અઠવાડિયામાં માત્ર 3 વાર ખાવ આ વસ્તુને , આમાં છે 17% જેટલું પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડવાની શક્તિ.

મિત્રો આજે અમે એક એવા ઉપાય વિશે વાત કરીશું કે જે જાણીને તમે પણ આ ઉપાય અજમાવવાની જરૂર કોશિશ કરશો. આ પ્રયોગ કોઈ કડવી દવા લેવાનો નથી, પરંતુ માત્ર તમારા ખોરાકમાં માત્ર આ વસ્તુને સામેલ કરવાનો છે. જી હા, મિત્રો માત્ર તમારે અઠવાડિયામાં 3 વખત મશરૂમનો ખોરાકમાં ઉપયોગ કરવાનો છે. જેના ફાયદા જાણીને તમે જરૂરથી મશરૂમનો ઉપયોગ કરશો. આ મશરૂમમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 17% જેટલું ઘટાડવાની શક્તિ રહેલી છે.

મશરૂમ એ ફૂગનો જ પ્રકાર છે. જે બિલાડીના ટોપમાથી મળે છે. આ એક જ એવી ફૂગ છે, જેને તમે ખોરાકમાં ઉપયોગ કરી શકો છો. તેમજ હવે તો એવું પણ સાબિત થઇ ગયું છે કે, જો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત મશરૂમનું સેવન કરો છો, તો તે પ્રોસ્ટેટ કેન્સર જેવા જીવલેણ રોગમાં 17% જેટલો ઘટાડો કરી શકે છે. આ મશરૂમમાં વિટામિન D સાથે લૉ કેલરી પણ હોય છે.

સંશોધન કરીને એવું પણ જાણવા મળ્યું છે કે, મશરૂમ એટલે કે એડિબલ ફંગસ ખાવાથી અનેક લાભ મળે છે. સાથે સાથે વધુ એક કારણ પણ સામે આવ્યું છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં એવું સાબિત કર્યું છે કે, મશરૂમ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડી શકાય છે. આ રિસર્ચમાં એમ પુરવાર કરવામાં આવ્યું છે કે, જો તમે અઠવાડિયામાં 3 વાર મશરૂમનું સેવન કરો છો તો પ્રોસ્ટેટ કેન્સર સામે તમે રક્ષણ મળેવી શકો છો.

‘ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સર’ નામની જર્નલમાં ‘મશરૂમ કન્સમ્પ્શન એન્ડ ઇન્સિડન્ટ રિસ્ક ઓફ પ્રોસ્ટેટ કેન્સર ઈન જાપાન’ નામથી આ રિસર્ચમાં એવું પ્રકાશિત કરવામાં આવ્યું છે. તોહોકુ યુનિવર્સિટી દ્વારા કરાયેલા આ રિસર્ચમાં 40 થી 79 વર્ષની વયના 36,499 લોકોને સામેલ કરાયા હતા. તમે જાણો છો કે પ્રોસ્ટેટ કેંસરની આ બીમારી મોટાભાગે 40 વર્ષથી ઉપરના લોકોને વધુ થાય છે. આથી આ રિસર્ચમાં વયોવૃદ્ધ લોકોને સામેલ કરવામાં આવ્યા. આ તમામ લોકો પર 13.2 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાંથી 3.3 જેટલા લોકોને પ્રોસ્ટેટ કેન્સર હતું.આ રિસર્ચ કરવાથી એવું નિદાન કરવામાં આવ્યું કે અઠવાડિયામાં જો 1 થી 2 વખત મશરૂમનું સેવન કરવામાં આવે તો પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 8% ઘટાડી શકાય છે અને 3 થી વધારે વખત તેનું સેવન કરવામાં આવે તો પ્રોસ્ટેટ કેન્સરના જોખમને 17% ઘટાડી શકાય છે. મશરૂમમાં રહેલી બાયોલોજી પ્રોપર્ટીસ પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડે છે. મશરૂમમાં વિટામિન D સાથે લૉ કેલરી પણ હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment