એક સમયે 85 કિલો વજન હતું પણ 4 મહિનામાં એવો જાદુ કર્યો કે, અભિનેત્રી બની ગઈ સુપર ફિટ. એવી દેખાય છે કે, જોઇને તમે પણ આશ્વર્યમાં પડી જશો…

મિત્રો ફિલ્મ દુનિયાની વાત કરીએ તો તેમાં ઘણા એવા સિતારાઓ હોય છે જેઓ પોતાનું વજન ક્યારેક ઓછું કરે છે, તો ક્યારેક વધારે છે. પણ જ્યારે આ સિતારાઓ વજન ઓછું કરે છે ત્યારે તેઓ ક્યો ઉપાય અજમાવે છે તે જાણવા જેવું છે. આવી જ એક એક્ટ્રેસ કે જે એક સમયે 85 કિલો વજન ધરાવતી હતી અને હાલ વજન ઓછું કરીને સુપર એક્ટ્રેસ બની ગઈ છે.

વજનને લઈને ઘણી વખત ઘણા સિતારાઓ ચર્ચાનો વિષય રહ્યા છે. અહીં ઘણી વખત સેલિબ્રિટી વજન વધારે છે તો ઘણી વખત ઘટાડે છે. આમ સેલિબ્રિટીનું આ ટ્રાન્સફોર્મેશન ઘણી વખત હોશ ઉડાડી દે છે. આજે આપણે વાત કરીશું ભૂમિ પેડનેકર ની. જે ફિલ્મ ‘દમ લગાકે હઈશા’ જોવા મળી હતી અને આજે એકદમ ફીટ અને સ્લીમ દેખાય છે. એક સમયે તેનો વજન 80-85 હતો. પણ ભૂમિએ ઓછા સમયમાં જ વજન ઓછું કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા.

મિત્રો તમને જણાવી દઈએ કે, વેટ લોસ સ્ટોરીમાં ભૂમિ પેડનેકરે બધાને હેરાન કરી દીધા છે. પોતાની પહેલી ફિલ્મમાં તેનો વજન 80-85 કિલો હતો. આ ફિલ્મ માટે તેણે પોતાના 72 કિલો વજનમાં વધારો કરીને બીજો 15 કિલો વજન વધાર્યો હતો. આમ વજન વધારવા માટે તે પ્રતિ દિન 4000 કેલેરી લેતી હતી. તેની ફિલ્મ હીટ રહી હતી તેમજ આ ફિલ્મ માટે તેનો મજાક પણ બહુ ઉડાડવામાં આવ્યો હતો.આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં તેનો ભાઈ તેને મોટી-સાંઢની કહીને બોલાવતો હતો. જ્યારે રીયલ લાઈફમાં પણ ભૂમિને હેવી વેટને કારણે ઘણું શેમીંગ કરવું પડ્યું હતું. પણ આ ફિલ્મ પછી તેણે સક્સેસ અને એક્ટિંગને ગંભીરતા સાથે લીધું અને ફેટ ટુ ફીટ બનવાનો નિર્ણય લીધો.

વાસ્તવમાં ભૂમિ એક પ્રોડ્યુસર હતી અને ફિલ્મમાં તે એક પ્રયોગ કરવા માટે આવી હતી. પણ લોકોએ તેને પસંદ કરી અને તે ફૂલ ટાઈમ એક્ટર બની ગઈ. પછી તો તેણે વજન ઘટાડવા માટે સખત મહેનત કરી. અને 4 મહિનામાં 27 કિલો વજન ઓછું કરી નાખ્યું. આ સિવાય તમને જણાવી દઈએ કે, ભૂમિએ પોતાના ડાયટમાં બહારના ખાવા-પીવાની સાથે પનીર, માખણ, જંક ફૂડસ પણ બંધ કરી દીધું. ચાને પણ પોતાના ડાયટમાંથી કાઢી નાખી અને તેની જગ્યાએ ખજુરની સીરપ, શુદ્ધ મધને, ગોળને ડાયટમાં સામેલ કર્યા.જો કે ભૂમિએ પોતાનું વજન ઓછું કરવાની શરૂઆત ડીટોક્સથી કરી. આ માટે તે દરરોજ સવારે ઉઠીને એલોવેરા જ્યુસ પીતી હતી. તેનાથી વેટ ગેન દરમિયાન વધેલા ટોક્સિન દુર થયા. આ સાથે તે દરરોજ બે કપ ગ્રીન-ટી પીતી હતી. આ ઉપરાંત ભૂમિએ વજન ઓછું કરવા માટે પોતાની લીક્વીડ ડાયટ પોતે જ બનાવેલ ડીટોક્સ ડ્રીંક તૈયાર કરી. તે માટે તે 3 લીટર પાણીમાં 3 ખીરાનો રસ, ફુદીનાના પાન, અને 4 લીંબુ મિક્સ કરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેતી હતી અને આખો દિવસ તેનું સેવન કરતી હતી.

સિક્રેટ જ્યુસથી બનાવી ફિટનેસ : તમને જણાવી દઈએ કે, ભૂમિ એક સિક્રેટ જ્યુસ રેસિપીને પોતાના વેટ લોસનો સૌથી અહેમ ભાગ માને છે. તેણે કહ્યું કે, તે પાલક, સફરજન, લીબું, આદુ, અને કોથમીરનું જ્યુસ બનાવીને પીતી હતી. તેનાથી તેનો વજન પણ ઓછો થયોને ત્વચા પર ચમક પણ આવી.

ખુબ ભૂખ લાગવા પર માત્ર સ્ટ્રોબેરી ખાધી : એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તેને જ્યારે પણ ખુબ ભૂખ લાગતી ત્યારે તે 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી દહીં અને સ્ટ્રોબેરીને મિક્સ કરીને પીતી હતી. તેનાથી તેને ખુબ એનર્જી મળતી હતી. આ સાથે તે ઘણી વખત ડાર્ક ચોકલેટ પણ ખાતી હતી. કારણ કે તેમાં 70% કોકોઆ, થોડી ખાંડ અને ઘણા એન્ટીઓક્સીડેંટ હોય છે.બ્રેક ફાસ્ટ : વર્કઆઉટ પછી ભૂમિ મલ્ટીગ્રેન બ્રેડની સાથે 3 ઈંડા વ્હાઈટ અને દૂધનું સેવન કરતી હતી. આ સાથે જ ઘણી વખત તે ચણા, ચીકન, ફીશ અને બાફેલુ શાકભાજી ખાતી હતી.

લંચ : ભૂમિના બપોરના ભોજનની વાત કરવામાં આવે તો એક વાટકો શાકભાજી, અથવા દાળ-ભાત, બે રોટલી અને એક ગ્લાસ છાશ લેતી હતી. તેની રોટલી રાગી, સોયા અને ચણાની મિક્સ કરીને બને છે.

સ્નેક્સ : સાંજના સમયે ભૂમિ એક અડધું પપૈયું, નાશપતી, જમરૂખમાંથી કંઈ પણ ખાતી હતી. સાથે 1 કપ ગ્રીન ટી, અખરોટ અથવા બદામ તેના સાંજના સ્નેક્સમાં સામેલ હતા. સાંજે 7 વાગ્યા પછી તે એક વાટકો સલાડ ખાતી હતી. તેમાં ઘણી સબ્જી અને ડ્રાયફ્રુટ હતું.ડીનર : ભૂમિ પોતાનું ડીનર રાતે સાડા આઠ પહેલા કરી લેતી હતી. જેમાં તે ગ્રિલ્ડ ફીશ, ચીકન, પનીર, ટોફું, સ્ટીમ કરેલી સબ્જીને એક નાનો કપ બ્રાઉન રાઈસ અથવા પાતળી રોટલી લેતી હતી.

ભૂમિનો વર્કઆઉટ પ્લાન : આમ સારા ડાયટની સાથે તે એક્સાઈજ, યોગા અને ઘણા પ્રકારની ગેમ રમતી હતી. ભૂમિનું કહેવું છે કે, તેને સ્પોર્ટ્સમાં ખુબ રસ છે. તેને વોક કરવું પહેલેથી જ ગમે છે. આ સાથે તેને બૅડમિન્ટન પણ ખુબ ગમે છે. આ બધું જ તેના વેટ લોસમાં સામેલ હતું. આમ સવારે વોક, બપોરે જીમ અને સાંજે અથવા રાત્રે વોલીબોલ, બૅડમિન્ટન, સ્વીમીંગની સાથે ડાન્સ કરતી હતી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment