આંખ બંધ કરીને ખરીદી શકો છો આ 3 કાર, ઓછી કિંમતમાં આપે છે જોરદાર પર્ફોર્મન્સ… જાણો કિંમતથી લઈને માઈલેજ સહિતની જાણકારી…

મિત્રો દેશમાં કાર ખરીદવા વાળા સામાન્ય વ્યક્તિ માટે મારુતિ સુઝુકીની ગાડીઓ પહેલી પસંદ હોય છે. તેનું કારણ ઓછું મેન્ટેનન્સ, સારું માઇલેજ અને વ્યાજબી કિંમત છે. આજ કારણ છે કે ઇન્ડિયાની બેસ્ટ સેલિંગ કારની લિસ્ટમાં મારુતિની ગાડીઓ હંમેશા ટોપ પર રહે છે. ફેબ્રુઆરી 2023 માં પણ હંમેશાની જેમ આ રેકોર્ડ કાયમ રહ્યો અને મારુતિની કારો ટોપ પોઝિશન પર રહી.

જો તમે પણ પાંચથી દસ લાખ રૂપિયાના બજેટમાં કોઈ કાર ખરીદવા ઇચ્છતા હોય તો અહીંયા તમારા માટે ત્રણ બેસ્ટ ઓપ્શન લઈને આવ્યા છીએ. આ ત્રણેય કાર મારુતિ સુઝુકી તરફથી છે. આ કારોમાં જરૂરત પ્રમાણે દરેક ફીચર્સ પણ જોવા મળી જશે. સારી વાત એ છે કે, ત્રણેય કારોમાં સીએનજીનું ઓપ્શન પણ મળી જશે, જેથી માઈલેજ સારું એવું મળી જાય અને ઇંધણની કિંમત પણ ઓછી થઈ જાય છે. તો ચાલો જાણીએ એ 3 કાર વિશે.

1 ) Maruti Suzuki Baleno : મિત્રો મારુતિ સુઝુકીની બલેનો કાર ફેબ્રુઆરી 2023 માં સૌથી વધારે વેચાયેલી કાર છે. તેને ગયા વર્ષે મોટા અપડેટ્સની સાથે લોન્ચ કરવામાં આવી હતી. મારુતિ બલેનોની કિંમત 7.64 લાખ રૂપિયાથી લઈને 11.5 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કાર 1.2 લીટર, ચાર સિલેન્ડર, પેટ્રોલ એન્જિન સાથે આવે છે. સીએનજીની સાથે 30 km સુધીનું માઇલેજ મળે છે. કારમાં મોર્ડન જમાનાના અનેક એડવાન્સ ફીચર્સ જોવા પણ મળી જશે.

2 ) Maruti Suzuki Swift : મોડલ મારુતિ સુઝુકી સ્વીફ્ટ કંપનીની બીજી સૌથી વધારે વેચાતી કાર છે. આ કાર આ સેગમેન્ટમાં ખરીદદારોની વચ્ચે લોકપ્રિય છે. મારુતિ સુઝુકી સ્વીફ્ટ એવા કેટલાક મોડલોમાંથી એક છે જેણે મારુતિ સુઝુકીને લાંબા સમયથી અપગ્રેડ નથી કરી. જો કે પાછલા વર્ષે આને સીએનજી વર્ઝનની સાથે ઉતારવામાં આવી હતી. Swift માં K સીરીઝના 1.2 લીટર નું ડ્યુઅલ જેટ ડ્યુઅલ પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં 23.20 kmpl અને AMT ગિયર બોક્સ ની સાથે જોડવા પર 23.76-kmpl નું માઇલેજ આપે છે. તેમજ સીએનજી ની સાથે કાર 30 km સુધી માઇલેજ આપી શકે છે.3 ) Maruti Suzuki Alto : આ લિસ્ટમાં ત્રીજું મોડલ દેશનું સૌથી વ્યાજબી મારુતિ સુઝુકી અલ્ટો કાર છે. આ કંપનીનું ત્રીજા નંબરનું સૌથી વધારે વેચવાવાળું મોડલ છે. મારુતિ સુઝુકી અલ્ટો બે મોડલ માં આવે છે. એક Alto 800 અને બીજું Alto K10 માં ઉપલબ્ધ છે. બીજા મોડલને પાછલા વર્ષે જ બિલકુલ નવા અવતારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેને હવે ઇન્ડિયન માર્કેટમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ મોડલ  પહેલીવાર કાર ખરીદવા વાળા માટે બેસ્ટ ઓપ્શન છે. કારમાં સીએનજીની સાથે 33 કિલોમીટર સુધીની માઇલેજ મળી જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment