નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપન કરો આ સમયે, કેટલા વાગ્યાનું છે શુભ મુહુર્ત અને તેનું મહત્વ.

મિત્રો વર્ષ 2020 માં શરદ નવરાત્રી 17 ઓક્ટોબર, શનિવારના રોજ પ્રારંભ થઈ રહી છે. દેવી શક્તિને સમર્પિત નવરાત્રી પર્વ 26 ઓક્ટોબરને સોમવારના રોજ સમાપ્ત થશે. આ વર્ષે અધિકમાસ હોવાના કારણે શારદીય નવરાત્રી એક મહિના મોડી શરૂ થશે. હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે પિતૃપક્ષના સમાપ્ત થયા બાદ આગળના દિવસે જ શારદીય નવરાત્રી શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે અધિકમાસ હોવાના કારણે પિતૃઓની વિદાય બાદ નવરાત્રીનો તહેવાર શરૂ ન થઈ શક્યો. આ

આ વર્ષે નવરાત્રી 17 ઓક્ટોબર 2020 થી શરૂ થઈને 25 ઓક્ટોબર સુધી ચાલશે. હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીના નવ દિવસમાં માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અને અર્ચન કરવામાં આવે છે. આ પાવન પર્વની શરૂઆત કળશની સ્થાપના કરીને કરવામાં આવે છે, જેનું મહત્વ વિશેષ માનવામાં આવે છે.

મિત્રો હિંદુ ધર્મ અનુસાર, નવરાત્રીના પ્રથમ દિવસે શુભ મુહુર્ત અનુસાર જ કળશની સ્થાપના કર્યા બાદ શૈલપુત્રીની આરાધના કરવાનું વિધાન છે. જો કે પ્રથમ દિવસ સિવાય શરદ નવરાત્રીમાં ષષ્ટિ, મહા સપ્તમી, મહા અષ્ટમી, મહા નવમી અને વિજયાદશમીનું પણ વિશેષ મહત્વ હોય છે. તો ચાલો જાણીએ આ વર્ષની શરદ નવરાત્રીમાં કળશ સ્થાપના માટેનું શુભ મુહુર્ત ક્યું છે, પૂજા વિધિ અને મહત્વ.કળશ સ્થાપના માટે શુભ મુહુર્ત : 17 ઓક્ટોબર, 2020 ના રોજ નવરાત્રીનો પહેલો દિવસ છે. કળશની સ્થાપના કરવા માટેનું મુહુર્ત 06:23:22 થી 10:11:54 સુધી રહેશે. ટૂંકમાં જ્યારે મુહુર્ત શરૂ થાય છે ત્યારથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધીની સમય અવધિ 3 કલાક અને 48 રહેશે.

કળશ સ્થાપના કરવાનું મહત્વ : નવરાત્રીમાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે. કળશની સ્થાપના કરવામાં આવે એ પહેલો દિવસ હોય છે અને આ દિવસે નવરાત્રી પર્વનો પ્રારંભ હોય છે. સનાતન ધર્મનું માનવામાં આવે તો, કોઈ પણ શુભ કાર્ય માટે કળશ સ્થાપના કરવી એ શુભ માનવામાં આવે છે. આ કળશને શાસ્ત્રોમાં ભગવાન ગણેશ’ની સંજ્ઞા આપી છે. એટલા માટે દરેક પૂજા કે મંગળ કાર્યની શરૂઆત સર્વપ્રથમ ગણેશજીની વંદનાથી કરવામાં આવે છે, જેમાં કળશની સ્થાપના પુરા વિધિ-વિધાન અનુસાર કર્યા બાદ જ કોઈ પણ કાર્ય કરવામાં આવે છે.

કેવી રીતે કરવી કળશ સ્થાપના અને દેવીની આરાધના :  શારદીય નવરાત્રી એક શક્તિ પર્વ છે. હિંદુ ધર્મમાં આ પર્વને ખુબ જ વિશેષ જણાવવામાં આવી રહ્યું છે. 17 ઓક્ટોબરના રોજ સવારે ઉપર જણાવ્યું એ મુહુર્ત અનુસાર કળશ સ્થાપના કરો અને નવ દિવસ સુધી અલગ અલગ માતાઓની વિભિન્ન પૂજા ઉપચારોથી પૂજન, અખંડ દીપ સાધના, વ્રત ઉપવાસ, દુર્ગા સપ્તશતી અને નિર્માણ મંત્રનો જાપ કરો. અષ્ટમીના રોજ હવન અને નવમીના રોજ કન્યાઓનું પૂજન કરો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.                                                      ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

1 thought on “નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપન કરો આ સમયે, કેટલા વાગ્યાનું છે શુભ મુહુર્ત અને તેનું મહત્વ.”

  1. Very good. Waiting and am ready for Navratri. May be it is that special days that we all look forward to.
    Now how do i copy and paste this article????
    Your reply will be most appreciated.
    My comments are not just comments….

Comments are closed.