જાણો ઓછી કમાણીમાં વધુ પૈસા બચાવવાના આ 10 સિક્રેટ ફંડા, નાની એવી બચત બની જશે મોટી રકમ..

મિત્રો આજે તમે જાણો છો કે કોઈ પણ ઘર માટે અથવા તો તે ઘરના વ્યક્તિને પોતાની સીમિત કમાણી માંથી બચત કરવી ખુબ જ મુશ્કેલ છે. આ બચત કરવી અને એ પણ આજના મોંઘવારી ભરેલા યુગમાં ખુબ જ કઠીન કામ છે. તેમજ પૈસાની બચત કરતા પોતાની જરૂરતોને પૂરી કરવી એક પડકાર રૂપ છે. તેવામાં આજે અમે તમને ઘણી એવી ટીપ્સ વિશે જણાવશું, જે તમને પૈસા બચત કરવામાં ખુબ જ ઉપયોગી નીવડશે.

કહેવાય છે કે, પૈસાની બચત એ પૈસાની કમાણી જ કહેવાય છે. જો તમે પૈસા બચાવવાની આવડત જાણો છો અથવા તો આ બાબતે જો તમે મહારત મેળવેલ છે તો તમે પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવા તે સરળતાથી કરી શકો છો. તેમજ એક સરળ લાઈફ જીવી શકો છો. અને પોતાની જરૂરિયાતો પણ પૂરી કરી શકો છો. આજે અમે તમને એવી જ થોડી ટીપ્સ જણાવશું.

શોપિંગ માટે સમય સીમા : મિત્રો ખુબ જ જરૂરી છે કે, જ્યારે પણ શોપિંગ માટે જાવ ત્યારે પોતાના માટે સમય સીમા નક્કી કરો, અને તેનું કડકાઈથી પાલન કરો. તેનાથી તમે બિનજરૂરી વસ્તુઓની ખરીદી બચી જશો અને સાથે તમારો સમય પણ બચે છે.

શોખ ન બનાવો : આપણા બધામાં શોપિંગ કરવાનો એક શોખ રહેલો હોય છે. પણ તમારે આ શોખથી બચવાનું છે. શોપિંગ માટે ત્યારે જ નીકળો જ્યારે તમારે ખરેખર તે વસ્તુની જરૂર હોય.

સેકેંડ હેન્ડ વસ્તુઓ : પૈસા બચાવવાનો આ ખુબ જ સરળ ઉપાય છે. ઘણી એવી વસ્તુઓ હોય છે જેને તમે સેકેંડ હેન્ડ ખરીદીને પોતાની જરૂરિયાતો પૂરી કરી શકો છો. તેનાથી પૈસાની પણ બચત થાય છે.

કેશબેંક શોપિંગ પોર્ટલ : પૈસા બચાવવાનો આ પણ એક ખુબ સરળ ઉપાય છે. આજકાલ ઘણી એવી એપ અને પોર્ટલ છે જે તમને ખરીદારી પર કેશબેકનો વિકલ્પ આપે છે. તેમાં ઓછા પૈસા ખર્ચ કરીને તમે પોતાના માટે પૈસા બચાવી શકો છો.

ખાવાની બરબાદી : આ બાબતનું હંમેશા ધ્યાન રાખો કે, તમારે ખાવા પર પૈસા બગડવા ન જોઈએ. સાથે ભૂખ લાગવા પર દરેક વખતે બહારથી ખાવાનું ઓર્ડર કરવાથી બચવું જોઈએ. થોડી મહેનત તમારા ઘણા પૈસા બચાવી શકે છે. સારું છે કે થોડું ભોજન વધુ બનાવી લો જેથી ભૂખ લાગે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય.

નવી કાર : નવી કાર તમારી બચતનો મોટો ભાગ ખર્ચ કરાવે છે. ઇએમઆઈથી પણ છેવટે તમારા ખિસ્સા માંથી પૈસા ખર્ચ થાય છે. એટલે સારું રહેશે કે તમે 6 મહિના અથવા તો 1 વર્ષ જૂની કાર ખરીદો. માત્ર આટલું કરવાથી તમારી ઘણી બચત થશે.

બધું જ અથવા તો કંઈ નહિ : ઘણી વખત તમે ઓછા પૈસામાં તમને મનપસંદ અથવા તો સારી વસ્તુઓ મળી જાય છે. આથી હંમેશા દરેક મામલે સૌથી વધુ ખર્ચ કરવાની આદતથી બચવું જોઈએ. આ તમારી બચત માટે ખુબ જ જરૂરી છે.

ફોનના બીલ : આજના સમયમાં આપણી કમાણીનો મોટાભાગ ફોન અથવા તો ઈન્ટરનેટ પર ખર્ચ થઈ જતો હોય છે. આથી તેને લગતી તમારી વ્યવસ્થા નિશ્ચિત હોવી જોઈએ. જ્યારે મોબાઈલને લઈને ઘણા પ્લાન મળી રહ્યા હોય છે. આથી પોતાની જરૂર મુજબ તેનો ઉપયોગ કરવો જોઈએ.

સેલેરીનો થોડો ભાગ : તમારે હંમેશા એ ધ્યેય રાખીને ચાલવું જોઈએ કે, તમારે પોતાની કમાણીનો થોડો ભાગ બચાવીને રાખવાનો છે. અને આ બચત કરેલ પૈસાને પોતાના કોઈ સેવિંગ અથવા તો કોઈ જગ્યાએ રોકાણ કરવા જોઈએ.

જરૂરી ખરીદારીનું લીસ્ટ : આ વાત યાદ રાખો કે તમારે પોતાની ખરીદીનું દર મહીને એક લીસ્ટ બનાવવાનું છે. પછી તેની જ ખરીદી કરો. કોઈ તહેવાર પર કોઈ જગ્યાએ થોડી છૂટ મળી જાય તો તેનો લાભ લઈ શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment