ઓછા રોકાણમાં શરુ કરો આ જબરદસ્ત બિઝનેસ, દર મહિને થશે 50 હજારની આવક… એકવાર શરુ કરો પછી નફો જ નફો છે…

મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકો એવું વિચારે છે કે એવો કે કયો બિઝનેસ હોઈ શકે જેથી ઓછી મૂડી રોકાણ કરતા વધુ કમાણી થઈ શકે. તો  તમારી ચિંતા દૂર કરવા આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે શહેર હોય કે ગામડામાં હોય ક્યાંય પણ શરૂ કરી શકો છો અને તેને સફળતા મળવાની સંપૂર્ણ ગેરેન્ટી હોય છે. એટલું જ નહીં આ બિઝનેસમાં આખા વર્ષ દરમિયાન તેજી રહે છે અને નફો પણ તગડો મળે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હોય તો આ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.

તમને જણાવીએ કે લોટનો ઉપયોગ દરેક ઘરની રસોઈમાં થાય છે. તેમજ હાલના સમયમાં સાધારણ લોટની સાથે સાથે મલ્ટીગ્રેન લોટ બનાવવાનું પણ ચલણ છે. તેથી તમે, રાગી, ચણાદાળ વગેરે અનાજોનું યોગ્ય પ્રમાણમાં ઘંટીમાં દળીને લોટ તૈયાર કરીને વેચી શકો છો. તો આવો જાણીએ ફ્લોર મિલનો બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય છે. 👉 આ રીતે કરો બિઝનેસની શરૂઆત:- ફ્લોર મિલના બિઝનેસની શરૂઆત તમે તમારા નાના કે મોટા લેવલ પર પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકો છો. જો તમારી પાસે રોકાણ માટે વધારે પૈસા હોય તો તમે અનાજ પીસીને અને લોટનું પેકિંગ કરવા માટે મોટા મશીનો ખરીદી શકો છો તેમજ જો તમારું બજેટ ઓછું હોય તો સામાન્ય આટા ચક્કી (ઘંટી) ખરીદીને નાની જગ્યા પર તમે આ બિઝનેસની શરૂઆત કરી શકો છો તેમાં તમારે માત્ર મંડી કે માર્કેટમાંથી હોલસેલમાં અનાજ ખરીદવાનું છે અને તેને પીસીને અથવા દળીને  વેચવાનું છે.

👉 ઓર્ગેનિક ફ્લોર (લોટ) થી થશે વધુ ફાયદો:- વર્તમાન સમયમાં લોકો નું વલણ ઓર્ગેનિક ફ્લોર ની તરફ વધ્યું છે. એવામાં તમે નવા પ્રયોગ કરીને પોતાના બિઝનેસને વધારી શકો છો. તેના માટે તમે સીધા ખેડૂતો પાસે થી અનાજ ખરીદીને તેનો લોટ તૈયાર કરીને સામાન્ય કરતાં વધારે ભાવમાં વેચી શકો છો. ખાદ્ય પદાર્થોમાં વધારે મીલાવટને જોતા શહેરના ક્ષેત્રોમાં પણ હવે લોકો સીધા મિલમાંથી લોટ ખરીદવા પર વિશ્વાસ કરે છે. આ રીતે તમે માર્કેટમાં તમારી વિશ્વસનીયતા બનાવી શકો છો.👉 આ રીતે થશે ડબલ કમાણી:- ફ્લોર મિલમાં બેઝિક લોટની સાથે સાથે તમે અનેક પ્રકારના પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. તમે સીઝન પ્રમાણે મકાઈ, બાજરી, રાગી વગેરેના લોટને પણ તૈયાર કરીને વેચી શકો છો. તેની સાથે જ તમે નાનું મશીન લગાવીને મસાલા વગેરે પીસીને પણ કામની શરૂઆત કરી શકો છો. આમાં તમારે વધારે મૂડી રોકાણ કરવાની જરૂર નથી પડતી પરંતુ કમાણી ડબલ થઈ જાય છે. આ રીતે ફ્લોર મિલના બિઝનેસ દ્વારા તમે દર મહિને 30 થી 50 હજાર રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment