પૂજા કરતી નિયમિત આટલા અને આવા શ્લોક બોલવા, પછી જુઓ તમામ દેવીદેવતાની અમી દ્રષ્ટિ બની રહેશે.

મિત્રો, દરેક લોકોની ભગવાન પર અલગ અલગ પ્રકારની આસ્થા હોય છે અને તે રીતે જ તે પોતાના ઈષ્ટદેવની પૂજા કરે છે. કોઈ કૃષ્ણની કરે, કોઈ શિવની, કોઈ શ્રીરામની, કોઈ બ્રહ્માની, તો કોઈ માતાજીની આરાધના કરે છે. પણ ઘણીવાર આપણે નિયમિત પુંજા કરીએ છીએ તે છતાં પણ જોઈએ તેવું ફળ નથી મળતું. અથવા તો તમને પૂજા કે શ્લોક બોલવાની કોઈ માહિતી જ હોતી નથી. આથી નિત્ય ક્યાં-ક્યાં શ્લોક બોઅલાવા જોઈએ તેની માહિતી આજે અમે તમને જણાવીશું.

1. ગુરુની વંદના કરો –  તમારા જીવનમાં ગુરુનું સ્થાન ખુબ મહત્વનું હોય છે. આથી પ્રથમ ગુરુ વંદના કરવી જોઈએ. આ પ્રાર્થના ખુબ સરળ છે. ગુરુના ચરણ સ્પર્શ કરીને આ શ્લોક બોલવો. ગુરુ બ્રહ્મ સમાન છે, ગુરુ વિષ્ણુ સમાન છે ગુરુ જ ભગવાન શિવ છે. અને ગુરુ જ સાક્ષાત બ્રહ્મ છે. ગુરુદેવને વંદન કરૂ છુ.
गुरुर्ब्रह्माग्रुरुर्विष्णुःगुरुर्देवोमहेश्वरः। गुरुःसाक्षात्परंब्रह्मतस्मैश्रीगुरवेनमः॥ 2. કોઈપણ શુભ કાર્ય આરંભ કરતા પહેલા ગણેશજી ને સ્મરણ કરવામાં આવે છે કારણ કે તે દરેક શુભ કાર્યમાં આવતા વિઘ્નોને હરી લે છે. આથી જ કોઈપણ માંગલિક પ્રસંગમાં ગણેશની સ્તુતિ કરવામાં આવે છે. તેમના માટેની શ્લોક છે. હે હાથી સમાન વિશાલ, જેમનું તેજ સહસ્ત્ર સૂર્ય સમાન છે, મારું દરેક કર્યા કોઈપણ વિઘ્ન વગર પાર પાડો છો, અને સદાને માટે શુભ એવા ગણેશજીને વંદન હો.
वक्रतुंडमहाकाय, सूर्यकोटिसमप्रभ:। निर्विघ्नंकुरुमेदेवशुभकार्येषुसर्वदा॥

3. ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને પરમ સત્ય રૂપે જાણી તેમની પૂજા, સેવા તેમજ આરાધના કરવી જોઈએ. જેમનું રૂપ સત્ય છે, જે સત ચિત્ત છે, જેમના દર્શન માત્રથી આપણે એકરૂપ થઈ જઈએ છીએ, જે સમગ્ર સંસારની ઉત્પત્તિનું કારણ છે, જે દૈહિક, દેવિક અને ભૌતિક એમ ત્રણેય તાપોનો વિનાશ કરે છે, એવા શ્રીક્રીશ્નને કોટીકોટી નમન છે.
सच्चिदानंदरूपायविश्वोत्पत्यादिहेतवे। तापत्रयविनाशायश्रीकृष्णायवयंनुमः॥

4. પોતાના નિત્ય બોલતા શ્લોકમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને તેમને પ્રસન્ન કરવા માટે આ શ્લોક જરૂર બોલો. જેમાં ભગવાન વિષ્ણુની પ્રશંસા કરવામાં આવી છે.
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं,  विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं,  वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥ 5. ભગવાન શિવ સંસારનો નાશ કરનાર દેવ છે. દેવોના દેવ મહાદેવ જેમની પૂજા કરવામાં કોઈપણ પ્રકારની શૃંગારની જરૂર નથી. જે અંગે ભસ્મ લગાવીને સદા મસ્ત રહેનાર છે. જે ભોળાનાથ છે. તે શિવની પૂજા કરવી.
नागेन्द्रहारायत्रिलोचनायभस्माङ्गरागायमहेश्वराय।  नित्यायशुद्धायदिगम्बरायतस्मैनकारायनम: शिवाय॥

6. માતા દુર્ગાની આરાધના આપણે નવરાત્રી દરમિયાન કરીએ છીએ. પણ નિત્યે આપણે આપણા કુળદેવીની આરાધના જરૂર કરીએ છીએ. આમ માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે મા દુર્ગાનો શ્લોક જરૂર બોલવો જોઈએ
सर्वमङ्गलमङ्गल्येशिवेसर्वार्थसाधिके। शरण्येत्र्यम्बकेगौरिनारायणिनमोऽस्तुते॥

7. આપણે દેવીમાતા ની આરાધના કરીએ છીએ, જે બધાના હૃદયમાં, આત્મમાં અને પ્રાણીઓમાં મા ના રૂપે સ્થિત છે, હે દેવી તમને મારા નમસ્કાર હો.
यादेवीसर्वभूतेषुशक्ति-रूपेणसंस्थिता।  नमस्तस्यैनमस्तस्यैनमस्तस्यैनमोनमः॥ 8. આ શ્લોકમાં દેવીગયાત્રીનું સ્મરણ કરવા કહ્યું છે. માં ગાયત્રી પરમ સુખ આપનાર ચ, સમસ્ત દુખોને હરનાર છે, જેને સમસ્ત શક્તિનું નિર્માણ કર્યું છે તેવી હે પ્રાણદાયિની જે બધા રોગોનું નિવારણ કરે છે, એવી હે દેવી મા ગાયત્રી આપને નમસ્કાર હો.
ॐभूर्भुवःस्वःतत्सवितुर्वरेण्यम् ,  भर्गोदेवस्यधीमहिधियोयोनःप्रचोदयात् ॥

આમ ઉપર આપેલ 8 શ્લોકનું નિત્ય સ્મરણ કર્વુંઅને ભગવાનને પ્રાર્થના કરવી કે બધાનું હિત થાય અને સર્વ રાગ, દ્રેષ, હિંસા, કપટ, અભિમાન દુર થાય છે. આમ સર્વ સુખોની કામના કરતા આ ઉપર્યુક્ત શ્લોકો બોલવા.

Leave a Comment