બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન હવે લગ્ન માટે છે તૈયાર, પણ થનાર પતિએ માનવી પડશે આવી અજીબ શરતો… જાણો એવી તો શું માંગ રાખી છે…

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન હવે લગ્ન માટે છે તૈયાર, પણ થનાર પતિએ માનવી પડશે આવી અજીબ શરતો… જાણો એવી તો શું માંગ રાખી છે…

મિત્રો ફિલ્મી દુનિયા વિશે જાણવાનું તેમજ તેના અભિનેતા અને અભિનેત્રીની લાઈફ સ્ટાઈલ વિશે જાણવું એ લગભગ દરેક લોકોને ગમતું હોય છે. આ એક એવી દુનિયા છે જ્યાં ક્યારે અને ક્યાં કોઈની કિસ્મત પલટાઈ જાય તેનું નક્કી નથી હોતું. રાતોરાત કોઈ સામાન્ય માણસ સ્ટાર બની જાય છે તો રાતોરાત કોઈ સુપર સ્ટાર ફ્લોપ પણ થાય છે. આજકાલ સારા અલી ખાનનું નામ ખુબ જ ચર્ચામાં છે. સારા એ આજના જમાનાની ખુબ જ પ્રખ્યાત હિરોઈન છે એમ કહીએ તો પણ ખોટું નથી.

આ સારા અલી ખાન બોલીવુડની એ સ્ટાર છે, જેને પોતાની મહેનતથી કામ અને નામ બંને પ્રાપ્ત કર્યું છે. પટોડી ખાનદાનનું નામ, દાદી શર્મિલા ટાગોર, પિતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહનું બોલીવુડમાં સારી એવી નામના હોવા છતાં તેણે પોતાને નેપોટીજ્મની ચર્ચાથી દુર રાખી છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર સારા અલી ખાન, કાર્તિક આર્યન, રણવીર સિંહ, જેવા ઘણા સ્ટાર સાથે તે કામ ચુકી છે. આ સિવાય સર જલ્દી અક્ષય કુમાર અને સાઉથ સ્ટાર ધનુષની સથે ફિલ્મ ‘અંતરંગી રે’ માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર અને પહેલું ગીત સામે આવી ચુક્યું. હાલમાં જ સારા એ પોતાની લાઈફ અને પર્સનાલીટી સાથે પોતાના લગ્નને લઈને ખુબ જ મોટી શરત જણાવી છે.

લગ્ન માટે તૈયાર છે સારા : સારા અલી ખાન વિશે તમે જાણો છો એમ તે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે. આમ સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયોની સાથે સાથે તે જયારે પણ પોતાના વિશે વાત કરે છે તો નિસંકોચ વાતો કરે છે. હાલમાં જ તેણે પોતાની એક વાતમાં જણાવ્યું છે કે, તે પોતાના લગ્નને લઈને ખુબ સ્પષ્ટ છે. તેણે પોતાના લગ્નને લઈને એક ખુબ જ મોટી શરત પોતાના થનાર પતિદેવ માટે જાહેર કરી દીધી છે.

સારા એ રાખી છે આવી શરતો : સારા એ પોતાના લગ્નને લઈને આવું કહ્યું છે કે, તે લગ્ન એક એવા વ્યક્તિ સાથે કરશે, જે તેની માતાની સાથે રહેશે, આ વાતને સારી રીતે સમજાવવા માટે તેણે પોતાની ફિલ્મ ‘અંતરંગી રે’ નો એક ડાયલોગ કહ્યો, જેને આ ફિલ્મમાં તેણે જ બોલ્યો છે. તેણે કહ્યું કે – ‘એક બાર, એક લડકી કો અગર દોનો મિલ જાયેગે તો.’  આ કથન દ્વારા એ કહેવા માંગે છે કે આજના યુગથી આ તથ્ય ખુબ જ અતરંગી છે.

સિંગલ માતા માટે જીવન ખુબ જ મુશ્કેલ છે : આ અભિનેત્રી એ પોતાની વાતને આગળ કહેતા જણાવ્યું છે કે, મારા પોતાના જીવનમાં મેં નાનપણથી ઘણું બધું જોઈ લીધું છે, કદાચ તે કારણે જ હું ઝડપથી મોટી થઈ ગઈ છું. હું મારી માતા સાથે હંમેશા રહેવા માંગું છું. કારણ કે સિંગલ માતા સાથે રહેવું એ તમને પહેલા કરતા વધુ કઠોર બનાવી દે છે. કારણ કે તમે દુનિયાને જુઓ છે કે આ શું છે ?

સારા કોની પાસે સલાહ લે છે : સારાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે સલાહ માટે કોની પાછળ પડી જાય છે. તે પિતા સૈફ અલી ખાન અથવા તો માતા અમૃતા સિંહ આ બે માંથી કોની સલાહ લે છે. ત્યારે તેણે આ સવાલના જવાબમાં એમ જણાવ્યું કે, ‘હું હંમેશા મારી માતાની સલાહ લઉં છું, તેમજ વાત કે સમસ્યા નાની હોય કે મોટી હું હંમેશા મારી માતાની સલાહ જ લેવાનું પસંદ કરું છું’ આમ સારા એ પોતાના લગ્નને લઈને ખુબ જ સ્પષ્ટ વાત કરી દીધી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!