આ 10 દેશોમાં ફરવા જવા માટે ભારતીઓએ વિઝા લેવાની કોઈ જરૂર નથી, તો વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી નાખો.

 અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો આ 10 દેશો વિશે જ્યાં તમારે ફરવા જવા માટે વિઝાની જરૂર નહિ પડે..

Image Source :
આપણે તમામ ભારતીયો ફરવાના ખુબ જ શોખીન છીએ. એમાં પણ વિદેશ ફરવા જવાની તમામ લોકોની ઈચ્છા હોય છે. પરંતુ વિદેશ ફરવામાં ભારતીયોને હંમેશા ૨ બાબત વધુ નદી રહી છે. એક તો પૈસા અને બીજું વિઝા.
ભારતીયો માટે હજુ પણ પૈસાની વ્યવસ્થા કરવી એ આસન વસ્તુ છે. પરંતુ વિઝાનિ પ્રોસેસ કરવી એ હજુ પણ અઘરી બાબત છે. એમાં પણ ભારતીય લોકોનું ઈંગ્લીશ પ્રત્યેનું કાચું વલણ પણ ક્યારેય વિઝાનિ બાબતમાં નુકશાન કરે છે. Image Source :
પણ હવે તમારા લોકો માટે એક ખુશ ખબર લઈને આવ્યા છીએ. આ ખુશ ખબર એવા દેશની છે જેમાં તમામ લોકો હવે વગર વિઝાએ આ દેશમાં ફરી શકશે.
ભલે તમારી પાસે વિઝાના હોય, કે ભલે તમારી પાસે ઈંગ્લીશનું પુરતું નોલેઝ ના હોય છતા પણ તમે આ દેશોમાં ફરવા જઈ શકશો. આ દેશો એવા છે કે, જેમાં તમે વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે પણ જી શકાશે.
તો ચાલો હવે વાળું વાર ના લ્લાગળતા આપને એવા મહત્વના દેશો વિષે જાણીએ કે જ્યાં તમે વગર વિઝા પણ જઈ શકશો.
Image Source :
દેશ- ૧) મોરેશિયસ 
આ એક એવા દેશની વાત છે જ્યાં લોકો સૌથી વધુ હનીમુન ડેસ્ટીનેશન ગણીને ત્યાં હનીમુન માટે જાય છે. આ દેશ નાનો હોવા છતાં ખુબ જ સુંદર છે, ત્યાંના બીચ અને દરિયા કિનારાના નઝારાઓને દુનિયામાં સૌથી સુંદર માનવામાં આવે છે. અહી તમે વગર વિઝાએ 60 દિવસ સુધી રહી શકો છો. આ દેશનું નામ મોરેશિયસ છે, જે એક બેહદ ખુબસુરત જગ્યા છે.
Image Source :
દેશ – ૨) હોંગકોંગ
આ દેશમાં તમે વગર વિઝાએ પણ જી શકો છો. હોંગકોંગ દેશ એ ખુબ જ સુંદર અને બુદ્ધ ધર્મની સંસ્કૃતિ ધરાવતો ખુબ જ મનોરમ્ય દેશ છે. આ દેશમાં તમે વગર વિઝાએ 14 દિવસ સુધી રહી શકો છો.
હોંગકોંગ આમ પણ ખુબ જ સરસ અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલ ધરાવતો દેશ છે. ત્યાના સિટી, પાર્ક અને મ્યુઝીયમ ખુબ જ મહત્વની ફરવા લાયક જગ્યાઓ છે. Image Source :
૩) ફીજી 
આ દેશ પોતાના ખુબ સુરત બીચ માટે જાણીતો છે, તે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા તરફ આવેલો અહીના બીચ પર બ્લુ પાણી જોઈ તમે ખુબ જ ઉત્સાહ અને રોમાન્સ ફિલ કરી શકો છો. અહીં પણ તમે વગર વિઝાએ ઘૂમી શકો છો, પણ કેટલા દિવસ રહી શકો તેની માહિતી નથી મળી શકી.
અહીના બીચ ખુબ જ ખુબસુરત હોય છે, ઉપરાંત હોટલો પણ ખુબ જ સુવિધા જનક હોય છે. અહીં પરિવાર સાથે પણ રજાઓ ગાળવાની ખુબ મજા પડી શકે તેવું છે.

Image Source :
૪) મકાઉ
આ દેશની દુનિયામાં સૌથી અમીર દેશોમાં ગણતરી થાય છે. આ દેશ માં પણ લોકો આરામથી ઘૂમી શકે છે, અહી લોકો સીટી લાઈફ અને શોપિંગ માટે આ દેશને ખાસ પસંદ કરે છે, અન્ય જગ્યાઓ પણ મકાઉની ખુબ જ જાણીતી છે.
આ દેશમાં પણ ભારતીઓ વગર વિઝાએ જી શકે છે. અને પોતાની રજાઓ મેગા સીટી અને અન્ય જગ્યાઓ વછે જીવી શકે છે. Image Source :
૫) નેપાળ

આ દેશ આપનો પાડોશી દેશ જ છે. આ દેશની ખીયત એ વાતની છે કે ત્યાના કુદરતી અને મનોરમ્ય વાતાવરણ ખુબ જ આકર્ષક અને પ્રકૃતિક છે, અહીની ઉંચી ઉંચી પહાડીઓ અને બૌદ્ધ ધર્મના તેમજ હિંદુ ધર્મના મહત્વના સ્થળો અહીં આવેલા છે.
ખાસ તો લોકો અહીં મનોરમ્ય પહાડિયો પર ફરવા માટે આવે છે. અને આ માટે ભારતીઓએ વિઝા લેવાની પણ જરૂર નથી.Image Source :
6) માલદીવ્સ

આ માલદીવ એક નાના નાના ટાપુઓનો બનેલો છે, આ માલદીવમાં તમે સમુદ્રની ખુબ જ પ્રકૃતિક સુંદરતાના ખુબ જ સરસ દર્શન કરી શકીએ છીએ. અને માલદીવ્સમાં તમે 30 દિવસો સુધી વગર વિઝાએ રહી શકો છો.

7) કમ્બોડિયા
આ દેશમાં પણ તમે વગર વિઝાએ ફરવા જઈ શકો છો. આ દેશમાં તમે વગર વિઝાએ 30 દિવસ સુદગી રહી શકો છો. આ દેશમાં એક હિંદુ મંદિર પણ આવલું છે જેનું નામ “અંકોરવાટ” મંદિર જે ખુબ જ પ્રખ્યાત અને સૌથી મોટું હિંદુ મંદિર માનવામાં આવે છે. આ મંદિર જોવા દર વર્ષે લાખો લોકો અહીં આવે છે. Image Source :
8) જમૈકા

આ દેશમાં પણ તમે વગર વિઝાએ રહી શકો છો અને આ દેશમાં તમે ખુબસુરત બીચ અને અન્ય મનોરમ્ય સ્થળોની પણ માહિતી લઇ શકો છો. આ દેશમાં ભારતીય લોકો વગર વિઝાએ ફરી શકે છે. અને ત્યાંના જંગલના દ્રશ્યો અને ધોધના દ્રશ્યો પણ ખુબ જ ફરવા લાયક છે.

9) જોર્ડન
જોર્ડન દેશમાં ફરવા માટે પણ તમારે વિઝા કઢાવવાની જરૂરત નથી, પણ હા અહી જવા માટે તમને તમારા પાસપોર્ટના આધારે એરપોર્ટ પરથી જ વિઝા આપી દેવામાં આવશે. જેના આધારે તમે આ દેશમાં ફરી શકો છો.
આ દેશમાં પણ શહેરની ભવ્યતા અને અન્ય પ્રાકૃતિક સૌન્દર્ય તેમજ પ્રાચીન કાળના સ્થાપત્યો વિશે તમે ખુબ સરસ જાણકારી મેળવી શકો છો. Image Source :
૧૦) લાઓસ

આ દેશ પ્રાકૃતિક સૌન્દર્યના લીધે ખુબ જ પ્રખ્યાત છે. આ દેશમાં તમે પણ વગર વિઝાએ તમે ફરી શકો છો. તમારા પાસપોર્ટના આધારે જ અહીં તમને એરપોર્ટ પર જ વિઝા મળી જશે.
આ દેશ વિયેતનામ, ચાઈના, કમ્બોડિયા, થાઈલેન્ડ અને બર્માનિ વચ્ચે આવેલો ખુબ જ મહત્વનો દેશ છે. તમે અહીં પણ કુદરતી વાતાવરણનિ મજા લઈને ફરી શકો છો.

Image Source :
મિત્રો, આ 10 દેશોની અમે જાણકારી ટૂંકમાં આપી દીધી છે, કે જ્યાં તમે વગર વિઝાએ જઈ શકો છો. પણ જો તમને કોઈ એક દેશ માં ફરવા જવા માંગો છો, અને તે દેશ વિશે ઊંડાણ પૂર્વક માહિતી મેળવવા માંગો છો, તો એ દેશનું નામ તમે કોમેન્ટમાં લખીને મોકલો જેનાથી તમારા ત્યાં જવાની તેમજ ત્યાં ફરવા માટેના સૌથી ઉત્તમ સ્થળો વિશે અને ત્યાંની રહેણી કહેણી વિશેની જીણવટ પૂર્વકની માહિતી આપી શકીએ.

અને જો તમારે એવા દેશો વિશે માહિતી જોઈએ છીએ કે જ્યાં સૌથી ઓછા પૈસામાં પણ પૂરો દેશ ફરી શકો, તો તમે કોમેન્ટમાં પાર્ટ – 2 એમ લખી આપો.

Image Source :
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇

➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

7 thoughts on “આ 10 દેશોમાં ફરવા જવા માટે ભારતીઓએ વિઝા લેવાની કોઈ જરૂર નથી, તો વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી નાખો.”

Leave a Comment