એપ્પલ કંપનીના સિક્રેટ…. તમને પણ નહિ ખબર હોય….. જાણો આ લેખમાં અવશ્ય….

એપ્પલ કંપનીના સિક્રેટ…. તમને પણ નહિ ખબર હોય….. જાણો આ લેખમાં અવશ્ય….

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે એપ્પલ આજે દુનિયાની સૌથી શક્તિશાળી કંપનીમાંથી એક છે. આ કંપનીએ પોતાના શરૂઆતના દિવસોમાં ખુબ જ મંદી માંથી પસાર થવું પડ્યું હતું. પરંતુ તેના પછી ધીમે ધીમે તેની લોકપ્રિયતા ખુબ જ વધી અને આખી દુનિયાને દંગ કરી નાખી. આજે દુનિયાનો દરેક વ્યક્તિ એવી ઈચ્છા રાખતો હોય છે કે તે એક વાર પોતાના જીવનમાં એપ્પ્લનો ફોન ખરીદે.

તો મિત્રો આજે અમે તમને અમુક એપ્પલ વિશે એવી વાતો જણાવશું જે આજ સુધી એક સિક્રેટ છે. જેને લગભગ લોકો નહિ જાણતા હોય. તો ચાલો જાણીએ એપ્પલના એવા સિક્રેટ જે જાણીને તમને પણ આશ્વર્ય થશે.

એપ્પલ કંપનીની સ્થાપના ક્યાં દિવસે થઇ એ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો મિત્રો એપ્પલ કંપનીની સ્થાપના એપ્રિલ ફૂલના દિવસે કરવામાં આવી હતી. તેની સ્થાપના 1 એપ્રિલ 1976 માં કરવામાં આવી હતી. જેના સ્થાપક હતા સ્ટીવ જોબ્સ. જેમને પોતાની જ કંપનીમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ કંપની તેના વગર ચાલી ન શકી. એટલા માટે સ્ટીવ જોબ્સને કમ્પનીમાં પરત બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યાર પછી એપ્પલ કંપનીનો એક નવો દોર ચાલુ થયો હતો.

મિત્રો એપ્પલના લોગોમાં સૌથી પહેલા ન્યુટનનો ફોટો હતો. એટલું જ નહી એપ્પલ પ્રોડક્ટનું નામ પણ ન્યુટન હતું. જ્યારે આઈફોન માર્કેટમાં આવ્યો ન હતો ત્યારે આ પ્રોડક્ટના કંપની ખુબ જ ગુણ ગાતી હતી. પરંતુ જ્યારે માર્કેટમાં આઈફોન આવ્યો ત્યાર બાદ સ્ટીવ જોબ્સે ન્યુટન સાથે એપ્પલનો સંબંધ પૂરો કરી નાખ્યો.

સૌથી મહત્વની વાત તો એ છે કે એપ્પલ કંપનીમાં નોકરી કરતા દરેક કર્મચારી માંથી ત્રીજો કર્મચારી ભારતનો છે. અને ખાસ વાત એ કે દુનિયાની મોટાભાગની મોટીમોટી કંપનીમાં CEO લગભગ ભારતના જોવા મળે છે.

એપ્પલ કંપની શરૂઆતના દિવસોમાં ખુબ જ મંદીમાં આવી ગઈ હતી. 1976 માં એપ્પલ-I કોમ્પ્યુટરના થોડાક ઓર્ડર મળ્યા હતા. આ ઓર્ડર પૂરો કરવા માટે સ્ટીવ જોબ્સ અને તેના પાર્ટનર વોજનિયાક બંને માંથી કોઈ પાસે પૈસા ન હતા. આ ઓર્ડરને પૂરો કરવા માટે બંને પાર્ટનરોએ પોતાનો બધો જ પ્રિય સામાન વહેંચવા લાગ્યા. સ્ટીવ જોબ્સને પોતાનો એક સૌથી પ્રિય ચેન હતો એ પણ વહેંચી દીધો.

મિત્રો આખી દુનિયામાં લગભગ એપ્પલ કંપનીના 83,000 કર્મચારી કામ કરે છે. એપ્પલ કંપનીના કર્મચારી હેડક્વાર્ટરમાં દર વર્ષે 125,000$ કમાઈ લે છે. મિત્રો એપ્પલ કંપની દર એક મિનીટે 300,000$ રૂપિયા કમાઈ છે.

એપ્પલ કંપનીના એપ્સને દુનિયામાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવે છે. એપ્પલના સ્ટોરમાંથી લગભગ 25 બિલિયન કરતા વધારે એપ્સ ડાઉનલોડ થઇ ચુકી છે.પરંતુ એપ્પલના એપ્સ સ્ટોરમાંથી હજુ 60% જેટલી એપ્લીકેશન ડાઉનલોડ નથી થઇ.

મિત્રો સ્ટીવ જોબ્સ માત્ર 25 વર્ષની ઉમરમાં જ એપ્પલ કંપનીના દમ પર કરોડ પતિ બની ગયા હતા. અને વિશ્વના સફળ યંગ પુરુષમાં તેમનું નામ છે.

મિત્રો એક ખાસ વાત જણાવી દઈએ કે એપ્પલ કંપનીના કોમ્પ્યુટર પાસે ક્યારેય પણ ધુમ્રપાન ન કરવું જોઈએ. કેમ જો એપ્પલ કોમ્પ્યુટર પાસેથી ધુમ્રપાન કરવામાં આવે તો તેની વોરંટી પૂરી થઇ જાય છે.

એપ્પલ કંપનીએ 2012 માં 40 મિલિયન આઈફોનનું વહેંચાણ કર્યું હતું. તેનો મતલબ કે લગભગ 1,10, 000 આઈફોન પ્રતિ દિવસનું વહેંચાણ કર્યું હતું. તેની એક કલાકની સરેરાશ 4,583, એક મિનીટની સરેરાશ 76 અને એક સેકેંડની સરેરાશ 1.26 આઈફોનનું વહેંચાણ થયું હતું. એપ્પલ કંપનીના આઈફોન દુનિયાભરના લગભગ 89 દેશોમાં વહેંચાય છે.

તો મિત્રો શું તમને પણ આઈફોન ગમે છે અને લેવાની ઈચ્છા ધરાવો છો કોમેન્ટ કરીને જરૂર જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment