જાણો મોટી બહેન હોવાના ફાયદા, આ ફાયદાઓ વાંચી તમે કહેશો કે બિલકુલ સાચી વાત…

મિત્રો આપણા હિંદુ ધર્મમાં પરિવારનું એક ખાસ અને સવિશેષ મહત્વ રહેલું હોય છે. જેમાં આપણે બધા જ પરિવારને આધીન બનીને રહીએ છીએ. કેમ કે આપણી આખી સમજ વ્યવસ્થા પરિવારના આધાર પર ટકેલી છે. તો જીવનમાં પરિવારનું એક અનેરું મહત્વ હોય છે. દરેકના પરિવારમાં ભાઈ, બહેન, માતા, પિતા કાકા, કાકી, દાદા, દાદી વગેરે પાત્રોનું જીવનમાં અલગ અલગ મહત્વ અને સ્થાન હોય છે. તો આજે અમે તમને આમાંથી જ એક પાત્રના મહત્વ વિશે જણાવશું. જે લગભગ બધા જ વ્યક્તિના જીવનમાં હોય છે. તો ચાલો જાણીએ કયું છે એ મહત્વનું પાત્ર, અને તેનું મહત્વ શું હોય છે.

મિત્રો આપણા જીવનમાં ભાઈ અને બહેનના સંબંધને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. પરંતુ આપણે જોતા હોઈએ છીએ કે ઘણી જગ્યાએ ભાઈ મોટા હોય તો ઘણી જગ્યાએ ઘરમાં બહેન મોટી હોય છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું મોટી બહેન હોય તો શું શું ફાયદા થાય. કેમ કે મોટી બહેન ઘરમાં માતા પછીનો દરજ્જો ધરાવે છે. કેમ કે માતા બાદ જો કોઈ આપણને વધારે પ્રેમ ઘરમાં આપી શકે તો એ મોટી બહેન આપે છે. તો આજે અમે તમને ઘરમાં મોટી બહેન હોવાના ફાયદા વિશે જણાવશું. જે ખુબ જ રોચક છે. મિત્રો ઘણી વાર અમુક બાબત એવી હોય છે કે ઘરમાં આપણે બધી વાતો ન કહી શકતા હોઈએ. તો તેવામાં આપણો મોટો ભાઈ અથવા બહેન હોય તો તેની સાથે ખુબ જ બોન્ડીંગ હોય તો તેને આપણે બધી વાત જણાવી શકીએ. પરંતુ લગભગ જે ઘરમાં મોટી બહેન હોય ત્યાં જે વાતને માતા ન સમજી શકે તો એ બાબતમાં મોટી બહેન આપણને સપોર્ટ કરે છે. ઘણી વાર માતાપિતા આપણા પર ગુસ્સો કરતા હોય તો મોટી બહેન આપણને તેમાંથી બચાવી લેતી હોય છે.

ઘણી વાર આપણે દુઃખી હોઈએ તો માતાપિતાને ન જણાવી શકતા હોઈએ. પરંતુ જો મોટી બહેન હોય તો આપણે તેની પાસે જઈને તરત જ જણાવી શકીએ. જેની પાસે આપણે મનને લાવું કરી શકીએ. અને જો કોઈ સંકટમાં આવી ગયા હોઈએ તો પણ મોટી બહેન એ સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. જો મોટી બહેનના લગ્ન ન થયા હોય તો પિતાના ઘરે ભાઈ બહેન દ્વારા કરવામાં આવતા નાના નટખટ ક્રાઈમમાં સાથે હોય છે. જો આપણાથી એકલા એવું કોઈ કાર્ય બગડી ગયું હોય તો પણ એ મદદ કરે છે.

લગભગ ઘરમાં મોટી બહેન હોય ત્યાં નાના ભાઈ અથવા બહેનને સૌથી મોટો ફાયદો એ હોય છે કે જ્યારે પણ માતા અને પિતા દ્વારા ગુસ્સો કરવામાં આવે ત્યારે માત્ર બચાવવા માટે મોટી બહેન જ હાજર થતી હોય છે. આપણી ભૂલો હોવા છતાં ઘણી વાર તે પોતાના પર લઇ લેતી હોય છે અને આપણને બચાવી લેતી હોય છે. માટે મોટી બહેન આપણા ઘરમાં ડિફેન્સ મીનીસ્ટરનું કામ કરે છે.

મોટી બહેન આપણી બહેન તો હોય જ છે પરંતુ તે એક માતાની ભૂમિકા તરીકે હોય છે. કેમ કે દરેક મોટી બહેન પાસેથી આપણને ખુબ જ સારી સલાહ આપવામાં આવતી હોય છે. કેમ કે મોટી બહેન હોય તેણે આપણી કરતા દુનિયાના તજુર્બા વધારે જોયા હોય છે. માટે તેના અનુભવ આપણને પણ ફાયદા કરાવે છે. પરંતુ મોટી બહેન સાથે બનતું હોવું જોઈએ. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે જ્યાં માતાનું અવસાન થઇ ગયું હોય અને ઘરમાં નાના ભાઈ અથવા બહેન હોય તો તેની સંપૂર્ણ જવાબદારી મોટી બહેન પર આવી જતી હોય છે. પરંતુ તે ક્યારેય પણ એવું મહેસુસ ન થવા દે માતા નથી. માતાની કમી કોઈ ન પૂરી શકે. પરંતુ એક માતાની છાંયા જરૂર એ આપી શકે છે.

મિત્રો આમ તો મોટી બહેન માટે વખાણ કરીએ એટલા ઓછા પડે. પરંતુ એટલું જરૂર જણાવશું કે જો તમારે મોટી બહેન હોય તો તમે ખુબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો. જો તમારે પણ મોટી બહેન હોય તો કોમેન્ટ કરો અને ન હોય તો પણ કોમેન્ટ કરો કે તમે કેવું અનુભવી રહ્યા છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment