ટ્રાફિકના નિયમો ભંગ કરનારને 1000 થી 25000rs. સુધીનો દંડ.. પણ તૂટેલા રસ્તા માટે કોણ રહેશે દંડને પાત્ર?

મિત્રો આ વર્ષે કેન્દ્ર સરકારે મોટર વિહિકલ એક્ટમાં થોડા બદલાવ કર્યો છે. બદલાવ કરવામાં આવેલા નવા નિયમો 1 સપ્ટેમ્બરથી પુરા દેશમાં લાગુ પણ પડી ગયા છે. આ એક્ટ અંતર્ગત ટ્રાફિકના નિયમોને તોડવા બદલ ભારે રકમમાં દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત અમુક કેસમાં દંડની રકમની સાથે સાથે જેલની સજા પણ થઇ શકે છે. મિત્રો આ વખતે વાહન ચાલકો માટે ચુસ્તપણે નિયમો પાળવા તે ફરજીયાત બની ગયું છે. કારણ કે નિયમો તોડનારને ફરજીયાતપણે કોઈ પણ બાનછોડ વગર આંકરા દંડ ભરવા પડશે. પરંતુ સવાલ એ છે કે જનતા તો નિયમ તોડવાનો દંડ પણ ભરી આપશે, પરંતુ તે પહેલા રોડ રસ્તાઓમાં સુધારાઓ લાવવા પણ ખુબ જ જરૂરી બાબત છે.

ખુબ જ દુઃખની વાત તો એ છે કે વડોદરા જેવા સ્માર્ટ સિટીમાં એક રસ્તો એવો નથી જોવા મળતો કે જ્યાં કોઈ ખાડા ન હોય. મિત્રો રસ્તાની પરિસ્થિતિઓ એવી પણ છે કે ત્યાં 40 થી વધારે સ્પીડમાં વાહન પણ ચલાવી શકતા નથી. આ ઉપરાંત ત્યાંના રસ્તાઓમાં અવ્યવસ્થિત રીતે બમ્પ ઉભા કરી દેવામાં આવ્યા છે. બમ્પ ઉભા કરવામાં કોઈ નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું નથી અને આવી પરિસ્થિતિમાં વાહન ચાલક ઓવર સ્પીડમાં વાહન કેવી રીતે ચલાવી શકે ? તેવી શક્યતાઓ બની શકે છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તરફથી મોટર વિહિકલ એક્ટ અંતર્ગત દરેક આરટીઓને નવા નિયમોનું પાલન કરવાની નોટીસ અપાઈ ગઈ છે. જેથી 1 સપ્ટેમ્બરથી જ નવા નિયમો લાગુ પડી ગયા છે અને તે વાહન ચાલકો માટે ફરજીયાત પણ બની ગયા છે. કારણ કે અહીં નિયમો તોડવા બદલ 1000 થી લઈને 25000 નો દંડ તેમજ જેલની સજા પણ થઇ શકે છે. આ બાબતે વડોદરા ટ્રાફિક એસપી અમિતા વાણા જણાવે છે કે રાજ્ય સરકાર તરફથી નવા અમેડ્મેન્ટનું પરિપત્ર આપવામાં આવ્યું છે. નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ બીજા રાજ્યોમાં શરૂ થઇ ગયો છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા નવા એક્ટનો પરિપત્ર જાહેર થતા વડોદરામાં પણ આ નિયમનો અમલ શરૂ કરવામાં આવશે.”

નવા નિયમો અનુસાર હવે જે વાહન ચાલકો આ ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તેમને આટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 1000 રૂપિયા, ટુ વ્હીલર  પર બે કરતા વધારે લોકો હશે તો રૂપિયા 1000, હેલ્મેટ ન પહેર્યું હોય તો 1000 રૂપિયા દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ રદ. ઈમરજન્સી એમ્બ્યુલન્સને રસ્તો ન આપો, રદ થયેલા લાયસન્સ સાથે ગાડી ચલાવો, દારૂ પીને વાહન ચલાવો, પરમીટ વગર વાહન ચલાવો તો તેવી પરિસ્થિતિમા રૂપિયા 10000 નો દંડ. લાયસન્સ વગર ગાડી ચલાવો અથવા જોખમી રીતે વાહન ચલાવો તો 5000 રૂપિયા દંડ. ઓવર સ્પીડમાં વાહન ચલાવો અથવા વાહનના ઇન્સ્યોરન્સ વગર ઝડપાયા તો 2000 રૂપિયા દંડ. આ ઉપરાંત ઓવરલોડિંગ વાહન માટે પ્રતિ ટને  રૂપિયા 2000 તેમજ અન્ય 2000 રૂપિયા દંડ થશે

18 વર્ષથી ઓછી વયના યુવાન યુવતી વાહન ચલાવતા પકડાયા તો તેઓ 25 વર્ષ સુધી લર્નિંગ લાયસન્સ નહિ મેળવી શકે.વાહન ના માલિક તેમજ જવાબદાર વ્યક્તિને ત્રણ વર્ષની સજા તેમજ 25000 નો દંડ થશે ઉપરાંત 12 મહિના માટે વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment