ગણેશજીનું આ ચમત્કારી મંદિર પૂરી કરે છે દરેક મનોકામના, અંબાણી પણ લગાવે છે ત્યાં હાજરી.

મુંબઈ શહેરમાં આવેલું સૌથી પ્રખ્યાત મંદિર સિદ્ધિવિનાયક મંદિર ગણેશજીનું સૌથી જુનું અને પ્રખ્યાત મંદિરો માનું એક છે. જે આખા વિશ્વમાં ખ્યાતી ધરાવે છે. આ કોઈ સામાન્ય મંદિર નથી, પરંતુ આ એક એવું મંદિર છે જ્યાં સામાન્ય લોકોથી લઈને અંબાણી જેવા મોટા બીઝનેસમેન્સ અને બોલીવુડ સેલીબ્રીટી પણ ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવે છે. એટલું જ નહિ, પરંતુ દેશ વિદેશથી પણ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર અહીં સાચા મનથી અને શ્રદ્ધાથી માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે લોકો દ્વારા લાખો – કરોડો રૂપિયાનું દાન અપાય છે. તેથી તેની ગણતરી ભારતમાં સૌથી ધનવાન મંદિરોમાં થાય છે.

આ મંદિરની સૌથી ખાસ વિશેષતા એ છે કે અહીં બોલીવુડ સ્ટારથી લઈને નેતા, મોટા ઉદ્યોગપતિઓ વગેરે ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે ખુબ ભીડ અને જમાવટ લાગેલી હોય છે. તે દરમિયાન મંદિરમાં ભવ્ય સજાવટ પણ કરવામાં આવે છે. મિત્રો ગણેશ ચતુર્થી આવી રહી છે એવામાં આજે અમે તમને સિદ્ધિવિનાયક મંદિર સાથે જોડાયેલ અમુક એવી રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે કદાચ તમે નહિ જાણતા હોવ. આ મંદિરનું નામ સિદ્ધિવિનાયક જ શા માટે કહેવાય છે તે પણ ખુબ જ રસપ્રદ વાત છે. તો તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશજીનું સૌથી લોકપ્રિય રૂપ છે સિદ્ધિવિનાયક. જે રૂપમાં તેમની સુંઢ જમણી બાજુ વળેલી હોય છે. જાણકારી માટે જણાવી દઈએ કે ભગવાન ગણેશજીના આવી મૂર્તિ વાળા મંદિરને સિદ્ધિપીઠના નામે ઓળખવામાં આવે છે. તેથી જ આ મંદિરને સિદ્ધિવિનાયક મંદિર કહેવામાં આવે છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે જે કોઈ પણ આ મંદિરમાં સાચા મનથી અને શ્રદ્ધાથી અને મનોકામનાથી માંગે છે તો સિદ્ધિવિનાયક તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.

આ સાથે જ આ મંદિર ખુબ જુનું છે. જાણકારી અનુસાર 19 નવેમ્બર 1801 ના લક્ષ્મણ વીથું પાટીલ નામના વ્યક્તિએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે ત્યાંના સ્થાનીય ઠેકેદાર હતા. ઘણા ઓછા લોકો જાણે છે કે આ મંદિરને બનાવવા માટેના પૈસા એક મહિલાએ આપ્યા છે અને તે મહિલા એક ખેડૂત હતી અને તેનું કોઈ સંતાન ન હતું. તે મહિલાનું આ મંદિર બનાવવા પાછળનું કારણ એ હતું કે તે મંદિરમાં ભગવાન ગણેશજીના દર્શન કર્યા બાદ કોઈ પણ મહિલા સંતાનહીન ન રહે.તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરના દ્વાર દરેક ધર્મ અને જાતિના લોકો માટે ખુલ્લા હોય છે. આ મંદિરમાં આવવા માટે કોઈને મનાઈ નથી. આ ઉપરાંત સિદ્ધિ વિનાયક મંદિર તેની સાપ્તાહિક આરતીના કારણે પણ પ્રખ્યાત છે. આ મંદિર એક ખુબ જ અલગ વિશેષતા ધરાવે છે. જે ભારતના નામાંકિત મંદિરો માનું એક છે.

Leave a Comment