એક મહિલાએ આપ્યો એક સાથે 6 બાળકોને જન્મ…. 6 બાળકોના જન્મ વિશે મહિલાએ કહ્યું કૈક આવું કારણ..

એક મહિલાએ આપ્યો એક સાથે 6 બાળકોને જન્મ…. 6 બાળકોના જન્મ વિશે મહિલાએ કહ્યું કૈક આવું કારણ..

મિત્રો સામાન્ય રીતે તમે એવું તો સાંભળ્યું જ હશે કે એક માતાએ બે જુડવા બાળકોને એક સાથે જન્મ આપ્યો. પરંતુ મિત્રો વધીને તમે કદાચ એવું પણ સાંભળ્યું હોય કે એક માતા એ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો.  પરંતુ આજે અમે એક એવો કિસ્સો તમને જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. આજે એક માતા વિશે જણાવશું તે લગભગ તમે પહેલી વાર સાંભળતા હશો. આજે અમે એક એવી માતા વિશે તમને જણાવશું કે જેમણે એક સાથે 6 બાળકોને જન્મ આપ્યો છે. તમે ક્યારેય એવું નહિ સાંભળ્યું હોય કે કોઈ એક સાથે 6 બાળકને જન્મ કેવી રીતે આપી શકે. પરંતુ મિત્ર આ એક હકીકત છે.

મિત્રો પોલેન્ડમાં સોમવારના દિવસે એક મહિલાએ જુડવા બાળકો નહિ પરંતુ એક સાથે 6 જુડવા બાળકોને જન્મ આપ્યો હતો.  એવું માનવામાં આવે છે કે પોલેન્ડમાં આવું પહેલી વાર બન્યું છે. આ 6 બાળકોને ઉત્તરી પોલેન્ડની એક હોસ્પીટલમાં સીઝીરીયન દ્વારા જન્મ આપવામાં આવ્યો હતો. આ છ બાળકોમાં ચાર છોકરી અને બે છોકરા છે. ક્રાકોવમાં આવેલ યુનીવર્સીટી હોસ્પીટલની એક કાર્યકર્તા મારિયા વ્લોદ્કોવ્સકાએ જણાવ્યું કે આ બાળકોનો જન્મ ગર્ભના 29 માં અઠવાડિયામાં થયો છે. તેમણે જણાવ્યું હતું કે તે બધા બાળકોનું વ્યક્તિગત વજન 890 ગ્રામથી 1.3 કિલોગ્રામ સુધીનો હતો.

તમને જણાવી દઈએ કે ડોક્ટરને પહેલા આ મહિલા પાંચ બાળકોને જન્મ આપશે તેવી આશંકા હતી. મારિયાએ જણાવ્યું કે બધા જ બાળકો સ્વસ્થ હતા. પરંતુ તેનો વિકાસ થોડો ઓછો થયેલો હોવાથી તેને આગળના વિકાસ માટે ઇન્ક્યુંબેટરમમાં રાખવામાં આવ્યા છે. પહેલા ડોકટરોને એવી આશા હતી કે પાંચ બાળકોનો જન્મ થશે, પરંતુ 5 ની જગ્યાએ તે મહિલાએ 6 બાળકોને જન્મ આપ્યો હતો.

હોસ્પિટલના નિયોનૈટોલોજી વિભાગના એક પ્રમુખ પ્રોફેસર રીસજાર્ડ લોટરબાખે જણાવ્યું કે આવું પોલેન્ડમાં પહેલી વાર બન્યું છે. કે કોઈ મહિલાએ 6 જુડવા બાળકોને એક સાથે જન્મ આપી શકી. આ માત્ર પોલેન્ડ જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની એક અનોખી ઘટના છે. એટલું જ નહિ મિત્રો આ ઘટના એટલી પ્રખ્યાત થઇ કે આ ખબરથી આખું પોલેન્ડ ખુશ થયું હતું. એટલું જ નહિ પોલેન્ડના રાષ્ટ્રપતિ પણ ખુશ થયા અને તેને પણ એટલી ખુશી થઇ કે તેમણે પોતાની ખુશી ટ્વીટ કરીને તેમણે સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી.

પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્દ્રેજેજ ડુડાએ ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું કે, “આ છ જુડવા બાળકોના માતા-પિતાને અને ડોક્ટરને બધાઈ હો, જો કે આ ટ્વીટ એકાઉન્ટ અધિકારક નથી. પરંતુ તેને 10 લાખથી પણ વધુ લોકો અનુસરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ જ હોસ્પિટલમાં વર્ષ 2008 માં  એક મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્મ અપીને ચર્ચાનો વિષય બની ગયો હતો. જે વાત હોસ્પિટલ માટે ગર્વની બાબત બની ગઈ હતી.

તો મિત્રો આ ઘટના કોઈ ચમત્કારથી કમ ન કહેવાય, કેમ કે આપણે જોઈએ છીએ કે આજે ભારતમાં એક નોર્મલ ડીલીવરી પણ સામાન્ય રીતે નથી થતી. અને પોલેન્ડમાં એક જ મહિલા એક સાથે 6 બાળકોને જન્મ આપે છે. તો આ એ ઈશ્વરનો સંકેત જ છે કે હજુ ઈશ્વરીય તાકાત આ દુનિયામાં છે.

તો મિત્રો આ છ બાળકો અને તેની માતાને ખુશીને બધાઈ આપો અને કોમેન્ટ કરો.. આ અદ્ભુત ઘટના વિશે કક્ત Congrats કે અભિનંદન લખીને કોમેન્ટ કરજો.. વધામણી આપજો આ 6 બાળકની માતા બનવા માટે..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment