8 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મળી નોટીસ, RTO ના થયા ધજાગરા.

આજે આખા ભારત દેશમાં એક વિષય ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. જેને લઈને આજે દેશનો દરેક નાગરિક વાકેફ છે. દેશમાં હાલમાં જ થોડા દિવસો પહેલા મોટર વ્હીકલ એક્ટ દ્વારા માર્ગની વ્યવસ્થા માટે અમુક નિયમો લાગુ કર્યા છે. જેને લઈને લોકો આજે રસ્તા પર નીકળવા માટે પણ ગભરાય રહ્યા છે. કેમ કે ફેરફાર કરવામાં આવેલા નિયમ અનુસાર જો નિયમોનું ભંગ કરવામાં આવે તો ખુબ જ મોટી કિંમત ચલણ પેઠે ભરવી પડે છે. પરંતુ આજે આ બાબતને લઈને એક એવી અજબ ગજબ બનેલી ઘટના જણાવશું.

હાલમાં દેશમાં કડક નિયમોને સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા છે. જેને લઈને લોકો પણ સચેત બની રહ્યા છે અને ધ્યાન રાખીને ગાડી ચલાવી રહ્યા છે. તેની પાછળનું કારણ છે દંડ ન ભરવો પડે. આ નિયમ સામાન્ય રીતે ઘણી જગ્યા પર લાગુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી લાગુ થવાની વાત હતી.  બની રહ્યા છે અને ધ્યાન રાખીને ગાડી ચલાવી રહ્યા છે. મિત્રો ટ્રાફિકના નવા નિયમોને લઈને જે લોકો ભૂલ કરે તેણે ફરજીયાત દંડ ભરવો પડશે. પરંતુ મિત્રો હવે તો ગુજરાતમાં પણ આ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે.  પરંતુ આ બાબતને લઈને એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને તમે દંગ રહી જશો. હાલમાં એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાનના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એક એવા વ્યક્તિનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે જે હાલ આ દુનિયામ જીવિત નથી. તો ચાલો જાણીએ શું બન્યું હતું.

મિત્રો આ ઘટના રાજસ્થાનમાં બનેલી છે. રાજસ્થાનના ઝાલાવાડ શહેરમાં રહેતા એક વ્યક્તિનું મૃત્યુ આજથી આઠ વર્ષ પહેલા થયું હતું. તે વ્યક્તિનું નામ છે રાજેન્દ્ર કેસરા, જે સપ્ટેમ્બર 2011 માં મૃત્યુ પામ્યા છે. પરંતુ આ વ્યક્તિના ઘર પર ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એક નોટીસ મોકલવામાં આવી છે. જેમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે, વધારે કાર સ્પીડમાં હટી અને તે સમયે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. તો આ બાબતને લઈને રાજેન્દ્ર કેસરાના ઘર પર નોટીસ ગઈ હતી.

આ આખી ઘટનામાં મહત્વની વાત એ છે કે રાજેન્દ્ર કેસરાએ તેના 2011 સુધીના જીવનમાં ક્યારેય પણ કાર ચલાવી જ નથી. તો પણ તેમના ઘર પર આવી નોટીસ આવી હતી. રાજેન્દ્રના દીકરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારા પિતા વાસણ વહેંચતા હતા અને તેમણે તેના આખા જીવનમાં માત્ર ટુ વ્હીલર ચલાવ્યું છે. પરંતુ તેમ છતાં પણ તેમના નામ પર આવી નોટીસ ડીપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવી હતી.આ નોટીસ 11 સપ્ટેમ્બરના રોજ રાજેન્દ્રના ઘર પર પહોંચ્યો હતો. જેમાં એવું લખેલું હતું કે, રાજેન્દ્ર કેસરાએ સીટ બેલ્ટ લગાવ્યો ન હતો, જેના કારણે રાજેન્દ્ર કેસરાનું લાયસન્સ ડીપાર્ટમેન્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યું છે. પરંતુ રાજેન્દ્ર તો આ દુનિયામાં જ નથી, તો એ ગાડી કેવી રીતે ચલાવે. જ્યારે આ નોટીસ પરિવારને મળી ત્યારે તે લોકો પણ ખુબ ગહેરા આશ્વર્યમાં પડી ગયા હતા. આ ઘણા દ્વારા ડીપાર્ટમેન્ટ પર આંગળી પણ ઉઠી શકે છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ ઘટના બાબતે, કોમેન્ટ કરીને જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

Leave a Comment