સાતફેરા પછી તરત ઉલટી કરવા લાગી દુલ્હન , દવાખાને લઈ ગયા તો ઉડી ગયા હોશ

કર્ણાટકના બેંગ્લુરુની એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને તમને ખુબ જ આશ્ચર્ય થશે. આ ઘટના એક એવા નવપરણિત યુવક યુવતીની છે, જેમણે એક શંકા માટે કોર્ટ સુધી જવું પડ્યું હતું. આ ઘટના બંને વચ્ચે બની હતી જે કોર્ટ સુધી પહોંચી ગઈ હતી. યુવકની એક નાની એવી શંકાના કારણે બંને વચ્ચેના સંબંધમાં તણાવ આવી જાય છે. પરંતુ તે શંકાનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ આખી ઘટન શું બની હતી.

કર્ણાટકના બેંગ્લુરુમાં આ ઘટના દરેકના હોશ ઉડી ગયા છે. દુલ્હનને લગ્ન પછી તરત જ અચાનક ઉલટી થવા લાગે છે. પરંતુ આ જોઇને તેના પતિને પત્ની પર શંકા થાય છે અને પત્નીને તરત જ હોસ્પિટલ લઈ જાય છે. લગ્ન પછી તરત જ દુલ્હનને ઉલટી થવાથી શંકામાંને શંકામાં પતિ કન્યાને હોસ્પિટલમાં લઈ ગયો. જેમાં છોકરીનું ગર્ભાવસ્થા અને વર્જિનિટીનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું. પરંતુ જેવું તેનો પતિ ધારી રહ્યો હતો તેવું કશું જ સામે ન આવ્યું. તેને ગેસ્ટ્રાઇટિસ (પેટનો રોગ) હતો. શંકા અને પરેશાન થતાં પત્નીએ તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને પતિને કોર્ટમાં લઈ ગઈ હતી. જોકે પતિએ આક્ષેપોને નકારી કાઢીને છૂટાછેડા માટે અરજી કરી હતી.

મળતી જાણકારી અનુસાર આ ઘટના કંઈક આ પ્રકારે બની હતી. 29 વર્ષીય રાકેશ (નામ બદલ્યું છે) અને 26 વર્ષીય રીમા, (નામ બદલ્યું છે) બંને એમબીએ ગ્રેજ્યુએટ હતા. લાંબા સમય સુધી સાથે રહેવાથી બંનેએ નવેમ્બર 2018 માં લગ્ન કરવાનું નક્કી કર્યું.

પરંતુ લગ્નની 15 દિવસ પહેલા રીમાની માતા કેન્સરની બીમારીને કારણે મરી ગઈ હતી. જેના કારણે રીમા ખુબ જ હતાશ થઈ ગઈ હતી. રીમાની આ સ્થિતિ જોઈને રાકેશને લાગ્યું કે તે લગ્નથી ખુશ નથી. આ દરમિયાન રીમા તેના મિત્ર સાથે વાત કરતી હતી. જે તેના ખરાબ સમયમાં સાથે હતો. રાકેશે તેને  બંને વિષે ખોટું વિચાર્યું. જે દિવસે બંનેના લગ્ન હતા તે દિવસે જ રીમાને ગેસ્ટ્રાઇટિસ (પેટના રોગ) ની સમસ્યાને કારણે ઉલટી થઈ હતી. પરંતુ ત્યાર બાદ રાકેશ તેને તરત જ હોસ્પિટલમાં લઈ ગયો હતો. રીમાને લાગતું હતું કે રાકેશને ગેસ્ટ્રાઇટિસની સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યો છે. પરંતુ જ્યારે ડોક્ટરે ગર્ભાવસ્થા પરિક્ષણ અને વર્જિનિટી પરીક્ષણ શરૂ કર્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

પરીક્ષણ પછી રીમા રાકેશ પર ગુસ્સાના કારણે વરસી પડી હતી. બંને વચ્ચે ખુબ જ ઝગડો થયો અને રીમા તેની બહેનના ઘરે ચાલી ગઈ હતી. ત્રણ મહિના પછી, રાકેશનો પરિવાર વૈવાહિક વિવાદથી બચવા માટે ફેમિલી કાઉન્સલિંગ સેન્ટર પહોંચી ગયા અને પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ રીમાને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ ફેમિલી કાઉન્સલિંગ સેન્ટરમાં પણ રીમાની  વાત સાંભળીને બધાના હોશ ઊડી ગયા હતા.

કાઉન્સેલરએ કહ્યું હતું – ‘રીમાએ અમને કહ્યું કે, “વર્જિનિટી ટેસ્ટ અને ગર્ભાવસ્થા પરિક્ષણ તેમને પૂછ્યા વિના કરવામાં આવ્યું હતું. તેણે ફોર્મ જોયા વિના જ સહી કરી દીધી હતી. જ્યારે પરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ થઈ, ત્યારે તેને ખબર પડી કે તેનું ગર્ભાવસ્થા અને વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવ્યું છે. રાકેશને રીમાએ ઘણી વિનંતી કરી અને સમજાવ્યો. પરંતુ તે સહમત ન થયો. આ પછી પોલીસની નિષ્ઠાને શંકા કરવામાં અને ખલેલ પહોંચાડવા માટે બચાવ પક્ષે રાકેશ સામે ફરિયાદ નોંધાવી હતી અને આ મામલો કોર્ટમાં ગયો હતો. તે જ સમયે, પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી.

આગળ મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે – ‘રીમાના પિતાનું બહુ લાંબા સમય પહેલા અવસાન થયું હતું અને થોડા દિવસો પહેલા જ તેણે તેની માતાને ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં રાકેશે રીમાનો સાથ દેવો જોઈએ. પરંતુ તે શંકા કરતો રહ્યો. જે સંપૂર્ણ રીતે ખોટું હતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment