આ છે ભારતમાં મળતી સસ્તી અને સારી 5 સૌથી બેસ્ટ ઇલેક્ટ્રિક કાર, ફક્ત એક જ વાર ચાર્જમાં ચાલશે અધધધ કિલોમીટર… જાણો તેની કિંમત અને વધુ માહિતી…

જો કે કાર લેવી એ દરેક નાગરિકનું સપનું હોય છે. પોતાનો એક બંગલો હોય, કાર હોય અને સુખેથી જીવન જીવીએ એવી કલ્પના દરેક લોકો કરે છે. પણ આજની મોઘવારીને જોતા આ સપનું જાણે સામાન્ય માણસ માટે સપનું જ રહે છે. પણ જો તમે થોડીઘણી બચત કરીને પણ કાર લેવા જ માંગતા હો તો તમે ભારતમાં ઘણી એવી કાર વેચાય છે જે સસ્તી અને મસ્ત છે આ કાર છે ઇલેક્ટ્રિક કાર. ચાલો તો આ સસ્તી અને મસ્ત કારનું લીસ્ટ જોઈ લઈએ. 

ભારતમાં ઇલેક્ટ્રિક કાર ખુબ જ ઝડપથી લોકપ્રિય બની રહી છે. આ ઇલેક્ટ્રિક કાર મેન્ટેનન્સમાં પણ સસ્તી પડે છે અને પ્રદુષણની દ્રષ્ટીએ પણ ખુબ જ સારી માનવામાં આવે છે. હવે તો ઘણી કંપનીઓએ એવી ઇલેક્ટ્રિક કાર બહાર પાડી જે કોઈપણ પ્રકારે પેટ્રોલ કારથી પાછી નથી પડતી. આ સિવાય એન્ટ્રી લેવલે ઘણા વિકલ્પ બજારમાં રહેલ છે. આજે અમે વાત કરીશું એવી જ ઇલેક્ટ્રિક કાર વિશે જેને ભારતીય ગ્રાહક લેવાનું પસંદ કરે છે. જો તમે પણ આવનાર સમયમાં ઇલેક્ટ્રિક કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ ન્યુઝ તમારા માટે ખુબ જ અગત્યના છે.

1) Tata Nexon EV : આ લીસ્ટમાં સૌથી પહેલું નામ ટાટાની આ ઇલેક્ટ્રિક કારનું આવે છે. Tata Nexon EV હાલ ભારતની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. આ એક જ એકલા ભારતની ઇલેક્ટ્રિક કાર બજારના 60% ભાગ રોકે છે. પૈસાની દ્રષ્ટિએ પણ આ કાર ખુબ જ આકર્ષક છે. તેની એક્સ શો રૂમ કિંમત 13.99 લાખ રૂપિયાથી શરુ થાય છે. ટાટાએ તેને જીપટ્રોન ટેકનોલોજી પર તૈયાર કરેલ છે. આ કાર એક વખત ફૂલ ચાર્જ થઇ ગયા 312 કિલોમીટરની રેંજ આપે છે. 

2) Hyundai Kona Electric : કોરિયાઈ કંપની Hyundai એ આ ઇલેક્ટ્રિક કારને હાલમાં જ ભારતીય બજારમાં રજુ કરી છે. તેની કિંમત 23 થી 24 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવેલ છે. આ કારની વિશેષતા એ છે કે તે ફાસ્ટ ચાર્જીંગ અને સારી એવી રેંજ આપે છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 60 મીનીટમાં 80% ચાર્જ થઈ જાય છે. એક વખત ફૂલ ચાર્જ થઇ ગયા પછી તે 452 કિલોમીટરની  રેંજ આપે છે. 

3) MG ZS EV : એમજી મોટર્સ એ ભારતીય બજારમાં ખુબ જ ટૂંકા ગાળામાં પોતાનું નામ કમાવ્યું છે. કંપનીને એસયુવી હેક્ટરની સફળતાથી પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે જ ઇલેક્ટ્રિક કાર બજારને મળી રહેલ તેજીનો લાભ ઉઠાવવા માટે કંપનીએ MG ZS EV ને બજારમાં મૂકી છે. તેની કિંમત 20 થી 23 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કાર પણ 60 મીનીટમાં 80% ચાર્જ થઇ જાય છે. તેની રેંજ 340 કિલોમીટર છે.

4) Mercedes Benz EQC : લક્ઝરી કાર બનાવનાર મર્સિડીઝની ઇલેક્ટ્રિક કાર પણ હવે ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. મર્સિડીઝ બેન્ઝની આ ઇલેક્ટ્રિક કાર Mercedes Benz EQC હાઈ-એન્ડ કસ્ટમર્સ માટે છે. આ કાર દોઢ કલાકમાં 80% સુધી ચાર્જ થઇ જાય છે અને 350 કિલોમીટરની રેંજ આપે છે. તેની કિંમત 99.30 લાખ રૂપિયા છે.

5) Tata Tigor EV : ટાટાની આ ઇલેક્ટ્રિક કાર એ ગ્રાહકો માટે ખુબ જ સારી છે, જો વ્યાજબી ભાવે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. તેની કિંમત 10.50 લાખ રૂપિયાથી શરુ થાય છે. તેમાં ઇન્ફોટેનમેન્ટના ઘણા ફીચર્સ આપવામાં આવેલ છે. આ કાર એક વખત ફૂલ ચાર્જ થઇ ગયા પછી 210 કિલોમીટર સુધીની રેંજ આપે છે. ટાટા આ ઇલેક્ટ્રિક સેડાન માટે ફાસ્ટ ચાર્જરનો પણ વિકલ્પ આપે છે. ફાસ્ટ ચાર્જરથી તેને બે કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment