નોકરી અને કરિયરમાં આ ચાર રાશિના જાતકોને મળશે અણધારી સફળતા, તમારા માટે કેવું રહેશે 2021 નું વર્ષ…..

આજે દરેક લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત હોય છે. તેથી તે જ્યોતિષો પાસે જઈને પોતાની રાશિ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. અને પછી જ પોતાનું કામ આગળ વધારે છે. તો હવે 2020 નું વર્ષ પૂરું થવા આવી રહ્યું છે તેથી જો તમે પણ 2021 નું વર્ષ તમારા માટે કેવું રહેશે એ વિશે જાણવા માંગતા હો, તો આ આર્ટિકલ જરૂરથી વાંચો. આમ જોઈએ તો 2020 નું વર્ષ દરેક લોકો માટે ખુબ ખરાબ રહ્યું છે. તેથી જ લોકો 2021 ના વર્ષમાં થોડું સારું થવાની આશા રાખી રહ્યા છે. લગ્ન રાશિમાં ગ્રહ અને નક્ષત્રની સ્થિતિ બધી રાશિઓ માટે ભવિષ્ય રજુ કરે છે. પરંતુ જોબ અને કેરિયરની દ્રષ્ટિ એ મેશ, કર્ક, મકર અને મીન રાશિ માટે નવું વર્ષ ખુબ સારું રહેશે.

મેષ રાશિ : મેષ રાશિના જાતકો માટે 2021 નું વર્ષ ખુબ લાભદાયી રહેશે, ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે. કરિયર અને વ્યવસાયના દસમાં ઘરમાં ઘણા ગ્રહોની સ્થિતિ આખું વર્ષ સારી રહેશે. વ્યવસાયમાં સારી સફળતા મળશે. નવા વર્ષમાં નવા અવસર મળશે. જ્યારે ઘણા જાતકોને વિદેશી કંપનીઓ સાથે પણ સંપર્ક થશે. તેથી આ વશે સફળતા મળવાની પૂરી સંભાવના છે. જાન્યુઆરી, અપ્રિલ અને સપ્ટેમ્બર ખુબ સારા અવસર મળશે.

વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતકો માટે 2021 નું વર્ષ ખુબ સારું રહેશે. વ્યવસાય અને કેરિયરનો સ્વામી આખું વર્ષ ભાગ્યને નસીબના ઘરમાં રહેશે. તમારા વિચારોને પ્રયાસોને ભરપુર સમર્થન મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલ જાતકો માટે પદમાં ઉન્નતી અને વેતનમાં વૃદ્ધિ થશે. પરંતુ 23 મેં થી 11 ઓક્ટોબર 2021 સુધીના સમયમાં થોડું સંભાળીને રહેવું. આ સમયમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે.મિથુન રાશિ : મિથુન રાશિના જાતકો માટે 2021 નું વર્ષ ઉતાર-ચઢાવ, બદલાવ અને ઘણી અઘટિત ઘટનાનું રહી શકે છે. જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી દસમાં ઘરના સ્વામી બૃહસ્પતિની સાથે ગ્રહ પરિવર્તન અને બદલાવના આઠમાં ઘરમાં સ્થિત છે. તેથી કરિયરમાં ઘણી સમસ્યા અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી આ સમયે આશાવાદી રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો. માર્ચથી લઈને સપ્ટેમ્બર સુધીમાં ઘણા સારા અવસર પણ મળી શકે છે.

કર્ક રાશિ : કાર્યક્ષેત્રની દ્રષ્ટિ એ કર્ક રાશિના જાતકો માટે 2021 નું વર્ષ ખુબ શુભ સાબિત થશે. તમારા દસમાં ઘરનો સ્વામી મંગળ પોતાના ઘરમાં સ્થિત થાય છે. નોકરી અને વ્યાપારમાં લાંબા સમયથી ચાલતી બાધાઓ આ વર્ષે પૂરી થઈ જશે. વેતન વૃદ્ધિ અને ઉચ્ચ પદમાં પણ સફળતા મળશે. સાતમાં સ્થાનમાં શનિની ઉપસ્થિતિ વ્યવસાયમાં સારી સફળતા મળે છે. જે લોકો નોકરી છોડીને વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને માટે આ વર્ષ ખુબ સારું છે.

સિંહ રાશિ : 2021 ના વર્ષમાં સિંહ રાશિના જાતકો માટે ખુબ સરસ પરિણામ લાવી શકે છે. આ વર્ષમાં તમે મહાન ઉપલબ્ધિઓ મેળવવામાં સફળ થઈ શકો છો. ગ્રહોની સ્થિતિ જણાવે છે કે, તમે પોતાના કાર્યક્ષેત્રમાં વધારે મહેનત અને કુશળ થઈને ઉપર આવશો. કુટનીતિ અને ચતુરાઈ ભરેલો વ્યવહાર તમને કઠીન સ્થિતિનો સામનો કરવામાં મદદ કરશે. વરિષ્ઠ પ્રબંધનથી તમને પ્રશંસા મળશે. જાન્યુઆરીથી 13 એપ્રિલ અને નવેમ્બરથી વર્ષના અંત સુધી સંભાળીને રહેવું.

કન્યા રાશિ : 2021 નું વર્ષ કન્યા રાશિના જાતકો માટે જેઓ વ્યવસાયની દ્રષ્ટીએ સારી શરૂઆત કરશે. કરિયરના મામલે આગળ વધવામાં સફળતા મળશે. જ્યારે પાંચમા સ્થાનમાં શનિની ઉપસ્થિતિ ધ્યાન ભંગ કરવાનું કામ કરી શકે છે. એપ્રિલ અને સપ્ટેમ્બરની વચ્ચેનો સમયગાળો સારી સાબિત થઈ શકે છે. જો તમારે નોકરી બદલાવી છે અથવા વ્યવસાયને લઈને કોઈ નિર્ણય લેવો છે તો આ સમય ખુબ મહત્વપૂર્ણ છે. 16 અપ્રિલથી લઈને 1 મેં સુધીમાં કરિયરને લઈને થોડી પરેશાની થઈ શકે છે.તુલા રાશિ : જાન્યુઆરીથી માર્ચ 2021 ની વચ્ચેનો સમય તુલા રાશિના જાતકો માટે આળસ અને કંટાળાનો રહેશે. તેમના કામ પર તેનો પૂરો પ્રભાવ પડશે. ત્યાર પછી સફળતાના બીજા રસ્તા પણ ખુલ્લી શકે છે. માર્ચમાં રાશિના અગિયારમાં ઘરનો સ્વામી સૂર્યની સાથે છઠ્ઠા સ્થાનમાં પ્રવેશ કરે છે, જેના પછી કાર્યક્ષેત્રમાં આગળ વધવાના અવસર મળી શકે છે. 7 એપ્રિલથી 14 સપ્ટેમ્બર સુધી બુદ્ધિના પાંચમા ઘરમાં બૃહસ્પતિની ઉપસ્થિતિ નવા વિચારોને જન્મ આપે છે. અહીંથી તમારી સ્થિતિ વધુ સારી થશે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકો માટે ત્રીજા ભાવ અને ચર રાશિમાં ગ્રહોની સ્થિતિ વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ પરિણામ નહિ લાવે. ગ્રહોની સ્થિતિ તમારી અંદર આત્મવિશ્વાસની ઉણપ અને સુસ્તીનું કારણ બનશે. જેના કારણે તમે કોઈ પણ કામ સારી રીતે નહિ કરી શકો. આ સિવાય તમારી લગ્ન રાશિમાં ક્રૂર કેતુ ગ્રહની ઉપસ્થિતિ આક્રમકતા અને બેચેનીને વધારે છે. વર્ષના પહેલા 6 મહિના માટે સ્થિતિ અનુકૂળ નહિ રહે. જો તમે નવી નોકરી મેળવવા માટે તેમજ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો હજી થોડી રાહ જુઓ.

ઘન રાશિ : 2021 નું વર્ષ કરિયર અને વ્યવસાયની દ્રષ્ટીએ સારા પરિણામ લઈને આવી શકે છે. જાન્યુઆરીથી લઈને એપ્રિલ 2021 સુધી થોડું વધુ શ્રમ કરવાની જરૂર છે. કારણ કે આ સમય દરમિયાન તમારી રાશિનો સ્વામી દુર્બળ અવસ્થામાં રહેશે. જો કે એપ્રિલ 2021 થી જ્યારે બૃહસ્પતિ તમારા ત્રીજા ઘરમાં આવશે ત્યારે સક્રિયતા, સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં વધુ સારું પરિણામ મળશે. મેં, જુન, ઓગસ્ટ, સપ્ટેમ્બર તમારા માટે ખુબ મહત્વપૂર્ણ રહેશે. તમારા ભાગ્યના સ્વામી સૂર્યની સ્થિતિ સારી રહેશે.

મકર રાશિ : કરિયર અને વ્યવસાયની દ્રષ્ટીએ 2021 નું વર્ષ આ રાશિના જાતકો માટે ખુબ સારું રહેશે. ગ્રહોની સ્થિતિ કરિયર અને વ્યવસાયમાં ખુબ સારી સફળતા મેળવી આપે છે. ભાગ્ય અને નસીબ પણ સાથે રહેશે. તમારા તમારા કરિયરમાં નવી નવી સફળતા મેળવી શકશો. 6 એપ્રિલથી તમારા દસમાં ઘરમાં બૃહસ્પતિ  સકારાત્મક પરિણામ આપે છે. જો કે જુનથી ઓક્ટોબર સુધી કરિયરમાં થોડી પરેશાની થઈ શકે છે. જો તમે નવી નોકરી માટે જઈ રહ્યા છો તો માર્ચ, એપ્રિલ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર તમારા માટે ખુબ શુભ રહેશે.કુંભ રાશિ : આ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ વ્યવસાયમાં ઉતાર-ચઢાવ લાવવાની સંભાવના દર્શાવે છે. કુંભ રાશિના જાતકો માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી, અને એપ્રિલ મહિનામાં ઈચ્છિત ફળ મળી શકે છે. સહ-કર્મીઓથી સહયોગ મળશે. નવેમ્બર અને મહિના પોતાના ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબુત કરવા માટે ખુબ સારા રહેશે. ઉચિત વિચાર કર્યા વગર કોઈ પણ કામમાં સામેલ થવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી સારું પરિણામ લાવવા માટે પોતાની પ્રવૃત્તિ પર ધ્યાન આપો.

મીન રાશિ : મીન રાશિના જાતકો માટે 2021 માં જાન્યુઆરીથી માર્ચ સુધી ઘણી સારી સફળતા મળી શકે છે. તમે આ સમયમાં ખુબ વ્યસ્ત રહેશો. મીન રાશિના જાતકો પોતાના વ્યવસાયમાં નવા અવસર શોધી રહ્યા હો તો તેમને મેં અને ઓગસ્ટમાં સારા સમાચાર મળી શકે છે. 7 એપ્રિલ થી 14 સપ્ટેમ્બરની વચ્ચે તમારે પોતાના વ્યવસાયને લગતી યાત્રા કરવી પડશે. નોકરીમાં પદમાં ઉન્નતી થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં નવા અવસર શોધી રહેલા લોકો માટે જુન અને ઓગસ્ટમાં સકારાત્મક પરિણામ મળી શકે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment