વપરાયેલી ચા ની ભૂકીને ફેંકવાના બદલે કરશો આ કામ, તો થશે ફાયદા અને સાથે સાથે પૈસા પણ બચી જશે.

મિત્રો તમે ચા તો પીતા જ હશો. તેમજ ઘણા લોકોને તો ચા પીધા વગર મજા જ નથી આવતી. અને જ્યાં સુધી ચા ન પીવે ત્યાં સુધી તેને ચેન નથી પડતું. જો કે તમે ચા બનાવ્યા પછી ચાની ભૂકીને ફેંકી જ દેતા હશો. કારણ કે આપણને લાગે છે કે, વપરાયેલ ચા નો શું ઉપયોગ થઈ શકે ? પણ ના, એવું નથી તમે ધારો તો તેનો બીજી જગ્યાએ પણ ઉપયોગ કરી શકો છો.

ચા બનાવ્યા પછી મોટાભાગે લોકો ચાની ભૂકીને બેજાર સમજીને ફેંકી દે છે. પણ ચા ની ભૂકી એક વખત વપરાયા પછી પણ ખુબ ઉપયોગી હોય છે. બ્યુટી, ગાર્ડનીંગથી લઈને બીજા ઘરેલું કામમાં પણ તેનો ઉપયોગ થાય છે. અહીં અમે તમને ઘણા એવી ઉપયોગી ટીપ્સ આપીશું જેમાં તમે વપરાયેલ ચા ની ભૂકીનો બીજા કામમાં ઉપયોગ કરી શકો છો. વપરાયેલ ચા ની ભૂકીનો કંઈ રીતે ફરીથી ઉપયોગ કરી શકાય. જાણો આ લેખમાં અંત સુધી.

વૃક્ષ માટે ખાતરના રૂપે : વપરાયેલ ચા ની ભૂકીથી તમે ગાર્ડન અથવા ઘરમાં વાવેલા છોડ અને વૃક્ષ માટે જૈવિક ખાતર બનાવી શકો છો. આ માટે ઉકાયેળ ચા ની ભૂકીને સારી રીતે ધોઈ નાખો. જેથી કરીને તેમાં મીઠાસ ન રહે. ત્યાર પછી એક ગરણીમાં નાખીને તડકે મૂકી દો. આ સાથે તમે તેમાં શાકભાજીની છાલ પણ નાખી શકો છો. ત્યાર પછી તેને મસળીને વૃક્ષની માટીમાં ઉપર નાખી દો.માખી કે મચ્છર દૂર કરવા માટે : વપરાયેલ ચા ની ભૂકીને તડકે મુકીને સુકવી નાખો. જ્યારે પણ તમને માખી કે મચ્છર વધુ દેખાય ત્યારે તેને કોઈ વાસણમાં મુકીને બાળી નાખો. તેના ધૂપથી મચ્છરનું નામો નિશાન નહિ રહે.

ડાર્ક સર્કલ કરે છે દૂર : જો તમારી આંખની નીચે કાળા કુંડાળા થઈ ગયા છે અથવા તો આંખ સોજી ગઈ છે તો વપરાયેલ ચા ની ભૂકીની ટી બેગ્સ પહેલા ફ્રીજમાં મુક્યા બાદ થોડાવાર પછી તેને કાઢીને આંખ પર મૂકી દો. તેમાં રહેલ કેફીન આંખના દર્દ, સોજા અને કાળા ડાઘને દુર કરે છે.

પગની દુર્ગંધ કરે દુર : જો તમારા પગમાંથી ખુબ દુર્ગંધ આવી રહી છે તે સમયે ચા ની ભૂકીની મદદથી દૂર કરી શકાય છે. આ માટે એક વખત વપરાયેલ ચા ની ભૂકીને બીજી વખત પાણીમાં નાખીને ઉકાળી લો, પછી તેને એક ટબમાં નાખી દો. હવે તેમાં થોડીવાર માટે પગ પલાળી રાખો અને પછી પાણીથી પગ ધોઈ નાખો. થોડી જ વારમાં તમારા પગની દુર્ગંધ દૂર થઈ જશે.

વાગ્યા પર લગાવો : જો કોઈને અચાનક કંઈક વાગી ગયું હોય તો તરત જ વપરાયેલ ટી બેગ્સને અથવા ચા ની ભૂકીને તેના પર લગાવી દો. તેનાથી આરામ મળશે અને સંક્રમણ થવાની પણ ઓછી આશંકા છે. કારણ કે ચા ની ભૂકીમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે.વાળની ચમક વધારે છે : વાળને મુલાયમ બનાવવા માટે ચા ની ભૂકીને મહેંદી, આંબળાની સાથે મિક્સ કરીને વાળમાં લગાવી દો. આ સિવાય ચા ની ભૂકીને એક વખત ધોઈ નાખો અને તેને ફરી તેને પાણીમાં ઉકાળી નાખો. પછી આ પાણીથી વાળ ધોઈ નાખો. તે બેજાન અને ખરાબ વાળ માટે એક ઔષધીય રૂપે કામ કરશે. અઠવાડિયામાં 2 થી 3 વખતમાં તમારા વાળ નેચરલ રીતે ચમકવા લાગશે.

ચિનાઈ માટીના વાસણ અથવા ક્રોકરીને ચમકાવે છે : ચા ની ભૂકીની મદદથી ચિનાઈ માટીના વાસણ અથવા ક્રોકરી ચમકવા લાગે છે. આ માટે તમારે વપરાયેલ ચા ની ભૂકીમાં વીમ પાઉડર મિક્સ કરીને વાસણ સાફ કરવા જોઈએ. આમ કરવાથી તમારી ક્રોકારીમાં ચમક આવી જશે.કાચ અને ફર્નિચર પણ સાફ કરી શકો છો : ચા ની ભૂકીને પાણીમાં નાખીને તેને ઉકાળી લો. તે પાણીથી લાકડાનું ફર્નિચર અને કાચ સાફ કરો. તેનાથી દાગ દૂર થઈ જશે અને તે ચમકવા લાગશે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment