ પછી ક્લીનીંગ બ્રશથી ઘસીને સાફ કરી લો અને પાણીથી ધોઈ લો.

કવરની સફાઈ માટે આ ટિપ્સને પણ ફોલો કરો:- કાર અને બાઈક ના કવરની સફાઈ માટે તમે અન્ય ટીપ્સને પણ ફોલો કરી શકો છો. તેના માટે તમે સરકાનો ઉપયોગ પણ કરી શકો છો. કવર ને બીજા કોઈ અન્ય કપડા સાથે સાફ કરવાની ભૂલ ન કરો. તેના સિવાય વોશિંગ મશીનમાં પણ કવરને સાફ કરવાથી બચવું કારણકે કેટલાક કવર પોલિસ્ટરના હોય છે અને વોશિંગ મશીન માં સાફ કરવાથી ફાટી જાય છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment