કાર ચલાવતા પહેલા જાણી લો આ 5 સેફ્ટી રૂલ્સ, નહિ તો થશે ગંભીર અને જીવલેણ અકસ્માત… 90% લોકો જાણવા છતાં નથી કરતા આ સુરક્ષા કવચનો ઉપયોગ….

મિત્રો આજના સમયમાં આપણે કારનો મોટાભાગે ઉપયોગ કરીએ છીએ. પણ કાર ચલાવવા માટે પણ તમારે અમુક સેફટી માટેના નિયમોનું ધ્યાન રાખવું પડે છે. અને જો તમે આ નિયમનું ધ્યાન નથી રાખતા તો તમને નુકશાન થઈ શકે છે. કાર ચલાવવા માટે તમારે શારીરિક તેમજ માનસિક રીતે તૈયાર હોવું ખુબ જ જરૂરી છે. તેમજ  ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. 

જયારે પણ તમે કારની યાત્રા કરો છો તો ઘણા સેફટીના નિયમોને ફોલો કરવા ખુબ જ જરૂરી છે. દેશમાં મોટાભાગની દુર્ઘટના હંમેશા બેદરકારીને કારણે થતી હોય છે. અને આ દુર્ઘટનામાં દર વર્ષે લાખો લોકોના મોત થાય છે. આ સિવાય ઘણા લોકો દુર્ઘટનામાં ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થઇ જાય છે.આથી જરૂરી છે કે, જયારે પણ તમે કારમાં યાત્રા કરો છો ત્યારે સેફટી માટેના ઓછામાં ઓછા આ પાંચ નિયમોને જરૂરથી ફોલો કરો. જેથી તમે તમારું, તમારા પરિવારનું તેમજ કારમાં સાથે કોઈ અન્ય મુસાફરી કરતું હોય તો એમનું જીવન જોખમમાં ન મુકો. જે તમારા પરિવારની સલામતી માટે ખુબ જ જરૂરી છે. 

નિયમ નંબર – 1 :- કારમાં યાત્રા કરતાં સમયે સીટ બેલ્ટ પહેરવો ખુબ જ જરૂરી છે. તેને ઉપયોગ કરવો તમારી આદતમાં સમાવિષ્ટ કરી લેવો જોઈએ. પછી ભલે તે ડ્રાઈવર હોય કે કારમાં બેસેલ અન્ય કોઈ પેસેન્જર હોય. સીટ બેલ્ટ પહેરવાથી અચાનક બ્રેક લગાડવા કે આગળ કે પાછળ ભટકાવવાની સ્થિતિમાં યાત્રીઓને મોટા ઝટકાથી બચાવી શકાય છે. તેમજ સીટ બેલ્ટ તમને ઈજાથી બચાવે છે. કોઈ અકસ્માત થાય તો પણ તમે કારમાંથી ફંગોળાઈ જાવ અને સુરક્ષિત રહો એ માટે સીટ બેલ્ટનો ઉપયોગ કાર ચલાવનાર દરેક વ્યક્તિ માટે અને પેસેન્જર માટે જરૂરી છે. નિયમ નંબર – 2 :- ભારતમાં વધુ સડક અકસ્માતની પાછળ દારૂ પીને ગાડી ચલાવવી એ એક મુખ્ય કારણ છે. દેશ આખામાં દર વર્ષે દારૂ પીને ગાડી ચલાવવાને કારણે ઘણી દુર્ઘટનાઓ થાય છે. નશો કરીને ગાડી ચલાવવાથી વાહનનું કંટ્રોલ ખોઈ બેસે છે અને મોટી દુર્ઘટનાનો શિકાર થાય છે. આથી કાર હંમેશા હોશમાં હો ત્યારે જ ચલાવો. નશો કરીને વાહન ચલાવવું કાયદાકીય ગુનો પણ બને છે. માટે બને ત્યાં સુધી ડ્રીંક કરીને વાહન ન ચલાવવું.  

નિયમ નંબર – 3 :- ભારતની સડકો ભીડભાડ વાળી છે. માટે શહેરની સડકો પર 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ છે. હાઈવે પર સ્પીડ લિમિટ વધી જાય છે, પરંતુ અહીં ઓછી સ્પીડમાં ગાડી ચલાવવી સૌથી સારું છે. ઓવરસ્પીડિંગ માત્ર કાનૂન તોડીને ખતરનાક સ્થિતિ જ નથી ઉત્પન્ન કરતું, પરંતુ ડ્રાઈવર પણ વાહનથી નિયંત્રણ ખોઈ શકે છે, જેના પરિણામ સ્વરૂપ ગંભીર દુર્ઘટના થઈ શકે છે. આથી હંમેશા સીમિત સ્પીડમાં કાર ચલાવો. ઓવર સ્પીડના કારણે દેશમાં 72% અકસ્માત થાય છે. જેના કારણે દર વર્ષે લાખો લોકો પોતાના જીવ ગુમાવી બેસે છે.નિયમ નંબર – 4 :- વાહન ચલાવતા સમયે નિંદર આવવી ખતરનાક હોય શકે છે. વાહન ચલાવતી વખતે કોઈ પણ કિંમતે નિંદરથી બચવું જોઈએ. સારું રહેશે કે, જો નિંદર આવતી હોય તો ડ્રાઇવિંગ ન કરો અને ગાડી ચલાવવાની જગ્યાએ પોતાની સાથે યાત્રા કરી રહેલા કોઈ મિત્ર કે કોઈ અન્ય વ્યક્તિને કાર ચલાવવા આપો. હંમેશા પુરતી નિંદર કરીને જ કાર ચલાવવી જોઈએ. 

નિયમ નંબર – 5 :- રેડ સિગ્નલ તોડવું એક ગુનો છે, જે મોટાભાગે સડક દુર્ઘટનાઓનું કારણ બને છે. સિગ્નલ જમ્પિંગના કારણે ભારતમાં દર કલાકે ઘણી સડક દુર્ઘટનાઓ થાય છે. રેડ સિગ્નલ કોઈને કોઈ કારણથી હોય છે. તેને તોડવું જોઈએ નહીં. જેથી સડક દુર્ઘટનાથી બચી શકાય. આ સિવાય કોઈ પણ કાર ચલાવો ત્યારે ધીરજ અને શાંતિથી કામ લો. મનને જેટલું શાંત રાખી ડ્રાઈવ કરવામાં એટલી સુરક્ષા વધુ રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment