સુરતમાં ફૂલ જેવી દીકરીના પિતાએ કહી વ્યથા | ફોનમાં થયેલી છેલ્લી વાત સાંભળીને આંસુ આવી જશે. જાણો એ વાત

સુરતમાં દીકરીના પિતાએ કહી વ્યથા… તેમને દીકરીના અંતિમ શબ્દો કહ્યા હતા આવા… વાંચીને  આંસુ આવી જશે.

24 મેં ની તારીખ સુરતના લોકો માટે એક કાળા દિવસના નામે યાદ કરવામાં આવશે. 24 મેં શુક્રવારના રોજ સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ લાગી હતી જેમાં 22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. તે બાળકો એક કોચિંગ સેન્ટરમાં પોતાનું જ્ઞાન વધારીને કંઈ કરી બતાવવાના સપનાઓ લઈને શુક્રવારના રોજ ત્યાં અભ્યાસ કરતા હતા. ત્યાં તો અચાનક એવી ભીષણ આગ લાગી કે વિધાર્થીઓ તેના સપનાઓ સમેત આગમાં સમેટાઈ ગયા. આ ઘટના બાદ કોચિંગ સેન્ટરના સંચાલક અને બિલ્ડીંગના બિલ્ડરની  ધરપકડ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે શહેરના સચિવને કામ પર લગાવ્યા છે. આ સાથે જ તેમણે આરોપીઓને આકરી સજા આપવાની વાત પણ કરી છે. આ ઘટના બાદ ગુજરાતના અન્ય કોચિંગ સેન્ટરો અને હોસ્પિટલો માટે નવા માંનાંકો નક્કી કરવામાં આવી રહ્યા છે. આખા ગુજરાતની ઈમારતોની ફાયર સેફટી ઓડીટ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. એવા તમામ પ્રકારના નિયમો લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જેથી આવી ઘટના બીજી વાર ન બને.

પરંતુ મિત્રો આ બાબતે સરકાર કંઈ પણ કરે પરંતુ એક કડવું અને દુઃખદ સત્ય તો એ છે કે આ 22 વિદ્યાર્થીઓ પાછા નહિ આવે. જે આ ઘટનાનો શિકાર બન્યા છે. તમને જણાવી દઈએ કે શુક્રવારના રોજ બનેલ આ ઘટના બાદ શનિવારના દિવસે આ ઘટનાથી મૃત્યુ પામેલ દરેક વિદ્યાર્થીઓની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી. મિત્રો આ અંતિમ યાત્રામાં દરેકની આંખોમાં આંસુ હતા. મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓના પરિવારને બધા લોકો સમજાવી રહ્યા હતા. પરંતુ સમજાવતા સમજાવતા તેઓ પોતે પણ રડી પડતા હતા.

મિત્રો આ મૃત્યુ પામેલ વ્યક્તિમાં એક હતી ક્રિષ્ના. જેના પિતાએ રોતા રોતા પોતાની કહાની બયા કરી હતી અને મિત્રો તે એટલી હૃદય દ્રાવક વાત હતી કે જે જાણીને તમારી આંખમાંથી પણ આંસુ વહેવા લાગશે. ક્રિષ્નાના પિતાએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ તેમની દીકરીનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું કે “પપ્પા અમારી બિલ્ડીંગમાં આગ લાગી છે, લાકડીની સીડીઓ પણ સળગીને રાખ થઇ ગઈ છે. બધા લોકો બારીમાંથી કુદીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા છે. હું પણ કુદવા જઈ રહી છું. હું મારો જીવ બચાવવાની કોશિશ કરીશ” આટલું કહી ક્રિષ્ના બારીમાંથી કુદી પડી.

ત્યાર બાદ ક્રિષ્નાના પિતાએ ફરી ફોન લગાવ્યો તો સામેથી કોઈ અન્ય વ્યક્તિએ ફોન ઉઠાવ્યો અને જાણકારી આપી કે તેમની દીકરી મૃત્યુ પામી છે. મિત્રો આપણે કદાચ કલ્પના પણ ન કરી શકીએ કે શું હાલત થઇ હશે તે પિતાની જેની દીકરી આ રીતે ફોનમાં છેલ્લી વખત વાત કરીને જીવ બચાવવા જતા મૃત્યુ પામી. હવે તે પિતા ક્યારેય પોતાની દીકરી સાથે વાત નહિ કરી શકે, તે તેનો છેલ્લો વાર્તાલાપ હતો. કંઈક આવી જ હાલત તે બધા જ મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓના માતાપિતાની હશે.

એટલું જ નહિ મિત્રો તેમાંથી અમુક વિદ્યાર્થીઓ તો એવા હતા જેનું 12 માંનું પરિણામ શનિવારના દિવસે આવ્યું. એટલે કે તેના મૃત્યુના બીજે દિવસે તેમનું પરિણામ આવ્યું અને તે  વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ પણ થયા હતા. પરંતુ એ પરિણામ શું કામનું જેને જોનાર વિદ્યાર્થીઓ કે જેણે તે પરીક્ષા આપી હતી, કે જેને આ પરિણામ જોવાનો ખુબ જ ઉત્સાહ હતો તે જ વિદ્યાર્થીઓ જ દુનિયાને અલવિદા કરી ગયા.

મિત્રો આ આપવીતી વાંચીને કોઈ પણની આંખ ભીની થઇ જાય. એક જવાબદાર નાગરિક બનીને આવી ઘટના ફરી ન બને તેની સાવચેતી રાખવાની પહેલી ફરજ આપણી છે. આપણી તથા બાળકોની સેફટીને જોવી અને જો સેફટીમાં ક્યાંય પણ ચૂક દેખાય તો ફરિયાદ અવશ્ય કરવી.

સુરતની આ ઘટનામાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ માટે ઓમ શાંતિ જરૂર લખજો. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને ચાલો બધા મળીને ભગવાનને એક પ્રાર્થના કરીએ કે હવે આવી ઘટના ફરી ક્યારેય ન બને.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment