એક ખુબ જ સુંદર મહિલાએ વિમાનની અંદર પ્રવેશ કર્યો અને તેની સીટની તલાશ કરતા તેણે નજર ઘુમાવી. તે મહિલાની સીટ એવા વ્યક્તિની બાજુમાં હતી, જેને બે હાથ ન હતા. પરંતુ તે મહિલાને તે અપંગ વ્યક્તિ પાસે બેસવામાં થોડી દિક્થકત થતી હતી. તે મહિલાને અપંગ વ્યક્તિ પાસે બેસવામાં થોડું અનકમ્ફર્ટેબલ ફિલ થયું.

તે સુંદર મહિલાએ વિમાનમાં એરહોસ્ટેસને બોલાવી અને કહ્યું કે, “હું આ સીટ પર સુવિધાપૂર્વક યાત્રા નહિ કરી શકું. કેમ કે મારી બાજુની સીટ પર જે વ્યક્તિ છે તેના બે હાથ નથી.” તે સુંદર મહિલાએ એરહોસ્ટેસને સીટ બદલવા હેતુથી આગ્રહ કર્યો. પરંતુ એરહોસ્ટેજ થોડી અસહજ હતી. માટે એરહોસ્ટેજ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો. “મેમ શું તમે મને કારણ જણાવી શકો છો ?”

સુંદર મહિલાએ જવાબ આપતા કહ્યું, “હું એવા લોકોને પસંદ નથી કરતી. હું એવા વ્યક્તિ સાથે બેસીને યાત્રા નહિ કરી શકું.” દેખાવમાં ખુબ જ સુંદર અને ભણેલી ગણેલી વિનમ્ર દેખાતી મહિલાની આ વાત સાંભળીને એરહોસ્ટેસ અચંબિત રહી ગઈ. ત્યાર બાદ સુંદર મહિલાએ ફરી એક વાર એરહોસ્ટેસને ભાર આપીને કહ્યું કે, “હું આ સીટ પર નહી બેસી શકું. એટલા માટે મને કોઈ બીજી સીટ આપવામાં આવે.” એરહોસ્ટેસે ખાલી સીટની તલાશ કરવા માટે વિમાનમાં ચારેય બાજુ નજર ઘુમાવી, પરંતુ કોઈ પણ સીટ ખાલી ન હતી.

પરંતુ એરહોસ્ટેસ દ્વારા મહિલાને કહેવામાં આવ્યું કે, “મેડમ આ ઇકોનોમિ ક્લાસમાં કોઈ સીટ ખાલી નથી, પરંતુ યાત્રીઓની સુવિધાનું ધ્યાન રાખવું અમારું દાયિત્વ છે. એટલા માટે હું વિમાનના કપ્તાન સાથે વાત કરીને આવું છું. કૃપયા થોડું ધેર્ય રાખો.” એવું કહીને એરહોસ્ટેસ કપ્તાન સાથે વાત કરવા માટે ચાલી જાય છે.

થોડા સમય પછી એરહોસ્ટેસ પરત આવે છે અને મહિલાને જણાવે છે, “મેડમ, તમને જે અસુવિધા ઉભી થઇ તેના માટે અમને ખુબ જ ખેદ છે. આ આખા વિમાનમાં માત્ર એક જ સીટ ખાલી છે જે પ્રથમ શ્રેણીમાં છે. મેં અમારી ટીમ સાથે વાત કરી લીધી છે અને અમે એક અસાધારણ નિર્ણય લીધો છે. એક યાત્રીને ઇકોનોમિ ક્લાસમાંથી પ્રથમ શ્રેણીમાં મોકલી આપવાનું કાર્ય અમારી કંપનીના ઈતિહાસમાં પહેલી થઇ રહ્યું છે.”

પરંતુ પેલી સુંદર મહિલા ખુબ જ પ્રસન્ન થઇ ગઈ, પરંતુ તે મહિલા કશું બોલે અથવા કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલા જ એરહોસ્ટેસ તે અપંગ અને બંને હાથ વગરના વ્યક્તિ તરફ આલગ વધી જાય છે. એરહોસ્ટેસ વિનમ્રતા સાથે અપંગ વ્યક્તિને પૂછે છે, “સર, શું તમે પ્રથમ શ્રેણીમાં જઈ શકશો ? કેમ કે અમે નથી ચાહતા કે કોઈ અશિષ્ટ યાત્રી સાથે યાત્રા કરીને પરેશાન થાવ.” આ વાત સાંભળીને વિમાનમાં બેઠેલા બધા જ યાત્રીઓએ તાળીઓ વગાડીને આ નિર્ણયનું સ્વાગત કર્યું. પરંતુ જે ખુબ જ સુંદર મહિલા હતી તે હવે શરમથી નજર પણ ઉંચી કરી શકતી ન હતી. પરંતુ ત્યારે તે અપંગ વ્યક્તિએ ઉભા થઈને કહ્યું કે, “હું એક ભૂતપૂર્વ સૈનિક છું અને મેં ઓપરેશન દરમિયાન કાશ્મીરમાં સીમા પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. ત્યારે સૌથી પહેલા આ દેવીને જોઇને અને તેની વાત સાંભળીને, હું એવું વિચારી રહ્યો હતો કે મેં કેવા લોકોની સુરક્ષા માટે પોતાની જાન જોખમમાં નાખી અને મારા હાથ ગુમાવ્યા ? પરંતુ જ્યારે તમારી બધાની પ્રતિક્રિયા જોઈ તો પોતાના પર ગર્વ થયો અને એવું લાગી રહ્યું છે કે મેં મારા દેશ અને દેશવાસીઓ માટે મારા બંને હાથને ગુમાવ્યા છે.”

આટલું કહીને તે અપંગ વ્યક્તિ પ્રથમ શ્રેણીમાં જતા રહે છે. પરંતુ પેલી સુંદર મહિલા પૂરી રીતે અપમાનિત થઈને મસ્તક ઝુકાવીને પોતાની સીટ પર બેસી જાય છે. તો મિત્રો અંતમાં એટલું જ કહેવાનું કે જો, “વિચારોમાં ઉદારતા ન હોય, તો ગમે એટલી સુંદરતા હોય તે નકામી છે.” જય હિન્દ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here