બીમાર પતિને બચાવવા માટે પૈસા ન હતા, તો આ 68 વર્ષની મહિલા એ કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો વાહ.

આપણા ભારત દેશમાં એવી કેટલીય સ્ત્રીઓ છે, જે પોતાના પતિ માટે કોઈ પણ હદ સુધી કંઈ પણ કરી શકે છે. કડવા ચૌથથી લઈને વડ સાવિત્રી વ્રતની પુજા સુધી. ભારતીય સ્ત્રીઓ તેમના પતિના માટે તમામ મુશ્કેલીથી બચવા માટેની પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, પરંતુ સૌથી મોટા અવરોધોને નહિવત ગણાવી સ્ત્રીઓ પોતાના પતિની ખુશી માટેના જ પ્રયત્નો કરે છે.

68 ની એક વૃદ્ધ સ્ત્રી “લતા ભગવાન કરે” એ કંઈક એવું જ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેમણે 68 ની ઉંમર દરમિયાન આરામ કરવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે તેના પતિને બીમારીથી બહાર નીકળવા માટે મેરેથોન દોડમાં ભાગ લીધો હતો અને પ્રથમ પુરસ્કાર જીતીને દુનિયા સામે એક મિસાલ બની હતી. તો ચાલો જાણીએ કોણ છે લતા ભગવાન કરે અને તેનાથી જોડાયેલી વાતોને.

કોણ છે લતા કરે : લતા કરે એક મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં આવેલ એક ગામની નિવાસી છે. તેની ઉંમર 68 છે અને તે મેરેથોન રનરના નામથી પ્રખ્યાત છે. વર્ષ 2014 સુધી તો તેને કોઈ પણ ઓળખતું હતું નહીં, પછી એવું થયું કે તેણીએ મેરેથોન દોડમાં ભાગ લીધો, તેને તે રેસ જીતી ગયા અને તેણે દરેક લોકો ઓળખવા લાગ્યા. એટલું જ નહિ પરંતુ તેના નામ પર એક મરાઠી ફિલ્મ પણ બની છે, જે દરેકને પ્રેરણા આપે છે.

મેરેથોનમાં શું કામ ભાગ લીધો : 68 વર્ષની ઉંમરમાં લગભગ સ્ત્રીઓ પોતાના દીકરાના દીકરાઓને રમાડે છે અથવા તો આરામ કરે છે, અને તેણે આ ઉંમરમાં મેરેથોનની દોડમાં ભાગ લીધો અને પ્રથમ પુરસ્કાર પણ મેળવ્યો. આ સાચું છે, કે તેણીએ મેરેથોનની દોડમાં ભાગ લીધો, પરંતુ આ તેનો શોખ ન હતો, પણ તેને પૈસાની જરૂર હતી. એમાં એવું હતું કે, તે વર્ષ દરમિયાન તેના પતિ ખુબ જ બીમાર હતા અને તેની દવા માટે લતાજી પાસે પૈસા ન હતા. પૈસા કમાઈને પોતાના પતિનો જીવ બચાવવા માટે, તેણીએ આ પગલું ભર્યું હતું.

શું છે સંપૂર્ણ વાત : લતા અને તેના પતિ ભગવાન બુલધના જિલ્લાના છે, પરંતુ કામના કારણે તેઓ મહારાષ્ટ્રના બારામતી ગામમાં રહેવા લાગ્યા. ત્યાં ભગવાનભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરવા લાગ્યા અને લતાજી ખેતરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. આ બંનેને ત્રણ દીકરી અને એક દીકરો હતો. ઘણી મહેનત કરીને આ બંનેએ છોકરાઓના લગ્ન કર્યા. દીકરા પાસે પરમેનેન્ટ નોકરી ન હતી. તેથી દરેકની થોડી થોડી કમાણીથી ઘર ચાલતું હતું.

પતિનું સ્વાસ્થ્ય ખરાબ થતાં આ પગલું ભરવું પડ્યું :

2014 માં લતાજીના પતિ ભગવાનભાઈનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું અને તેને ચક્કર આવવા લાગ્યા અને છાતીમાં દુઃખાવો થવા લાગ્યો. ડોક્ટરે MRI કરાવવા માટે કહ્યું. આ ટેસ્ટ કરવવા માટે 5 હજાર રૂપિયાની જરૂર હતી અને લતાજી પાસે એટલા પૈસા ન હતા. તેને કોઈએ જણાવ્યુ કે બારામતીમાં મેરેથોન થવાની છે અને જીતવા વાળાને 5000 રૂપિયાનું ઈનામ દેવામાં આવશે. આ સમયે ગામના છોકરાઓએ દાદીમાને કહ્યું કે, દાદીમાં તમે ખુબ જ, સારી દોડ લગાવો છો, તેથી તમારે આ રેસમાં ભાગ લેવો જોઈએ.

લતાજીએ લોકોના કહેવા પ્રમાણે આ રેસમાં ભાગ લીધો અને રેસમાં દોડવા માટે ત્યાં ગયા. દોડ શરૂ થઈ તે દરમિયાન દોડ કરતી વખતે લતાજીના ચંપલ તૂટી ગયા. તેમણે તેના પર ધ્યાન આપ્યું નહીં અને તે દોડતા જ રહ્યા અને પરિણામ સ્વરૂપ તે આ રેસ જીતી ગયા. ઈનામના પૈસા મળ્યા અને તેણે એ પૈસાથી પોતાના પતિની દવા કરી.

જીત્યા છે કેટલાક ઇનામો :

પહેલી વાર લતાજી પતિની દવા કરવા માટે મેરેથોનની દોડમાં ભાગ લીધા પછી તેણીની હિંમત વધી હતી  અને તેમણે આવી અનેક રેસમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું. લતાજીએ 2014 માં 3 કિલો મીટરની દોડમાં ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં તે કેટલીક મેરેથોન દોડ જીતી ચૂક્યા છે અને કેટલાક શિલ્ડ અને પ્રાઈઝ મેળવી ચૂક્યા છે.લતાજી પર બની છે એક મરાઠી ફિલ્મ : લતાજી પર એક ફિલ્મ પણ બની ચૂકી છે જેનું નામ છે,‘લતા ભગવાન કરે’. આ ફિલ્મ પહેલાના મહિને જ રિલીઝ થઈ હતી અને તેને થોડા સમય પહેલા જ નવીન દેશાબોઈનામાં મરાઠી ભાષામાં બનાવ્યું હતું. આ ફિલ્મમાં લતાનો અભિનય લતા ભગવાન કરે જ ભજવ્યો છે. એક મીડિયાના ઈન્ટરવ્યુંમાં લતાજીએ કહ્યું હતું કે ‘ હું ફક્ત પૈસા કમાવવા માંગુ છું’  અને મે એવું ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે.

વાસ્તવમાં પોતાના પતિનો જીવ બચાવવા માટે આટલું મોટું કામ કરવું એ એક સરાહનીય કામ છે અને આપણે સૌ એ તેનાથી પ્રેરણા લેવી જોઈએ. આમ લતાએ પોતાની લગન અને મહેનતથી પતિ માટે આવું પગલું ભર્યું હતું જેમાં તેઓ સફળ રહ્યા હતા. જે દરેક લોકો માટે એક પ્રેરણારૂપ બની રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment