અમેજોન આપી રહ્યું છે તક… પાર્ટ ટાઈમ કામ કરીને કમાવ 50,000 સુધી… ફક્ત ૪ કલાક કામ કરીને.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

અમેજોન આપી રહ્યું છે તક… પાર્ટ ટાઈમ કામ કરીને કમાવ 50,000 સુધી… ફક્ત ૪ કલાક કામ કરીને.

હાલના સમયમાં ઉચ્ચ પગાર ધોરણવાળી નોકરી મેળવવી તે લગભગ દરેક વ્યક્તિ માટે એક ચેલેન્જ હોય છે. ખુબ જ ઉચ્ચ અભ્યાસ બાદ પણ આપણી ઈચ્છા અનુસાર સારા પગારવાળી નોકરી નથી મળતી. તો તેવામાં આજે એક નોકરી વિશે જણાવશું. એ નોકરી એવી છે જેમાં તમે આરામથી મહીને 50 થી 60 હજાર રૂપિયા કમાઈ શકો છો અને આ નોકરી કરવા માટે CA કે એન્જીનીયરીંગ જેવો ઉચ્ચ અભ્યાસ કરેલો હોય કે ઉચ્ચ ડીગ્રીઓની પણ જરૂર નથી.

મિત્રો જે નોકરી વિશે જણાવશું તે છે ડીલીવરી બોયની. લગભગ લોકો આ નોકરીને ખુબ જ સામાન્ય અને નીચા દરજ્જાની નોકરી માનતા હોય છે. પરંતુ ખરેખર આ નોકરી કંઈક અલગ જ છે. કોઈ પણ વ્યક્તિ ડિલીવરી બોયનું કાર્ય કરીને પણ દર મહીને એક સારી કંપનીના મેનેજરના પગાર બરાબર પૈસા કમાઈ શકે છે. જે લોકો પાસે હાલ કોઈ રોજગારી નથી તેમના માટે ડિલીવરી બોયની નોકરી એક ખુબ જ સારો ઓપ્શન છે.

તમે એ વાતથી કદાચ અજાણ હશો કે વિશ્વની સૌથી ટોચની ઓનલાઈન શોપિંગ કંપની એટલે કે એમેઝોન દર મહીને 50 થી 60 હજાર સુધીની મોટી રકમ કમાવવાનો મોકો આપે છે. અહીં મિત્રો કોઈ પણ વ્યક્તિ પાર્ટ ટાઈમ ડિલીવરી બોયનું કાર્ય કરીને પણ ધાર્યા કરતા વધારે પૈસા કમાઈ શકે છે.

એક ડિલીવરી બોયનું કાર્ય ઓનલાઈન અથવા તો રીટેઈલ કંપનીઓની પ્રોડક્ટ તથા પેકેટને ઉપયોગકર્તા સુધી પહોંચાડવાનું હોય છે. જો કોઈ વ્યક્તિ એમેઝોનમાં ડિલીવરી બોય તરીકે કાર્ય કરે તો તેનું કાર્ય માત્ર વેરહાઉસથી પેકેજ લઈને ગ્રાહોકો સુધી પહોંચાડવાનું રહેશે. એમેઝોન ડિલીવરી બોય દ્વારા વિશ્વમાં રોજે લાખો પેકેજની ડિલીવરી કરવામાં આવે છે. અહીં સામાન્ય રીતે એક ડિલીવરી બોયને દિવસ દરમિયાન 100 થી 150 પેકેટ ડિલીવરી કરવાના રહે છે. દિલ્હીમાં એમેઝોનના 18 કેન્દ્રો છે જ્યારે આખા વિશ્વમાં એમેઝોનના અન્ય ઘણા કેન્દ્રો છે.

જો કોઈ ડિલીવરી બોયનું કાર્ય કરે તો તેને એમેઝોન દ્વારા અપાયેલ પેકેજને ગ્રાહક સુધી પહોંચાડવા સિવાયનું કોઈ કાર્ય રહેતું નથી. ડિલીવરી બોયને પેકેજ આપવામાં આવે છે તે પણ મોટાભાગે તેની આસપાસના વિસ્તારના જ હોય છે. સામાન્ય રીતે એમેઝોન સવારના 7 થી રાત્રીના 8 વાગ્યા સુધી પોતાના પેકેજની ડિલીવરી કરાવે છે.

જે કોઈ એમેઝોન ડિલીવરી બોયનું કાર્ય કરવા માંગે છે તે https://logistics.amazon.in/applynow એમેઝોનની વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત તમારી નજીકના કોઈ પણ એમેઝોનના કેન્દ્ર પર જઈને પણ તમે એપ્લીકેશન આપી શકો છો. જો તમે અરજી કરો ત્યારે ડિલીવરી બોયની જરૂરીયાત નહિ હોય તો તે તમારી અરજીને વેઈટીંગ લીસ્ટમાં રાખશે અને ભવિષ્યમાં ઉદ્દભવતી જરૂરિયાતો માટે તમારું નામ નોંધી લેશે.

જે રીતે કંપનીમાં નિયમિત પગાર મળે છે તે જ રીતે એમેઝોનમાં ડિલીવરી બોયને પણ દર મહીને નિયમિત પગાર આપવામાં આવે છે. એમેઝોનમાં કામ કરતા ડિલીવરી બોયને 12 થી 15 હજાર રૂપિયા જેટલો ફિક્સ પગાર મળે છે. પરંતુ તેમાં પેટ્રોલનો ખર્ચ ડિલીવરી બોયે ઉઠાવવાનો રહેશે. એક પેકેટ અથવા કોઈ એક પ્રોડક્ટની ડિલીવરી કરવા બદલ ડિલીવરી બોયને 10 થી 15 રૂપિયા મળે છે. તેથી જો કોઈ ડિલીવરી બોય રોજના 100 કે તેથી વધારે પેકેટની ડિલીવરી કરે તો તે એક મહિનામાં આરામથી 50 થી 60 હજાર રૂપિયા કમાઈ શકે છે.

તો મિત્રો જે લોકો પાસે કોઈ પૈસાની આવક ન વધે એવી પરિસ્થિતિ હોય તો આ લેખને આગળ વધારજો કોઈક વ્યક્તિની મદદ થઇ જશે. એક વ્યક્તિને રોજગાર મળી જશે. એટલા માટે આ પોસ્ટને જરૂરથી શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

2 thoughts on “અમેજોન આપી રહ્યું છે તક… પાર્ટ ટાઈમ કામ કરીને કમાવ 50,000 સુધી… ફક્ત ૪ કલાક કામ કરીને.”

Leave a Comment