પિતાની સાથે કાર રેસિંગ જોવા ગયેલ એક છોકરો બન્યો ફેરારી મોટર નો માલિક જાણો તેનો ઈતિહાસ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🏎 ઓટો મોટરનો કોઈ પણ અભ્યાસ ન જાણતા હોવા છતાં પણ ડીઝાઈન કરી પોતાની કાર જે વિશ્વભરમાં પ્રખ્યાત છે…🏎

Image Source :

💁‍♂️ મિત્રો જ્યારે પણ આપણે સ્પીડ, લક્ઝરી અને સારી સ્પોર્ટ્સ કારની વાત કરીએ ત્યારે આપણને ફરારીનું નામ યાદ આવે છે તે ખૂબ જ સ્વાભાવિક છે. વિશ્વમાં સૌથી શાનદાર અને લક્ઝરી કારો બનાવનાર ઇટલીના પ્રમુખ કાર નિર્માતા કંપની ફરારી કાર જેટલી શાનદાર અને પ્રખ્યાત છે તેટલો જ તેનો ઈતિહાસ અને તે કંપનીનો ભૂતકાળ રસપ્રદ છે. શું ફરારી કારને જોઇને તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન થયો કે તેનું નામ ફરારી શા માટે રાખવામાં આવ્યું હશે ?  અને આ કંપની વિશ્વમાં આટલી બધી પ્રખ્યાત કઈ રીતે બની ? આવા જ તમારા મગજમાં ચાલતા ઘણા પ્રશ્નોના ઉતર જાણવા માટે વાંચો અમારો આ લેખ. આજે અમે તમને અમારા આ લેખમાં ફરારી સાથે જોડાયેલ કંઇક વાતો જણાવીશું જેનાથી કદાચ તમે અજાણ હશો. મિત્રો ખૂબ જ રોચક ઈતિહાસ છે તેનો.

🏎 સૌથી પહેલા આપણે તેમના સ્થાપક એન્જો ફેરારીની સફળતા વિશે જાણી લઈએ. તેમનો જન્મ ઇટલીના મોડેનામમાં થયો હતો. મિત્રો તે માત્ર ૧૦ વરસના હતા ત્યારે તેના પિતા સાથે તેઓ કાર રેસ જોવા ગયા હતા. ત્યારે તેમણે નક્કી કરી લીધું હતું કે તે મોટા થઈને રેસ ડ્રાઈવર બનશે. પરંતુ તેમને શરૂઆતમાં એક શિક્ષકની નોકરી ચાલુ કરી અને ત્યાર બાદ વિશ્વયુદ્ધના કારણે તેમણે આર્મી જોઈન કરવું પડ્યું. ૧૯૧૬માં તેમના ભાઈ અને પિતાનું મૃત્યુ થયું ત્યાર બાદ તેમની આર્થિક હાલત ખૂબ જ ખરાબ થઇ ગઈ અને તેઓ એક નોકરીની તલાશમાં નીકળી પડ્યા અને તેમને એક સારી કંપની ફિયાટમાં અપ્લાય કર્યું પરંતુ ત્યાં જગ્યા ન હોવાને કારને તેમને રીજેક્ટ કરવામાં આવ્યા.

Image Source :

🏎 ત્યાર બાદ ઘણી મહેનાતો પછી તેમને ઇટલીની એક મોટર કારમાં ટેસ્ટ ડ્રાયવરની નોકરી મળી. મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે કાર અને ઓટો મોટર પર કોઈ અભ્યાસ નહોતો કર્યો પરંતુ તેમને કારનો ખૂબ જ શોખ હતો જેના કારણે તેમને કારનું ખૂબ સારું નોલેજ હતું. અને તેમની આ આવડતના કારણે તેમને ૧૯૨૯માં રેસિંગ કાર ડ્રાયવરની નોકરી મળી. ત્યાર બાદ તેમને ઘણી રેસો કરી અને જીત્યા પણ ઘણી. પરંતુ ૧૯૨૫માં તેમના સાથી ડ્રાયવરના મૃત્યુ પછી તે ડર્યા ડર્યા રહેવા લાગ્યા અને કાર રેસમાંથી તેમનું મન હટવા લાગ્યું.૧૯૩૨માં તેમણે નિવૃત થવાનો નિર્ણય લીધો. અને અલ્ફરોમીઓ કાર કંપનીનું મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટનું કામ સંભાળવા લાગ્યા. પરંતુ આગળ જતા તે કંપની સાથે તેમનો વિવાદ થઇ ગયો અને ત્યાર બાદ ૧૯૪૮માં તેમણે પોતાની જ કંપની  ખોલી જેનું નામ ફેરારી રાખાવાની જ ઇચ્છા હતી. પરંતુ જ્યારે તે આલ્ફારોમીઓ કંપનીમાં ગયા ત્યારે તેમણે એક એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો જેમાં લખ્યું હતું કે તેઓ આગળના ચાર વર્ષમાં જો કોઈ કંપની ખોલે તો તેનું નામ ફેરારી નહિ રાખી શકે.

🏎 તેથી તેનું નામ ઓટો એવીઓ કોસટ્રોજ્યુઓની રાખ્યું જે બીજી રેસ કાર કંપનીઓને કારના પાર્ટ્સ બનાવી આપવાનું કામ કરતી હતી. પરંતુ તેની કંપનીનું કામ કંઈ ખાસ ન ચાલતું કારણ કે તે સમયે બીજું વિશ્વયુદ્ધ પણ ચાલુ થઇ ગયું હતું. પરંતુ વિશ્વયુદ્ધ ખતમ થયા પછી તેમણે પોતાની કાર ડીઝાઈન કરવાનું કામ ચાલુ કર્યું. અને અંતે ૧૯૪૭માં તેમણે પહેલી પોતાની કાર ફેરારી ૧૨૫s સ્પોર્ટ્સ કારનું નિર્માણ કર્યું જે લોકો દ્વારા ખૂબ જ પસંદ કરાઈ હતી. અને આગળ તેમની કાર રેસમાં પણ ભાગ લેવા લાગી. અને ત્યાર બાદ ૧૯૫૧માં ફેરારી કંપનીએ પોતાનું ગ્રાંડ પક્ષ બનાવ્યું. બસ ત્યાર પછી આ કંપનીએ ક્યારેય પાછું ફરીને નથી જોયું. મિત્રો આ તો હતી એન્જો ફેરારીની વાત હવે જાણીએ ફેરારી કંપનીનો રોચક ઈતિહાસ.

Image Source :

🏎 ફરારી આજે દુનિયાભરમાં તેની સૌથી સારી સ્પોર્ટ્સ કારોને લીધે પ્રખ્યાત છે. ખૂબ જ આકર્ષક લૂક, દમદાર એન્જીન અને આધુનિક ફીચર્સથી સુસજ્જ ફરારી કારને જોઇને કોઈ પણ કાર પ્રેમીની ધડકન એક વાર વધી જાય અને તે તેના સપના જોવા લાગે તેવું પણ બને. તો ચાલો જાણીએ તેનો ઈતિહાસ.

🏎 ફેરારી દુનિયાની સૌથી શાનદાર સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપની છે. અત્યાર સૂધી ફરારીએ સામાન્ય રસ્તાથી લઈને રેસ ટ્રેક પર પોતાની બુલંદી પોહ્ચાડેલી છે. કંપની રેસ ટ્રેકના ડ્રાયવરોને સ્પોન્સર કરતી હતી. તેમજ કંપની મુખ્ય રીતે રેસ માટે કારનું નિર્માણ કરતી હતી. જ્યારે હાલના સમયે તે કંપની રેસ સિવાય અન્ય કારોનું પણ નિર્માણ કરી રહી છે.

Image Source :

🏎 તમને બધાને કદાચ ફરારીનો લોગો તો યાદ જ  હશે જેમાં એક કળા રંગનો ઘોડો ઉડતો દેખાય છે તેવો લોગો છે. શું મિત્રો તમે જાણો છો આ લોગો પાછળ પણ એક કારણ છે. આ લોગો ઇટલીના એરફોર્સમાં સમાવિષ્ટ ફ્રેન્સેસકો બરાકા લડાકુ વિમાન પર બનેલ ઉડતા ઘોડાની કોપી છે. તે વિમાનમાં પણ એક જગ્યાએ તેવા જ કાળા રંગના ઘોડાને પ્રદર્શિત કરાયો હતો. આ વિમાન કોઈ સામાન્ય વિમાન ન હતું તે વિમાનનો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે થયેલો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ફરારીની કારમાં લોગો ના રૂપે તે ઉડતા ઘોડાનો જ પ્રયોગ થતો આવ્યો છે. આ લોગોમાં પીળા રંગના આધારે કાળા ઘોડાને ઉડતો દેખાડવામાં આવ્યો છે.

🏎 આ કંપનીએ પોતાની સૌથી પહેલી યાત્રી કારનું નિર્માણ ૧૯૪૯માં કર્યું હતું. તે સમયે તે કારનું નામ હતું ટીપો. ૧૨૫ જેને ગીયાચીનો કોલંબોએ ડીઝાઈન કરી હતી. ફરારીએ અત્યાર સુધી ઘણી શાનદાર કારોનું નિર્માણ કર્યું છે. જેમાં છે ફરારી ૪૫૦, ફરારી બર્લીનેટા, ફેરારી ટીપો જેવી કારોનો સમાવેશ થાય છે. પરંતુ ફરારીની સ્પોર્ટ્સ કાર ફરારી ગ્રા ટુરીઝમ અત્યાર સુધીની લોકપ્રિય કાર છે. તેમજ સૌથી વધારે નફો અપાવનારી કાર છે.

Image Source :

🏎 ફરારી વિશ્વમાં પોતાની સારી ટેકનીક અને દમદાર એન્જીન માટે ઓળખાય છે. સૌથી ફાસ્ટ ફેરારી કાર ૨૦૦૨માં બની હતી. તે કારનું નામ હતું એફ ૬૦. કંપની પોતાની કારનું નિર્માણ ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને કરે છે. જેમાં ગ્રાહકો સંતુષ્ટ થાય તેનું પૂરું ધ્યાન રાખે છે. તેથી જ તો તેની કંપનીમાં કોઈ સામાન્ય વ્યક્તિના પ્રવેશ પત્ર પ્રતિબંધ છે. અને કર્મચારીઓનું પણ ફેકટરીમાં આવતી અને જતી વખતે બે વાર તપાસ લેવાય છે જેથી કોઈ કંપનીની વસ્તુ બહાર ન લઇ જઇ શકે. એક એવો સમય હતો જ્યારે ફરારીની પ્રતિસ્પર્ધી  મસેરાતી નામની કાર કંપની હતી. પરંતુ ફરારીએ પોતાની સારી કારો દ્વારા રસ્તાઓ પર રાજ કર્યું અને આજે મસેરાતીનું સંચાલન પણ ફરારી જ કરે છે.

🏎 તમને જણાવી દઈએ કે ફરારી ઇટલીના પ્રમુખ કાર નિર્માતા કંપની ફિયાટની સબ બ્રાંડ છે. જે ફિયાટ બજારમાં પોતાના ટર્બો ચાર્જ માંલ્તીજેત માટે જાણીતી હતી. જેનો ઉપયોગ મારુતિ સ્વીફ્ટ, તાતા ઈન્ડીકા, ફોર્ડ ફીગો જેવી કારોમાં કરવામાં આવે છે. સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપનીએ નવેમ્બર ૨૦૧૦માં પોતાની બ્રાન્ડીંગ માટે એક બિલ્ડીંગ બનાવી હતી જેને ફરારી પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો આકાર ઓક્ટોપસ જેવો છે.અને તે પાર્કમાં રોલર ફોસ્ટર જેવી આકર્ષક રાઈડસ પણ હતી.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

 

Leave a Comment