ઘણીવાર આપણે અમુક વસ્તુઓને નકામી ગણીને ફેકી દઈએ છીએ. પરંતુ ઘણીવાર સાવ નકામી લાગતી વસ્તુ ઘણી ઉપયોગી થાય છે. આથી કોઈપણ વસ્તુને નકામી ગણીને ફેકવા કરતાં એકવાર તેનું મૂલ્ય જરૂરથી તપાસી લેવું જોઈએ. આવું જ કંઈક આ મહિલા સાથે પણ થયું હતું. વર્ષોથી ઘરની એક દીવાલ પર લટકાવેલી પેઇન્ટિંગે તેને કરોડપતિ બનાવી દીધી. તો મિત્રો જાણો આ રસપ્રદ વાત.

તમે જોયું જ હશે કે લોકોના ઘરોમાં કોઈક તો અનોખી વસ્તુઓ હોય છે. જેના વિશે તેઓ પોતે પણ જાણતા નથી હોતા. પરંતુ જ્યારે આપણને તેના વિશે ખબર પડે છે ત્યારે ખુબ જ આશ્વર્ય થાય છે. ફ્રાન્સના કમ્પેનિયન શહેરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા એક જ ઝટકે કરોડપતિ બની હતી. આ મહિલાના રસોડામાં એક પેઇન્ટિંગ લટકતી હતી પરંતુ જ્યારે આ મહિલાને આ પેઇન્ટિંગની કિંમત વિશે ખબર પડી ત્યારે તે ચોંકી ગઈ હતી.

જાણવા મળતી માહિતી મુજબ આ મહિલાએ પોતાના રસોડામાં ફિલોમેન વોલ્ફ નામની પેઇન્ટિંગ લટકાવેલી હતી. આ પેઇન્ટિંગ વિશે આ મહિલાએ એમ કહ્યું હતું કે તેના માટે આ પેઇન્ટિંગને એક સાધારણ માને છે. ધાર્મિક પ્રતીક તરીકે આ મહિલાના પરિવારના સભ્યોએ તેને ઘરમાં રાખી હતી. જ્યારે મહિલા પોતાનું ઘર વહેંચી રહી હતી, ત્યારે તેને આ અનોખી પેઇન્ટિંગ વિશે જાણ થઈ અને તે ચોંકી ગઈ.

વધુમાં જાણવા મળ્યું કે આ મહિલા આ વર્ષેના જૂન મહિનામાં પોતાનું ઘર વહેંચવાનું વિચારી રહી હતી. તેણે વિચાર્યું હતું કે તે પોતાનું જૂનું મકાન વહેંચી દેશે અને એક નવું ઘર ખરીદશે. આ ઉપરાંત આગળની વિગત અનુસાર આ મહિલાનું ઘર વર્ષ લગભગ 1960 માં બનાવવામાં આવ્યું હતું અને તેણે ઘરમાં રાખેલી વસ્તુઓની કિંમત જાણવા હરાજીના નિષ્ણાંતોને બોલાવ્યા હતા. આ દરમિયાન જ તેને પેઇન્ટિંગની કિંમત નિષ્ણાંતોએ જણાવી હતી. આ ભાવ સાંભળીને આ સ્ત્રીને હોશ ઉડી ગયા.

આ સિવાય હરાજીના નિષ્ણાંતોએ એમ પણ કહ્યું કે, તે 13 મી સદીની પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ પેઇન્ટિંગ વર્ષ 1280 માં બનાવવામાં આવી હતી. ઇટાલીના પ્રખ્યાત ચિત્રકાર ચિમાબુએ આ પેઇન્ટિંગ બનાવી છે. ચિમાબુને સેની-દ-પેપોના નામથી પણ ઓળખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ પેઇન્ટિંગની કિંમત 31 કરોડ રૂપિયાથી 46 કરોડ રૂપિયા સુધી કહેવામાં આવી રહી છે. આ પેઇન્ટિંગની લંબાઈ 26 સે.મી. છે અને તેની પહોળાઈ 20 સે.મી. છે. અન્ય માહિતી અનુસાર આ પેઇન્ટિંગમાં ખ્રિસ્તી સમુદાયની લાગણીઓને સેની-દ-પેપો દ્વારા દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં તેણે આવી કુલ પેઇન્ટિંગ આઠ બનાવી હતી. આ સિવાય લંડનની નેશનલ ગેલેરીમાં હાલમાં આવા બે ચિત્રો રાખવામાં આવ્યા છે. આમ આ પેઇન્ટિંગ જે મહિલા પાસે છે તે આ આઠમાની એક છે.

આ ઉપરાંત આ મહિલાએ એવું પણ કહ્યું કે, આ દુર્લભ પેઇન્ટિંગ ક્યાંથી અને કેવી રીતે આવી. તેના વિશે મહિલાને કોઈપણ માહિતી નથી. આ મહિલાને એ પણ ખબર નથી કે આ પેઇન્ટિંગ તેના પરિવારને કેવી રીતે પ્રાપ્ત થઈ છે અને તેના ઘરે કેટલા વર્ષોથી છે. જાણવા મળતી માહિતી અનુસાર આ પેઇન્ટિંગની હરાજી 27 ઓક્ટોબરે થશે. આ સિવાય આ મહિલાના મકાનમાં આવી 100  જેટલી અન્ય વસ્તુઓ પણ છે અને આ બધાની કિંમત લગભગ ચાર લાખ 65 હજાર રૂપિયા સુધી કહેવામાં આવી રહ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here