ઘરમાં આ જગ્યા પર ક્યારેય ના રાખવી સાવરણી … નહીતો લક્ષ્મીજી થશે નારાજ … જરૂર વાંચો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 સાવરણી રાખવાના નિયમ….. 💁 

💁 આજે અમે એક ખુબ જ રોચક વાત લઈને આવ્યા છીએ અને જેના વિશે તમે જાણશો તો તમે પણ રહી જશો દંગ. આજે અમે સાવરણી વિશેની એક આશ્વર્યજનક વાત લઈને આવ્યા છીએ. તમે જો સાવરણીને ઘરમાં  ગમે ત્યાં મૂકી દેતા હોવ તો આજે જ બંધ કરો ગમે ત્યાં મુકવાનું. કેમ કે તેનાથી થાય છે ધનહાનિ. અમે જણાવીશું તે પ્રમાણે જો સાવરણીને રાખવામાં આવશે તો થશે પૈસાનો વરસાદ.Image Source :

👩‍🏭 શું તમે જાણો છો કે ઘરમાં રાખવામાં આવેલી સાવરણી તમારી કિસ્મતને પણ બદલી શકે છે. અમુક વસ્તુ એવી હોય છે જેને જણાવી ખુબ જ જરૂરી હોય છે. જે તમારા જીવનમાં ખુબ જ મોટું પરિવર્તન લાવી શકે શકે છે. તો ચાલો જાણીએ કંઈ રીતે.

👩‍🏭 પોતાના ઘરની સફાઈ રાખવી તે દરેક વ્યક્તિનું કર્તવ્ય છે પરંતુ ઘરની સફાઈ કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ સાવરણી. અને તેને જો યોગ્ય જગ્યા પર રાખવામાં આવે તો તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ થઇ શકે છે.

👩‍🏭 કહેવાય છે કે મહાલક્ષ્મીજીનું આગમન ત્યાં જ થાય છે જ્યાં સ્વચ્છતા હોય છે. તો સૌથી પહેલી વાત એ છે કે સાવરણીને ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજા પર ન રાખવી જોઈએ. તેનાથી નેગેટીવ એનર્જી આપણા ઘરમાં આવે છે.

Image Source :

👩 બીજી વાત એ કે સાવરણીને હંમેશા ઢાંકીને રાખવી જોઈએ. તેનો કોઈ પણ છેડો અથવા તો સાવરણીનો કોઈ પણ ભાગ દેખાવો ન જોઈએ.

👩 સાવરણીને ક્યારેય પણ જમવા બેસતા હોઈએ તે જગ્યા પર ન રાખવી જોઈએ.  જ્યાં તમે જમવાનું બનાવતા પણ હોવ ત્યાં તમારે ક્યારેય પણ સાવરણી ન રાખવી જોઈએ. એટલે કે રસોડામાં અને ડાઈનીંગ રૂમ ક્યારેય સાવરણીને ન રાખવી જોઈએ.

👩 સાવરણીને આખો દિવસ દરમિયાન દેખાય નહિ તે રીતે રાખવાની છે અને રાત્રે તેને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાની છે તેનાથી નેગેટીવ એનર્જી તમારા ઘરમાં પ્રવેશ નથી કરતી.

👩 જ્યારે પણ તમે સાવરણી ખરીદો ત્યારે હંમેશા ત્રણ સાવરણી એક સાથે જ ખરીદવી જોઈએ.

Image Source :

🙅 ગુરુવારના દિવસે ઘરમાં સાવરણી ન ફેરવવી જોઈએ. અને જો ગુરુવારના દિવસે સાવરણી ઘરમાં ફેરવવામાં આવે તો માતા મહાલક્ષ્મીજી રિસાઈ જાય છે.

 💁 જ્યારે પણ ઘરમાં કચરાપોતા કરો ત્યારે પાણીમાં થોડું મીઠું નાખી દેવું જોઈએ. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે.

💁 સાવરણીને ક્યારેય પણ સુવાના બેડરૂમમાં ન રાખવી જોઈએ નહી તો પતિ પત્ની વચ્ચે તણાવ ઉભો થઇ છે. સાવરણીને ક્યારેય પણ ઉભી પોઝિશનમાં ન રાખવી જોઈએ તે ખુબ જ અપશુકન માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને  સાવરણીથી મારવા ન જોઈએ તે પણ અપશુકન માનવામાં આવે છે. ક્યારેય પણ સાવરણી પર પગ ન રાખવો જોઈએ તેનાથી મહાલક્ષ્મીજઈ નિરાશ થઇ જાય છે.

Image Source :

💁 જો ઘરનું કોઈ મુખ્ય વ્યક્તિ બહાર સારા કામ માટે જતું હોય તો તેના ગયા પછી ક્યારેય પણ તરત જ કચરાપોતા ન કરવા જોઈએ. તેનાથી તે વ્યક્તિનું બનતું કામ  બગડી જાય છે.

💁 રાત્રે પણ ક્યારેય કચરાપોતા ન કરવા જોઈએ અને ક્યારેય પણ તુંટલી સાવરણીથી વાળવું ન જોઈએ. અને હંમેશા સાવરણી નવી જ હોવી જોઈએ જો તુંટલી સાવરણી હશે તો તે આપણા ઘરમાં નેગેટીવ ઉર્જા ઉભી કરે છે.

💁 તો આ હતી સાવરણી વિશે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબતો. જેનું તમે ધ્યાન રાખશો તો તે કરાવશે તમારા ઘરમાં પૈસાની વૃદ્ધી.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 thought on “ઘરમાં આ જગ્યા પર ક્યારેય ના રાખવી સાવરણી … નહીતો લક્ષ્મીજી થશે નારાજ … જરૂર વાંચો”

Leave a Comment