ક્યારે છે ધનતેરસ અને ભાઈબીજ ? જાણો આ તહેવારોના સાચા મુહુર્ત અને સમય.

મિત્રો આપણે ત્યાં દિવાળીને ખાસ રીતે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને આ દિવસે અયોધ્યા પરત આવ્યા હતા. તેના આવવાની ખુશીમાં પ્રજાજનોએ દિવાળી માનવી હતી. દીવડા પ્રગટાવીને તેનું સ્વાગત કર્યું હતું. ત્યારથી જ દિવાળી મનાવવામાં આવી રહી છે. આ વખતે દિવાળીનું પર્વ 14 નવેમ્બરના રોજ છે. તો આજે આ લેખમાં અમે તમને ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના તહેવારની પૂજા અને તેનું શુભ મુહુર્તની તિથિઓ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

ધનતેરસ : આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બરના રોજ મનાવવા આવશે. આ દિવાળીથી એક દિવસ પહેલા જ મનાવવાની પરંપરા છે. ધનતેરસનું મુહુર્ત સાંજે 5 વાગીને 34 મિનીટથી લઈને 6 વાગીને, 1 મિનીટ સુધી છે. સાથે જ આ દિવસે પ્રદોષ કાલ સાંજે 5 વાગીને 28 મિનીટથી લઈને રાતે 8 વાગીને, 7 મિનીટ સુધી રહેશે. વૃષભ કાળમાં સાંજે 5 વાગીને, 34 મિનીટથી લઈને સાંજે 7 વાગીને, 29 મિનીટ સુધી રહેશે. 

નરક ચતુર્દશી : નાની દિવાળીને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસને મુખ્ય દિવાળીના એક દિવસ પહેલા મનાવવામાં આવે છે. તેને નરક ચૌદશ અથવા રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે. આ વખતે કાર્તિક કૃષ્ણ ચતુર્દશી તિથીનો આરંભ 13 નવેમ્બરના રોજ સાંજે 5 વાગીને, 59 મિનીટ પર હશે. તે 14 નવેમ્બરના રોજ 2 વાગીને, 18 મિનીટ સુધી રહેશે. તેવામાં આ તહેવાર 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. માન્યતા છે કે, નરક ચૌદશના દિવસે ઘરમાંથી વધારાની સામાન કાઢી નાખવો જોઈએ. કેમ કે દિવાળીના દિવસે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ શકે. આ દિવસે અભયદાનનું શુભ મુહુર્ત સવારે 5:23 થી 6:43 સુધી રહેશે. દિવાળી : આ વર્ષે દિવાળીનો તહેવાર 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી પૂજાનું શુભ મુહુર્ત સાંજે 5 વાગીને, 30 મિનીટથી લઈને સાંજે 7 વાગીને, 25 મિનીટ સુધી રહેશે. તે સિવાય પ્રદોષ કાળ મુહુર્ત સાંજે 5 વાગીને, 27 મિનીટથી લઈને રાત્રે 8 વાગીને, 6 મિનીટ સુધી હશે. સાથે જ વૃષભ કાળ મુહુર્ત સાંજે 5 વાગીને, 30 મિનીટથી લઈને સાજે 7 વાગીને 25 મિનીટ સુધી રહેશે.

ગોવર્ધન પૂજા : ગોવર્ધન પૂજા 15 નવેમ્બરના રોજ થશે. હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું  વિશેષ મહત્વ છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વતને ઉઠાવીને ભગવાન ઇન્દ્રને પરાજિત કર્યા હતા. ગોવર્ધન પૂજાનું સાંયમકાળ મુહુર્ત 3 વાગીને, 18 મિનીટથી લઈને 15:18:37 થી સાંજે 5 વાગીને, 27 મિનીટ સુધી રહેશે. 

ભાઈબીજ : ભાઈબીજ કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તિથીના રોજ મનાવવામાં આવશે. ભાઈબીજના તિલકનો સ્મ્મ્ય બપોરે 1 વાગીને, 10 મિનીટથી લઈને બપોરે 3 વાગીને, 18 મિનીટ સુધી રહેશે. 

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

1 thought on “ક્યારે છે ધનતેરસ અને ભાઈબીજ ? જાણો આ તહેવારોના સાચા મુહુર્ત અને સમય.”

  1. Namaskaar.
    This is good info. please do mention that this data only applies to India date and time .Because Hindus outside India will be under impression that they follow YOUR calculations. This will be very helpful to all.

    Reply

Leave a Comment