ફક્ત 1 રૂપિયા વાળો શેર થઈ ગયો સીધો જ 3000 પાર… આ કંપનીએ રોકાણકારોને આપ્યું બમ્પર રિટર્ન… કરી દીધા બધાને રૂપિયા વાળા..

શેર માર્કેટમાં રોકાણ કરતા લોકોને જાણકાર લોકો બે જરૂરી સલાહ આપે છે. પહેલી સલાહ હોય છે કે શોર્ટ ટર્મમાં મોટો નફો કમાવાના લોભની જગ્યાએ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો. બીજી સલાહ એ છે કે હાઇપને બદલે કંપનીના ફંડામેન્ટલ્સ જાતે તપાસો અને જ્યારે તમને સારું લાગે ત્યારે જ રોકાણ કરો. આવા ઘણા સ્ટોક છે, જો આપણે તેમની હિલચાલ જોઈએ, તો આ બંને સલાહ સચોટ સાબિત થાય છે. ઉદાહરણ માટે બુલેટ અને રોયલ એનફિલ્ડ બનાવવા વાળી કંપની આઇસર મોટર્સના શેર ને જોઈ લો. આ શેરો એ પાછલા કેટલાક વર્ષ દરમિયાન લાંબી મુદતના રોકાણકારોંને એવું રિટર્ન આપ્યું છે જે અવિશ્વાસનીય લાગે છે.1) ક્યારેક માત્ર એક રૂપિયો જ ભાવ હતો:- આઇસર મોટર્સનો શેર 16 ઓક્ટોબર 1998 ના BSE પર માત્ર એક રૂપિયો હતો. અત્યારે તેની વેલ્યુ રૂ.3,000 ને પાર થઈ ચૂકી છે. આજના શરૂઆતથી કારોબારમાં આ સ્ટોક BSE પર મજબૂતીની સાથે 3,175.24 પર ટ્રેડ કરી રહ્યો છે. તેનો મતલબ એ થયો કે આ સ્ટોક ને આટલા વર્ષો દરમિયાન લગભગ 3,15 000 ટકાની જબરજસ્ત છલાંગ લગાવી છે. જો એક રૂપિયાના લેવલ પર કોઈ રોકાણકારે આ સ્ટોકમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત અને  તેને રાખી મૂક્યા હોત તો આજે તેના ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 31 કરોડ રૂપિયાથી પણ વધારે હોત.

2) 10 વર્ષમાં ચડ્યો લગભગ 14 ઘણો ભાવ:- 10 વરસ પહેલાની તુલના અત્યારે કરીએ તો પણ આઇસર મોટર્સનો શેર મલ્ટી બેગર રિટર્ન આપવા વાળો સાબિત થયો છે. આ કંપનીનો સ્ટોક 22 જુન 2012 ના BSE પર લગભગ 200 રૂપિયા હતો. અત્યારના 3,175 ની તુલના કરીએ તો વીતેલા દસ વર્ષના આ 1,487 ટકા ચડ્યા છે. જો 10 વર્ષ પહેલાં રૂ.200 ના લેવલ પર કોઈ ઇન્વેસ્ટર આ સ્ટોકમાં એક લાખ રૂપિયા લગાવતું તો અત્યારે તેના ઇન્વેસ્ટમેન્ટ ની વેલ્યુ 15.87 લાખ રૂપિયા થઈ જતી.3) ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો રેટ:- આ શેરે કેટલાક દિવસોમાં પછડાટનો શિકાર થયા બાદ જબરજસ્ત પુનરાગમન કર્યું છે અને અત્યારે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આઇસર મોટર્સના સ્ટોક સપ્ટેમ્બર 2017 માં પોતાની ગતિ પર હતો. ત્યારે આ 3,260 માં પણ નીકળી ગયો હતો. આ મલ્ટી બેગર શેરના હાલમાં જ 3,265.95 રૂપિયામાં નવો ઓલ ટાઈમ હાઈ બન્યો છે. જે તેનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર પણ છે. આનો અર્થ એ છે કે આ સ્ટોક હાલમાં  ઓલ ટાઈમ હાઈ ની પાસે કારોબાર કરી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આ સ્ટોક લગભગ સપાટ વળતર આપતો સાબિત થયો છે. જોકે, છેલ્લા એક વર્ષમાં તેમાં 21 ટકા, 6 મહિનામાં 23.15 ટકા અને એક મહિનામાં 7.17 ટકાનો ઉછાળો આવ્યો છે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

Leave a Comment