દેશની આ 3 કંપનીના શેરે રોકાણકારોને આપ્યું 500% વળતર… ફક્ત 1 વર્ષમાં રૂપિયા કરી દીધા 5 ગણા… જાણો રોકાણ કરવું કેટલું ફાયદામાં છે…

શેર માર્કેટમાં નામી કંપનીઓમાં અદાણી ગ્રુપ નો નંબર આવે છે. પાછલા એક વર્ષનો સેન્સેક્સ લગભગ 7 %  વધ્યો છે. આ દરમિયાન નિફ્ટીમાં પણ 7% ની તેજી નોંધાઈ છે. પરંતુ આ એક જ વર્ષમાં અદાણી ગ્રુપની ત્રણ કંપનીના શેરોએ લગભગ 500 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.

અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન ના શેરો એ જબરજસ્ત પૈસા બનાવીને આપ્યા છે. રોકાણકારોના પૈસા એક જ વર્ષમાં ચાર થી પાંચ ગણા થઈ ગયા છે. તો આવો જાણીએ આ કંપની વિશે.

1) અદાણી પાવર:- અદાણી પાવરના શેર છેલ્લા એક વર્ષમાં મલ્ટિબેગર સ્ટોક સાબિત થયા છે. આ શેર હાલમાં 338 રૂપિયાના છે, પરંતુ તેનો 52 સપ્તાહનો નીચો ભાવ માત્ર રૂ. 70.35 છે અને 52 સપ્તાહનો સૌથી વધુ રૂ. 354 છે. એટલે કે આ શેરે એક વર્ષ દરમિયાન 5 ગણું વળતર આપ્યું છે. શેરમાં 500 ટકાનો ઉછાળો નોંધાયો છે.

2) અદાણી ટોટલ ગેસ:- પાછલા એક વર્ષમાં અદાણી ગેસના શેર 843 રૂપિયાથી વધીને 3,353 રૂપિયા થઈ ગયો છે. વળતરની દ્રષ્ટિએ જોઈએ તો અદાણી ગ્રુપ ના આ શેરે એક વર્ષમાં 400 ટકાથી વધુ વળતર આપ્યું છે.  એટલે કે આ શેરે 4 ગણા પૈસા કમાયા છે.3) અદાણી ટ્રાન્સમિશન:- અદાણી ટ્રાન્સમિશનના શેરે પણ પાછલા એક વર્ષમાં લગભગ 400 ટકાનું વળતર આપ્યું છે. અદાણી ટ્રાન્સમિશનના શેરની 52 સપ્તાહની નીચી સપાટી 900 રૂપિયા છે અને હાલમાં આ શેરની કિંમત 3512 રૂપિયા છે.  જો કોઈએ એક વર્ષ પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે રોકાણ હવે વધીને 4 લાખ રૂપિયા થઈ ગયું હોત.

આ સિવાય અદાણી ગ્રુપની અન્ય કંપનીઓ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી વિલ્મર અને અદાણી પોર્ટે પણ શ્રેષ્ઠ વળતર આપ્યું છે.  અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં આવેલી તેજીને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ઝડપથી વધારો થયો છે. હાલમાં ગૌતમ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે, જ્યારે તે એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ છે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી)

Leave a Comment