ચાણક્ય અનુસાર દુનિયાના આ 5 વ્યક્તિઓનું ભૂલથી પણ અપમાન ન કરતા, હોય છે તમારા પિતા સમાન. તમારી સામે હોવા છતાં તમને નથી હોતી ખબર…

સંસારમાં પિતાને ખુબજ મહાન માનવામાં આવ્યા છે, કારણ કે એક પિતા પોતાનું બધુ જ લુટાવીને સંતાનના ભવિષ્યને ઉજ્જવલ કરે છે. પરંતુ આચાર્ય ચાણક્યનું માનવું છે કે, જન્મદાતા સિવાય પણ 4 એવા લોકો છે જે પિતાતુલ્ય હોય છે. તેમનું પણ પિતાની જેમ જ સન્માન કરવું જોઇ.

સંસારમાં પિતાને આકાશ કરતાં પણ ઊચા કહ્યા છે, કારણ કે પિતા પોતાના સંતાનો માટે એક છત્રની ભૂમિકા ભજવે છે. પિતાની સંભાળમાં બાળકો ફૂલની જેમ ખીલે છે. પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે, પિતા પોતાનું બધુ જીવન સમર્પિત કરી દે છે. તેથી જ, પિતાને હંમેશા સન્માન આપવું જોઇ.

પરંતુ આ કિસ્સામાં આચાર્ય ચાણક્યે કહ્યું છે કે, પિતા માત્ર જીવનમાં જન્મ આપનાર જ નથી, પરંતુ તેમની સિવાય અન્ય 4 લોકોને પણ પિતા સમાન ગણવામાં આવ્યા છે. આ રીતે દરેક વ્યક્તિના જીવનમાં 5 પિતા છે. આ બધા જ, બાળકોના કલ્યાણ માટે જ કામ કરે છે. જાણો આચાર્ય ચાણક્ય ક્યાં લોકોને પિતા કહ્યા છે.

1) જન્મદાતા : આચાર્ય ચાણક્ય કહે છે કે, જેના લીધે તમારું અસ્તિત્વ છે, જે તમને સંસારમાં લઈને આવ્યા છે, તે પિતાતુલ્ય છે. તમે તેમના જ અંશ છો. તે પિતા તમારું જીવન બનાવવા માટે, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે. તેથી જ આવા પિતાનું હંમેશા સન્માન કરવું જોઇ.

2) સંસ્કાર આપવા વાળા વ્યક્તિ : જન્મદાતા સિવાય ઘરના એ મોટા વડીલ કે જે તમને સારા સંસ્કાર આપે છે, સારી વાતો શીખવાડે છે, તે વ્યક્તિને પિતાની જેમ જ સન્માન આપવું જોઇ, કારણ કે તે તમને વ્યક્તિત્વ નિર્માણની સકારાત્મક ભૂમિકા આપે છે. તમારા જીવનનું મૂલ્ય શીખવાડે છે અને તમને આદર્શવાદી થવા માટે પ્રેરે છે.

3) વિદ્યાદાન આપવા વાળા ગુરુ : ગુરુને ભવિષ્ય નિર્માતા કહેવામાં આવે છે. ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ સાચા માર્ગ પર ચાલે છે. ગુરુ શિષ્યને સાચો અને ખરાબ માર્ગ વિશેનું જ્ઞાન આપે છે. તેથી જ ગુરુને પિતા તુલ્ય માનવામાં આવે છે અને તેમને પિતાની જેમ જ સન્માન આપવું જોઇ.

4) ભોજન આપવા વાળો વ્યક્તિ : જો વ્યક્તિ ભૂખ્યા પેટે હોય તો, તે કામ કરી શકતો નથી. જે વ્યક્તિ તમે ભૂખ્યા હોય અને ભોજન કરાવે છે અને કમાવા માટેના સાધન ઉપલબ્ધ કરાવે છે, તેમનું સન્માન પિતાની જેમ જ કરવું જોઇ.

5) ખરાબ સમયમાં જે સાથ આપે છે તે વ્યક્તિ : તમને સારા સમયમાં સાથ આપવા વાળા લોકો અનેક હોય છે, પરંતુ ખરાબ સમયમાં કોઈપણ આપતું નથી. તેથી જે વ્યક્તિ ખરાબ સમયમાં તમને સાથ આપે છે, તેને પિતાની જેમ સન્માન આપવું જોઇ. કારણ કે પિતા કોઈપણ પરિસ્થિતીમાં સંતાનનો સાથ છોડતા નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment