ઘરમાં વાવશો આ ચમત્કારિક વૃક્ષ તો ક્યારેય નહિ આવે અકાળે મૃત્યુ અને ચિંતાઓ… મોટાભાગના લોકો નથી જાણતા આ ચમત્કારિક વૃક્ષના ફાયદા…

આપણા ઘરના આંગણામાં જો અમુક પ્રકારના વૃક્ષોનો ઉછેર કરવામાં આવે તો ઘરના આંગણામાં અને ઘરના વાતાવરણમાં પોઝિટિવિટી આવે છે. તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્ર અને સનાતન ધર્મમાં આસોપાલવના વૃક્ષને પવિત્ર અને ખુબ જ લાભદાયક માનવામાં આવ્યું છે.

આપણે ત્યાં એવી માન્યતા છે કે, આસોપાલવનું વૃક્ષ જે જગ્યા પર હોય ત્યાં દુઃખ અને અશાંતિનો નાશ થઈ જાય છે. આ વૃક્ષમાં ઔષધીય ગુણોની સાથે સાથે જ્યોતિષીય ગુણ પણ હોય છે. મંગળ કાર્યો અને ધાર્મિક કાર્યોમાં આસોપાલવના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આસોપાલવના વૃક્ષને ઘરમાં લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. તો ચાલો જાણીએ.1) જે ઘરમાં આશોપાલવ હોય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આજીવન જળવાઈ રહે છે, તેમજ આકસ્મિક મૃત્યુનો ડર નથી રહેતો અને દરેક કામ આસાનીથી થાય છે.

2) સ્ત્રીઓની શારીરિક અને માનસિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે. જેના કારણે સ્ત્રીઓનું શારીરિક સંતુલન આજીવન સ્વસ્થ બની રહે છે. અને વૈવાહિક જીવનમાં પણ સુખનો માહોલ બનાવી રાખે છે.

3) નિયમિત રૂપે દરરોજ આસોપલાવ વૃક્ષમાં જળ અર્પણ કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દાંપત્ય જીવન સુખી બને છે.4) આસોપાલવનું વૃક્ષ ઉત્તર દિશામાં લગાવવાથી ઘર માટે શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રસાર થાય છે. જેના કારણે ઘરમાં બીમારીઓ, રોગો અને નકારાત્મક ઉર્જાઓ દુર રહે છે.

5) દર શુક્રવારે આસોપાલવના વૃક્ષને ઘી અને કપૂર મેળવીને દીવો પ્રજ્વલિત કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. તેમજ ઘરમાં સંપૂર્ણ પણે સકારાત્મકતા ફેલાઈ જાય છે. જેનું પરિણામ તમારી ઉર્જા સાથે પણ જોડાઈ જાય છે.

6) જે લોકો દરરોજ આસોપાલવના વૃક્ષમાં જળ અર્પણ કરે છે તેમના પર દૈવીય કૃપા બનેલી રહે છે અને બીમારી, દુઃખ, અશાંતિ જેવી ચિંતાઓ પણ દૂર થઈ જાય છે.7) શુભ મુહૂર્તમાં આસોપાલવના વૃક્ષના મૂળને કાઢીને તેને સ્વચ્છ જળ કે ગંગાજળમાં શુદ્ધ કરીને ત્યારબાદ પૂજા રાખવાથી ઘરનો વાસ્તુદોષ ઓછો થાય છે.

8) વાસ્તુ પ્રમાણે આસોપાલવના વૃક્ષમાં જો કોઈ વિવાહિત સ્ત્રી દરરોજ જળ ચડાવે છે તો તેના ફળ સ્વરૂપે તેનું લગ્ન જીવન હંમેશા સારું રહે છે અને આસોપાલવના વૃક્ષથી મહિલાઓને શારીરિક અને માનસિક ઉર્જા મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment