અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આ વસ્તુને લગાવો શરીર અને ચહેરા પર અને પછી કરો સ્નાન…..  થશે ચમત્કારિક લાભ…

મિત્રો વાત જ્યારે સ્નાન અને ચહેરાની આવે તો લોકો હંમેશા એવું વિચારતા હોય છે કે તે એવો સાબુ અને ફેસવોશ વાપરે જેનાથી તેઓ સુંદર બની જાય અને લોકો એવું પણ માની લેતા હોય છે કે સાબુ કે ફેસવોશનો ઉપયોગ કરે છે તેનાથી તે ખરેખર સુંદર બની જવાના છે.

તો સુંદરતા પર જો મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ઘણો બધો ખર્ચો કરતી હોય છે. મોંઘો સાબુ, મોંઘા ફેસવોશ, ક્રીમ મેકપ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે. એટલું જ નહિ પરંતુ મહીને બ્યુટી પાર્લરના ફેસિયલ બ્લીચનો ખર્ચો તો અલગથી. હવે મિત્રો તમે જો આ ખર્ચાની ગણતરી કરો તો તે ખર્ચો સામાન્ય નહિ આવે અને આટલા ખર્ચા બાદ પણ  જો તમે પરિણામ વિચારો તો પરિણામ તો શૂન્ય જ મળે છે.

મિત્રો કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ તમને સુંદર બાનાવતા બનાવશે પરંતુ તે પ્રોડક્ટ્સ તમારી ત્વચાને નુકશાન ખુબ જ પહેલા પહોંચાડે છે. માટે તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. તો હવે તમારા મનમાં સવાલો થાય ખાસ કરીને મહિલાઓને કે તો પછી સુંદર કંઈ રીતે દેખાવું ?

તો મિત્રો તમને જણાવી દઈએ કે પ્રાચીન સમયમાં મહિલાઓ ખુબ જ સુંદર હતી અને ત્યારે તો કોઈ બ્યુટી પ્રોડક્ટ્સ પણ ન હતી. જો એ સ્ત્રીઓ સુંદર રહી શકે કોઈ પણ પ્રોડક્ટ્સ વગર તો આજની સ્ત્રીઓ કેમ નહિ. ત્યારના સમયે મોંઘા ફેસવોશ કે ક્રીમ ન હતા. પરંતુ આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરીને તે સમયમાં સ્ત્રીઓ પોતાની સુંદરતા ખીલવતી હતી.

આજે અમે તે જ આયુર્વેદિક ઉપચાર વિશે જણાવશું કે જે તમારા સાબુ ફેસવોશ ક્રીમ દરેકનો ખર્ચો બચાવશે. તો ચાલો જાણીએ તે ઉપચાર.

પ્રાચીન સમયમાં લોકો ચણાનો લોટ કે મુલતાની માટીથી સ્નાન કરતા હતા તેથી તેમને ત્વચા સંબંધી સમસ્યા ન હતી. તેમજ તેમનો નિખાર પણ જળવાઈ રહેતો હતો. તો તમે સાબુને બદલે શરીર પર ચણાનો લોટ કે મુલતાની માટી લગાવીને સ્નાન કરી શકો છો તે તમારા ચહેરાને તો નિખારશે પણ સાથે સાથે તમારી ત્વચાને પણ સુંદર અને ચમકદાર બનાવશે.

હવે બીજી જે વસ્તુ તમે સાબુની જગ્યાએ વાપરી શકો છો તે વસ્તુ આમ થોડી મોંઘી છે પરંતુ તેનું પરિણામ ખુબ જ સચોટ છે. મિત્રો અહીં અમે દુધની વાત કરી રહ્યા છીએ. દુધથી શરીરની ગંદકી ખુબ જ સરળતાથી સાફ કરી શકાય છે. તમને જાણવી દઈએ કે દૂધ એક એવી વસ્તુ છે જે માત્ર બે જ મીનીટમાં ચહેરા તેમજ ત્વચાની ગંદકીને દુર કરે છે.

માટે જો દૂધ તમારા માટે શક્ય હોય તો તમે દૂધ શરીરે લગાવીને ત્યાર બાદ સાદા પાણીથી કરો તો  તેનાથી ખુબ જ ફાયદો થશે. પરંતુ જો તે શક્ય ન હોય તો ચહેરા પર દૂધ લગાવી બે મિનીટ રાખ્યા બાદ તેને રૂથી સાફ કરી ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લેવો. જો આ જ પ્રક્રિયા દ્વારા નિયમિત ચહેરાને ધોવામાં આવે અને કોઈ પણ જાતનો સાબુ કે ક્રીમ લગાવવામાં ન આવે તો ચહેરાની દરેક સમસ્યા દુર થવા લાગશે.

તો મિત્રો જો તમારે સંપૂર્ણ સાબુનો ખર્ચો બચાવવો હોય અને દુધમાં પણ વધારે પૈસા ન બગાડવા હોય તો તમે વચ્ચેનો રસ્તો પણ અપનાવી શકો છો. કે સ્નાન પહેલા ચહેરા પર દુધનો ઉપયોગ કરવો અને શરીરના અન્ય ભાગમાં ચણાનો લોટ અથવા મુલતાની માટી લગાવીને સાદા પાણીથી સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી 100% સુંદરતા વધશે, શરીરની સંપૂર્ણ ગંદકી તો સાફ થશે પરંતુ ખીલ, કાળા ડાઘ, શુષ્ક ત્વચા વગેરે જેવી સમસ્યા ભૂલથી પણ નહિ આવે.

આ ઉપરાંત દુધથી પણ ત્વચા એકદમ મુલાયમ બને છે. જેથી ક્રીમ વગેરેનો ખર્ચો પણ બચી જશે. તો મિત્રો આપણે સાબુ અને ફેસવોશ કે જે આપણી ત્વચાને નુકશાન પહોંચાડી રહ્યા છે તેને છોડીને દૂધ, ચણાનો લોટ કે મુલતાની માટીનો ઉપયોગ સ્નાન માટે કરવો જોઈએ. જે તમારી ચામડીને નુકશાન પણ ન કરે અને ફાયદાઓ પણ અનેક થાય.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here