વધુ એક સ્ટાર રણબીર કપૂરના હમશકલનું હાર્ટ એટેકથી મૃત્યુ.. રિશી કપૂરે પણ તેને માટે કહી હતી મોટી વાત.!

વધુ એક સ્ટાર રણબીર કપૂરના હમશકલનું હાર્ટ એટેકથી મૃત્યુ.. રિશી કપૂરે પણ તેને માટે કહી હતી મોટી વાત.!

બોલિવુડ અભિનેતા રણબીર કપૂરના કશ્મીરી હમશકલ જુનૈદ શાહનું હૃદયરોગના હુમલાને કારણે ગુરુવારે રાત્રે મોત નિપજ્યુ છે. જુનૈદ 28 વર્ષનો હતો. શ્રીનગરમાં પોતાના ઘરમાં જુનૈદનું અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે, હુબહુ રણબીર કપૂર જેવો દેખાતો જુનૈદ શાહ રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયો હતો.

જુનૈદ શાહ વિશે વાત કરીએ તો તેને મોડેલિંગનો શોખ હતો અને તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ તસ્વીરો અને વિડિયોથી ભરપૂર છે. એ પોતે રણબીર કપૂરનો બહુ મોટો ચાહક પણ હતો. જુનૈદ મોડેલિંગ કરતો હતો, અને તે સાથે હાલમાં થોડા સમય પહેલા જ શ્રીનગર ગયો હતો. તે કાશ્મીર યુર્નિવસિટીમાંથી MBA ની ડિગ્રી પણ લઇ રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, જુનૈદને ગુરુવાર રાતે 10.30 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો. અને તરત જ તેને શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જુનૈદનો જીવ બચાવા માટે ડોક્ટરોએ ઘણા પ્રયાસ કર્યો તેમ છંતા તેઓ તેનો જીવ બચાવવામાં અસફળ રહ્યાં હતા.

પ્રાપ્ત અહેવાલ મુજબ જુનૈદ શાહ હાલમાં જ તેના બીમાર પિતા નિસાર અહમદ શાહની સારસંભાળ લેવા માટે મુંબઈથી શ્રીનગર પરત ફર્યો હતો. જાણીતા કાશ્મીરના પત્રકાર યુસુફ જમીલે પણ જુનૈદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, અમારા જૂના પડોશી નિસાર અહમદ શાહના પુત્ર જુનૈદનું રાત્રે હૃદય બંધ થવાને કારણે નિધન થયું છે. લોકોનું કહેવું છે કે, તે બોલિવડ અભિનેતા રણબીર કપૂરનો હમશકલ હતો.

દિગ્ગજ અભિનેતા અને બોલિવુડ સ્ટાર રણબીર કપૂરના પિતા સ્વ. રિશી કપૂરે ક્યારેક જુનૈદ અને રણબીરના વિશે લખ્યું હતું કે, OMG. મારા પુત્રનો હમશકલ (ડબલ) છે. તે પોતે જુનૈદ અને રણબીર વચ્ચે ફરક ઓળખી શકતા નથી.

રણબીર કપૂર જેવા દેખાતા જુનૈદનું ફેન ફોલોવિંગ ઘણું મોટું હતું, છોકરીઓ તેની મોટી ફેન હતી. અને તેને રણબીર કપૂર સમજીને તેની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરતી હતી. વરિષ્ઠ કાશ્મીરી પત્રકાર યુસુફ જમીલે  જુનૈદના અવસાનના સમાચાર આપતા લખ્યુ હતુ કે, ‘અમારા પાડોશી નિસાર અહેમદ શાહના પુત્ર જુનૈદનું રાત્રીના સમયે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. લોકો કહે છે કે, તે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર જેવો દેખાતો હતો. હું કહું છું કે તે તેના બીમાર પિતા અને તેની માતા અને આખા કાશ્મીર માટે મોટી આશા, શક્તિ અને મુક્તિ હતો. મગફિરાહ!’

Leave a Comment

error: Content is protected !!