માત્ર 1 રૂપિયામાં ઘરે બેઠા ખરીદો સોનું… થશે તગડો ફાયદો, જાણો શું છે પૂરી વાત.

છેલ્લે અમુક મહિનાથી સોનાની કિંમતમાં ખુબ જ વધારો જોવા મળ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે લોકો સોનામાં ખુબ જ રોકાણ કરે છે. એક આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં કુલ 145 કરોડ રૂપિયાનું શુદ્ધ રોકાણ સોનામાં થયેલું છે. જાણકારોનું એવું પણ માનવું છે કે દિવાળી સુધી સોનું વધારે મોંઘુ થઇ શકવાની શક્યતાઓ છે.

મિત્રો મંદીમાં પણ આજની તારીખે સોનામાં રોકાણ કરવું તે રોકાણ માટેનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો કે લોકો જ્વેલરી ખરીદવાથી હવે બચે છે અને તે લોકોનો એક સારું રીટર્ન મેળવવા માટે ગોલ્ડ ETF તરફ આકર્ષાઈ રહ્યા છે. એક આંકડા અનુસાર ગોલ્ડ ETF માં ખુબ રોકાણ કરવામાં આવી રહ્યું છે. ઓગસ્ટમાં 145 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે અને છેલ્લા 9 વર્ષમાં સોનામાં રોકાણ કર્યાની આ સૌથી મોટી રકમ છે.

જાણકારોનું કહેવું છે કે રૂપિયાની કિંમત ઘટવાથી અને સોનાની કિંમતમાં વધારાના કારણે ગોલ્ડ ETF માં રોકાણ વધી રહ્યું છે. રોકાણકારો તેને રોકાણ માટેનો એક સુરક્ષિત વિકલ્પ માને છે. સોનાની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. તેથી રોકાણકારોને તેમાં નફો વધતો જણાય છે. તાજેતરમાં જ 10 ગ્રામ સોનાનો ભાવ 40 હજાર રૂપિયાથી પણ ઉપર જતો રહ્યો છે.

એક્સપર્ટ માને છે કે આવનારા દિવસોમાં ગોલ્ડ ETF શ્રેષ્ઠ રીટર્ન આપનારું રોકાણ સાબિત થશે. તેથી જો તમે પણ ગોલ્ડ ETF માં રોકાણ કરવા માંગો છો,

તો તમે કોઈ પણ પેપર વર્ક વગર મોબાઈલ એપના માધ્યમથી રોકાણ કરી શકો છો. ઘણી પ્રકારની મોબાઈલ એપ આવી ગઈ છે, જેના માધ્યમથી તમે ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. ગુગલ પણ પોતાની UPI એપ Google Pay ના માધ્યમથી 99.99% શુદ્ધ 24 કેરેટ ગોલ્ડ ખરીવાની તક આપી રહ્યું છે. જેમાં તમે 1 રૂપિયા સુધીનું પણ ગોલ્ડ ખરીદી શકો છો. Google Pay ના માધ્યમથી ગોલ્ડ ETF માં રોકાણ કરવા માટે તમારે સૌથી પહેલા મોબાઈલમાં Google Pay એપ ડાઉનલોડ કરવાની રહેશે. જેને ઓપન કરશો તો તેમાં Gold Vault નો ઓપ્શન હશે. જેના પર ક્લિક કરશો એટલે બાય, સેલ અને ડીલેવરીનો ઓપ્શન આવશે. જેમાં બાય પર ક્લિક કરશો એટલે તમને mg માં ગોલ્ડનો ભાવ દેખાશે જે પ્રાઈઝમાં ટેક્સનો પણ સમાવેશ થયેલો હશે. તમે ત્યાંથી ઓછામાં ઓછું 1 રૂપિયાનું સોનું ખરીદી શકો છો અને વધુમાં વધુ તમે જેટલું ગોલ્ડ ખરીદવા માંગતા હોય તેટલું ખરીદી શકો છો.

મિત્રો તમારા મનમાં એવો સવાલ આવે કે આખરે ગોલ્ડ ETF છે શું ? તો તમને જણાવી દઈએ કે ગોલ્ડ ETF મ્યુચુઅલ ફંડનો એક ભાગ છે. જે સોનામાં રોકાણ કરે છે. તે મ્યુચુઅલ ફંડ યોજનાનો યુનિટ સ્ટોક એક્સચેન્જમાં સુચીબદ્ધ હોય છે. ગોલ્ડ ETF પેસીવ તરીકે પ્રબંધિત કરવામાં આવતો એવો ફંડ હોય છે. જેનો ઉદ્દેશ્ય સ્પોટ બજારમાં ફીઝીકલ સોનામાં મળતા રીટર્ન સમાન રીટર્ન આપવાનો હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment