આ દેશે ઉંદરને આપ્યો વીરતા પુરસ્કાર ! ઉંદરે કર્યું હતું આ ખાસ કામ.

મિત્રો કહેવાય છે કે, આ દુનિયામાં સૌથી પુણ્ય કર્મ જો કોઈ હોય તો છે પોતાના જીવનને જોખમમાં મુકીને બીજાનું જીવન બચાવવું. આ વાત જેટલી માણસને લાગુ છે એટલી જ કદાચ જાનવરને પણ પડે છે. તેઓ પણ પોતાની જવાબદારી સારી રીતે કરી શકે છે અને આવું જ કામ એક ઉંદરે કર્યું છે. જેણે પોતાના જીવના જોખમે હજારો લોકોનો જીવ બચાવ્યો છે. હજારો લોકોના જીવ બચાવવા ઉંદરે જે કર્યું તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ અને ત્યાર બાદ ઉંદરને જે મળ્યું એ જાણીને પણ તમે દંગ રહી જશો. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

જેમ કે તમે જાણો છો તેમ, ઘણી વખત આપણે જીવ-જંતુઓ તેમજ જાનવરોના બહાદુરીના કિસ્સાઓ જોઈએ છીએ અથવા તો કોઈના મુખે સાંભળીએ છે. તો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં જાણવા મળતી માહિતી મુજબ આફ્રિકી નસ્લના એક ખુબ જ વિશાળ ઉંદરને બ્રિટેનની સંસ્થાએ બહાદુરી માટે ગોલ્ડ મેડલથી સમ્માનિત કર્યો છે.

જાણવા મળતી માહિતી અનુસાર મગાવા નામના એક વિશાળ ઉંદરે કંબોડિયામાં પોતાની સુંઘવાની ક્ષમતા દ્વારા 39 બારુદી સુરંગોની તપાસ કરી છે. પોતાના આ કામ દરમિયાન આ ઉંદરે 28 જીવિત વિસ્ફોટકની શોધ કરીને હજારો લોકોના જીવ બચાવી લીધા છે. આ પુરસ્કારને જીતનાર એક ઉંદર છે, જેની ઉંમર સાત વર્ષ છે.આ ઉપરાંત જાણવા મળતી માહિતી મુજબ શુક્રવારે બ્રિટનની એક ચેરીટી સંસ્થા પીડીએસએ જેને આ ઉંદરને સમ્માનિત કર્યો છે. મગાવાના દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ કંબોડિયામાં 15 લાખ વર્ગ ફૂટ એરિયાની બારુદી સુરંગોને મુક્ત કરવામાં મદદ કરી છે. આ બારુદી સુરંગ 1970 અને 1980 ના દશકની છે, જ્યારે કંબોડીયામાં બર્બર યુદ્ધ થયું હતું. વાસ્તવમાં કંબોડિયા 1970 અને 1980 ની વચ્ચે એક ભયાનક ગૃહ યુદ્ધથી પ્રભાવિત રહ્યું છે. આ સમય દરમિયાન દુશ્મનોને મારવા માટે ખુબ જ મોટા પાયે બારુદી સુરંગ બનાવવામાં આવી હતી. પણ ગૃહ યુદ્ધ પછી હજુ પણ આ સુરંગો અહીના લોકોની જાણ લઈ રહી છે.

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, આ ઉંદરને શીખવાડવામાં આવે છે કે કેવી રીતે વિસ્ફોટકોમાં રસાયણિક તત્વો પેદા થાય છે અને બેકાર પડેલી વસ્તુઓને જોવામાં નથી આવતી. એનો અર્થ એવો કે, તે ખુબ જ ઝડપથી બારુદી સુરંગની શોધ કરી શકે છે. એક વખત જો ઉંદરને વિસ્ફોટકની જાણ થઈ જાય તો તે પોતાના મનુષ્ય જાતિના દોસ્તને તેના વિશે જાણ કરી દે છે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે બ્રિટિશ ચેરીટી પીડીએસએ એક એવી સંસ્થા છે જે દર વર્ષે ખુબ જ સારું કામ કરનાર જાનવરને પુરસ્કાર આપે છે. આ સંસ્થાના 77 વર્ષના સમયગાળા દરમિયાન પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ ઉંદરને આ રીતનું પુરસ્કાર આપવામાં આવ્યું.

Leave a Comment