પગાર હાથમાં આવે એ પહેલા જ બનાવી લો આ 10 યોજના, આવતા મહિને પણ નહિ થાય પૈસાની મારામારી અને બચત થશે ઢગલાબંધ…

મિત્રો જયારે પણ મહિનો પૂરો થવા આવે છે એટલે લગભગ મોટાભાગના લોકોને પોતાના પૈસાની બચત કરવી પડે છે. અથવા તો ખેંચતાણ વધી જાય છે. આથી ખરીદી પર પણ કાપ મુકવો પડે છે. પરંતુ જો અગાઉથી જ પૈસાનું એક નિશ્ચિત પ્લાન બનાવો છો તો તમને મહિનાના અંતમાં અછત નહિ આવે છે. આથી જ પૈસાને હંમેશા કરકસરથી વાપરવા જોઈએ.

મહિનો પૂરો થતાં પહેલા જ જો સેલેરી પૂરી થઈ જતી હોય તો તે ચિંતાનો વિષય છે. તમારે પણ આવી પરિસ્થિતી ન આવે તે માટે અજમાવી લો આ બચતની ટિપ્સ. પૈસાની બચત કરવાથી તમારા ખર્ચા પર પણ લગામ લાગી જાય છે.

તમારી આવક કરતાં વધારે ખર્ચો કરવો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ત્યાં એ પણ જરૂરી છે કે, તમે તમારી આવકનો એક ભાગ બચત કરો. સેવિંગ્સ ખુબ જરૂરી છે દરેક વ્યક્તિએ પોતાની સેલેરી માંથી થોડી ઘણી બચત કરવી જોઈએ, ત્યારે જ તરક્કી કરવી શક્ય થઈ શકે છે. તમે જેટલી કમાણી કરો છો તેટલી ખર્ચી નાખો તો, ફ્યુચર પ્લાનિંગ કેવી રીતે થશે, ઘર, મકાન, ગાડી, બાળકોનું ભણતર આ બધી જ જરૂરી વસ્તુઓ માટે પૈસા બચવા ખુબ જરૂરી છે. દરેકને માટે જરૂરી છે કે, તે પોતાની સેલેરીના ઓછામાં ઓછા 20 ટકા જરૂરથી બચત કરે. અમે આજે તમને અમુક ટિપ્સ જણાવી રહ્યા છીએ જે બચત કરવામાં તમને મદદ કરશે.

દરેક સેલેરી પહેલા બજેટ પ્લાન કરો : દર વખતે સેલેરી પહેલા બજેટ પ્લાન કરી લો. ઘરનું ભાડું, કરિયાણું, બાળકોની ફિસ જેવી જરૂરી વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે બજેટ એપ અથવા નોટબુકની મદદ લઈ શકો છો. જેટલું શક્ય હોય તેટલું જરૂરિયાત મુજબ જ ખર્ચ કરવું.

તમારા ખર્ચાને ટ્રેક કરો : બજેટ બનાવવામાં આપણને સફળતા ન મળવાનું કારણ એ છે કે, આપણે ખર્ચાને ટ્રેક કરતાં નથી. આપણે માનીએ છીએ કે આપણે કરિયાણાના સામાનમાં ઓછી રકમ ખર્ચ કરીએ છીએ, જ્યારે વાસ્તવમાં તે એ રકમ કરતાં ડબલ હોય છે, જેટલી આપણે વિચારી હોય છે. તમારા ખર્ચાને ટ્રેક કરવાથી તમને ખબર પડશે કે, તમારી સેલેરી ક્યાં પ્રકારે યુઝ થઈ રહી છે. તમારી આવકના પૈસા બચાવતા પહેલા, પાછલા થોડા મહિનાના તમારા ખર્ચાની સમીક્ષા કરો. સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે, બચત કરવા માટે આપણે અમુક ખર્ચામાં કાપ મૂકી શકીએ છીએ.

તમારા આ ખર્ચાઓ ઓછા કરો : રહેઠાણ, ભોજન અને પરિવહન આ ત્રણેય પર જ સૌથી વધારે ખર્ચો થતો હોય છે. તેવામાં તે માટે બજેટ તૈયાર કરો. કરિયાણામાં જરૂરિયાતની વસ્તુઓને જ જગ્યા આપો. વાહનોના ખર્ચ ઓછા કરવા માટે કાર-પુલિંગ, મંથલી કાર્ડની વ્યવસ્થા કરો. તમે તમારા વાહનની જગ્યાએ મેટ્રોથી અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવા જવાનું પ્લાન કરી શકો છો.

મોબાઈલ ખર્ચ : સર્ચ કરો કે કંઈ સેવા પ્રદાતા કંપની સસ્તા દરે સેવા આપી રહી છે. ઇન્ટરનેટ માટે પણ સસ્તા પ્લાન જુઓ અને તેનો ઉપયોગ કરો.

વીજળી બિલ : ઉપયોગ ન હોય ત્યારે તમારા ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ચાર્જરને અને પ્લગ કરવાથી તમારું વીજળીનું બિલ ઓછું થઈ શકે છે. એસી કરતાં પહેલા તમારા ઘરમાં આવતો તડકો ઓછો કરવાનો પ્રયત્ન કરો. એલઇડી બલ્બનો ઉપયોગ કરો. આ રીતે તમે વીજળી બિલ પર કંટ્રોલ કરી શકો છો.

તમારા પૈસા સુધીની પહોંચને અસુવિધાજનક બનાવો : વધારે પૈસા ઘરે ન રાખવા, ઘરમાં પૈસા હોવાને કારણે ખર્ચો પણ વધારે થાય છે. પૈસાને બેંક અકાઉન્ટમાં રાખવા અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવો જેથી ખર્ચ ઘટાડી શકાય છે.

સેવિંગ અકાઉન્ટ : સેલેરી અકાઉન્ટ સિવાય એક સેવિંગ અકાઉન્ટ ઓપન કરવું. અને સેવિંગ્સના પૈસા તેમાં જ રાખવા. દર મહિને નક્કી કરો કે તમારે કેટલા પૈસા જમા કરવાના છે.

ઓનલાઈન શોપિંગ : ઘણા લોકોને ઓનલાઈન શોપિંગની ટેવ પડી જાય છે, એવામાં તેઓ જરૂરિયાત માટે નહીં પરંતુ, શોખ માટે એકધારી ઓનલાઈન શોપિંગ કરતાં રહે છે. આ પ્રકારે અડધાથી વધારે સેલેરી તેમાં ખર્ચ થઈ જાય છે. તમારે તેના પર કંટ્રોલ કરવાની જરૂર છે. ઓનલાઈન શોપિંગને તમારી ટેવ ન બનવા દેવી.

મનોરંજન માટે બીજા સાધનની શોધ કરો : મનોરંજન માટે મોબાઈલમાં ડજન સબ્સક્રીપ્શન લેવા કરતાં સારું છે કે તમે એક કે બે પસંદ કરો. વિકેંડ હોય ત્યારે આસપાસ ફરવા જવું. પરિવાર સાથે સમય પસાર કરવો અને આ પ્રકારે પણ બચત થઈ શકે છે.

તમારું ધ્યાન રાખવું : બચત માટે તમારા સ્વાસ્થ્ય સાથે કોમ્પ્રોમાઈઝ ન કરવું. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પાછળથી બીમાર પાડીને તમારી બધી બચત તેમાં ખર્ચી નાખવા કરતાં સારું છે કે તમે પહેલા તમારું ધ્યાન રાખો.

આમ આ પ્રકારની સેવિંગ ટિપ્સ અજમાવીને તમે બચત કરી શકો છો અને મહિનો પૂરો થતાં પહેલા ઊભી થતી પૈસાની ખેંચ પણ અટકાવી શકાય છે. તો તમારા વધારાના ખર્ચાઓ પર લગામ લાગડો અને માત્ર જરૂરિયાતની વસ્તુઓ પાછળ જ ખર્ચ કરીને તમે પણ બચત કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment