ગોમતી ચક્ર કરે  છે જીવનમાં આવા આવા ફાયદા.. જાણો તેના અદભુદ અને ચમત્કારિક લાભ

આપણા જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવી વસ્તુ છે જે આધ્યાત્મિક અને પ્રાકૃતિક રીતે જોડાયેલી છે. તો આજે એક એવી જ વસ્તુ વિશે અમે તમને જણાવશું. મિત્રો આપણે ત્યાં ઘણા બધા યંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી  એક યંત્ર છે ગોમતી ચક્ર. ગોમતી ચક્ર ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે. જે એક શેલ પથ્થરનું રૂપ હોય છે. ગોમતી ચક્રને મોટા ભાગે ધાર્મિક વિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગોમતી ચક્ર ઘણી સમસ્યાઓથી આપણને રાહત આપે છે. તો ચાલો જાણીએ ગોમતી ચક્રના ફાયદા વિશે. માટે આ લેખને અંત સુધી વાંચો તમારી પણ કિસ્મત બદલી શકે છે ગોમતી ચક્ર. કેવી રીતે એ જાણો આ લેખમાં.

મિત્રો ગોમતી ચક્ર તેના આકારના કારણે સાપ જેવું પણ દેખાય છે. તેના કારણે તેનું બીજું નામ છે “નાગ ચક્ર”. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સર્પદોષ  જે લોકોને હોય છે તેના માટે ગોમતી ચક્ર લાભદાયી માનવામાં આવે છે. ગોમતી ચક્ર ધારણ કરવાથી વિજય મળે છે તેવું પણ માનવામાં આવે છે. તો હવે નીચે જોઈએ ગોમતી ચક્રના મુખ્ય લાભો.  ગોમતી ચક્ર સૌથી પહેલા તો વાસ્તુદોષને દુર કરે છે. જો 11 ગોમતી ચક્ર લઈને તેને મકાનના પાયામાં દાટી દેવામાં આવે તો તે ઘરમાં વસતા લોકોનું આયુષ્ય વધે છે અને સમૃદ્ધીમાં પણ વધારો થાય છે. જો દક્ષીણ – પૂર્વ દિશામાં ગોમતી ચક્રને ઘરમાં દાટવામાં આવે તો ઘરના બધા જ વાસ્તુદોષ નષ્ઠ થઈ જાય છે.

ત્યાર બાદ જો ગોમતી ચક્રને લાલ કપડાંમાં વીંટાળીને ઘરની તિજોરી અથવા દુકાનની તિજોરી અથવા તો કેશ કાઉન્ટરના બોક્સમાં મુકવામાં આવે તો આરોગ્ય પણ વધે છે અને સમૃદ્ધીમાં પણ વૃદ્ધિ થાય છે. જો તિજોરીમાં ગોમતી ચક્ર મુકવામાં આવે તો માતા લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે.

ગોમતી ચક્રને ઘણી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં સૌથી પહેલા તો એક યંત્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યાર બાદ બીજું કે, તે મંત્ર માટે પણ ઉપયોગમાં લેવાય છે, અને હવે ત્રીજું કારણ કે ઘણા જૈન સાધુઓ અને સાધ્વી તેની જૈન પૂજા દરમિયાન વિશેષ અને ખાસ યંત્ર તરીકે ગોમતી ચક્રનો ઉપયોગ કરે છે.

ગોમતી ચક્રથી સારું આરોગ્ય, સમૃદ્ધિ, સુખ, શાંતિ, દુર્ઘટના, ખરાબ વિચારો, રોગોમાંથી મુક્તિ, વધુ સભાનતા, સારી ભક્તિ, આપણી સુરક્ષા, સમાજમાં પ્રતિષ્ઠા, મનની એકાગ્રતા, બિઝનેસ, વગેરે બાબતોમાં આપણને મદદરૂપ થાય છે અને મુશ્કેલીને આપણી દુર કરે છે. ગોમતી ચક્ર સામાન્ય રીતે મળી રહે તેવો એક પથ્થર છે. જેની કિંમત પણ ખુબ જ સામાન્ય છે. તેનો મુખ્યત્વ પ્રયોગ ધાર્મિક અને તાંત્રિક વિધિમાં કરવામાં આવે છે. ઘણી વાર અમુક સમસ્યાના નિદાન માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખુબ જ અસરકારક સાબિત થાય તેવું માનવામાં આવે છે.

જો કોઈ રોગ કે શરીરની અન્ય સમસ્યા હોય તો, રોજ રાત્રે દસ ગોમતી ચક્ર લેવાના અને તેને પાણીમાં પલાળી દેવાના, પછી સવારે તે પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટને લગતી બધી જ સમસ્યા દુર થઇ જાય છે અને માનસિક શાંતિ પણ મળે છે. જો ખુબ જ માનસિક રીતે અશાંત રહેતા હોવ તો આ પ્રયોગ કરવો જોઈએ.

પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર હોય અને પીડાતા હોય તો ગોમતી ચક્રને ચાંદીમાં લગાવીને દર્દીની પથારીમાં બાંધી દેવાનું. તેનાથી દર્દીને શારીરિક અને માનસિક બંને શાંતિ મળશે.

જો તમારા કાર્યક્ષેત્રમાં પ્રમોશન મેળવવા માંગતા હોવ તો, કોઈ શિવ મંદિરમાં જાવ અને ભગવાન શિવજીને સાચા હૃદય સાથે પ્રાથના કરો તો પ્રગતિના અને પ્રમોશનના માર્ગ અવશ્ય ખુલી જશે. પતિ અને પત્ની વચ્ચે લગ્નજીવનમાં કોઈ મતભેદ રહેતા હોય તો, ત્રણ ગોમતી ચક્ર લેવાના અને ઘરના દક્ષીણ ખૂણામાં જમીનમાં દબાવી દેવાના. તેનાથી ઘરમાં કાયમ માટે શાંતિનો માહોલ બની રહેશે.

જો વ્યવસાયમાં પણ વૃદ્ધિ ચાહતા હોવ તો, ગોમતી ચક્ર લો અને તેને ઓફીસ અને દુકાનના દરવાજાની બંને બાજુ લગાવો, તેનાથી વ્યાપારમાં ખુબ જ વૃદ્ધિ થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “ગોમતી ચક્ર કરે  છે જીવનમાં આવા આવા ફાયદા.. જાણો તેના અદભુદ અને ચમત્કારિક લાભ”

  1. If there items are so powerful then why India is that strugling with promotions and prosperity. Every one should be applying these ideas. Just an observation. Because it is not hard or expensive to get these Naag Chakra then it should be distributed free to all pfamilies.

    Reply

Leave a Comment