ટૂંક સમયમાં જ રોકેટ બની ગયો આ શેર, માત્ર 2 ,મહિનામાં જ રોકાણકારોને આપ્યું 5 ગણું રિટર્ન… જાણો કેટલો આગળ વધી રહ્યો આંકડો…

મિત્રો આજકાલ શેર બજારમાં જે પણ લોકો રોકાણ કરી રહ્યા છે તેઓ માલામાલ થઇ રહ્યા છે. પણ શેર બજારમાં રોકાણ કરતા પહેલા જે તે શેર વિશે પુરતી જાણકારી હોવી પણ જરૂરી છે. આજે અમે તમને એક એવા શેર વિશે વાત કરીશું જે સતત બે મહિનાથી ઉપર જઈ રહ્યો છે. અને જે પણ રોકાણકારોએ તેમાં રોકાણ કર્યું છે તેના પૈસા હાલ પાંચ ગણા વધી ગયાં છે. એટલે કે તમારા એક લાખના સીધા પાંચ લાખ થઇ ગયાં છે. આથી જબરદસ્ત શેર વિશે જાણવું જરૂરી બની જાય છે. ચાલો તો આ શેર ની વિગતવાર ચર્ચા કરીએ. 

પાછલા વર્ષની શાનદાર રેલી પછી શેર બજારે ઓક્ટોબર-નવેમ્બર 2021 દરમિયાન પોતાનો પિક મેળવ્યો છે. ત્યાર પછીથી શેર બજારમાં ઊથલ-પુથલ ચાલુ છે. તેની અસર આઇપીઓ માર્કેટ પર પણ થઈ છે અને મહિનાઓ સુધી બજારની ગતિવિધિઓ અટકી ગયી.જોકે પાછલા 1-2 મહિનાથી ફરીથી નવા આઇપીઓ ખૂલવા લાગ્યા છે. તેમાંથી અમુક કંપનીઓ તો આઇપીઓ લિસ્ટ થયા બાદ બજારમાં સતત પરફોર્મ કરી રહી છે. આજે અમે તમને એક એવા જ સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને આઇપીઓ આવ્યા પછી સતત છલાંગ લગાવી છે. આ સ્ટોકે તો બજારમાં લિસ્ટ થયા પછી અત્યાર સુધી પોતાના ઈન્વેસ્ટર્સના પૈસાને 5 ગણાથી પણ વધારે કરી દીધા છે. 

અમે વાત કરી રહ્યા છીએ આ જ વર્ષે જુલાઇમાં બજારમાં લિસ્ટ થયેલી કંપની જયંત ઇંફ્રાટેક લિમિટેડના શેરની. આ કંપની આઇપીઓ લાવ્યા બાદ 13 જુલાઇના રોજ બીએસઇ પર લિસ્ટ થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી આ સ્ટોકે પણ પાછું ફરીને જોયું નથી. 13 જુલાઇ એટલે કે આજથી લગભગ 2 મહિના પહેલા આ સ્ટોક લિસ્ટિંગના દિવસે 79.80 રૂપિયાએ બંધ થયો હતો. આજે આ 438.55 રૂપિયાના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. તેનો મતલબ થયો કે, વિતેલા બે મહિના દરમિયાન આ સ્ટોક 5 ગણાથી પણ વધારે ઉપર ગયો છે. જો કોઈ ઇન્વેસ્ટર 2 મહિના પહેલા તેમાં 18,200 રૂપિયા લગાવ્યા હોય તો આજે તેના ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂ વધીને 1 લાખ રૂપિયાથી વધારે થઈ ગયી હોત.સતત 23 દિવસ અપર સર્કિટ:- ઇંજિનિયરિંગ, ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપની જયંત ઇંફ્રાટેકના શેર બજારમાં જબરદસ્ત પર્ફોર્મન્સનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, બજારમાં લિસ્ટ થયા પછી સતત 23 દિવસ સુધી તેના શેર પર અપર સર્કિટ લાગી રહ્યો હતો. આ કંપની માત્ર બીએસઇ પર સેગમેંટમાં ટ્રેડ કરે છે. કંપનીની સ્થાપના વર્ષ 2003માં થઈ હતી. કંપની સામાન્ય રીતે ટેકનૉલોજિથી ડ્રાઈવ થાય છે અને રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન અને ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના ફિલ્ડમાં એક્સ્પર્ટાઈઝ રાખે છે. કંપનીના મુખ્ય કામમાં રેલ્વેના નવા તેમજ જૂના ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન જ છે. 

આવું છે કંપનીનું ફંડામેંટલ:- અત્યારે આ કંપનીનો શેર પોતાના ઓલ-ટાઈમ હાઇથી થોડો નીચે ટ્રેડ કરી રહ્યો છે. કંપનીએ આ મહિનાની શરૂઆતમાં 501.70 રૂપિયાના સ્તરે પહોંચી હતી. જે તેનું ઓલ-ટાઈમ હાઇ લેવલ છે. તેમજ કંપનીનું 52-વીક લો લેવલ 76 રૂપિયા છે, જે તેના આઇપીઓની લિસ્ટિંગ પ્રાઇસ છે. એટલે કે લિસ્ટ થયા પછી તેના શેરના ભાવ વધતાં જ રહ્યા છે. કંપનીનો પીઇ રેશિયો 59 છે, જ્યારે તેનું એમકેપ હાલમાં લગભગ 142 કરોડ રૂપિયા છે. આમ આ કંપનીએ રોકાણકારોને માલામાલ કર્યા છે. આ કંપની બે મહિનાના જબરદસ્ત પર્ફોમન્સ પછી પણ હાઈ પર છે. આથી રોકાણકારો આમાં પોતાનું રોકાણ કરીને ખુશ છે. તેમજ આગળના દિવસોમાં પણ આ કંપનીના શેર વધુ આગળ જવાની સંભાવના જોવા મળી રહી છે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment